AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA WC ફાઇનલમાં મારામારીની સજા, આર્જેન્ટિનાના ખેલાડીઓ પર 10 મેચનો પ્રતિબંધ અને કરોડોનો દંડ

20 જુલાઈના રોજ સ્પેન અને આર્જેન્ટિના વચ્ચે ફિફા વર્લ્ડ કપ 2026 ની ફાઇનલ રમાઈ હતી અને સ્પેને જીત મેળવી હતી. હાર બાદ, આર્જેન્ટિનાના કેટલાક ખેલાડીઓએ સ્પેનિશ ખેલાડીઓ પર એટેક કર્યો હતો. હવે FIFA એ તેમના પર કાર્યવાહી કરતા આર્જેન્ટિનાના ખેલાડીઓ પર 10 મેચનો પ્રતિબંધ અને કરોડો રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

FIFA WC ફાઇનલમાં મારામારીની સજા, આર્જેન્ટિનાના ખેલાડીઓ પર 10 મેચનો પ્રતિબંધ અને કરોડોનો દંડ
FIFA world cup final Image Credit source: PTI
| Updated on: Aug 22, 2026 | 9:27 PM
Share

FIFA વર્લ્ડ કપ 2026 ની ફાઇનલ મેચ જેટલી રોમાંચક હતી તેટલી જ વિવાદાસ્પદ પણ હતી. ટાઇટલ મેચમાં સ્પેનની જીત પછી તરત જ, કેટલાક આર્જેન્ટિનાના ખેલાડીઓ સ્પેનિશ ખેલાડીઓ સાથે ઝગડો કર્યો અને અને મારામારી કરી હતી. ત્યારથી, કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે, અને હવે, બરાબર એક મહિના પછી, FIFA એ પોતાનો નિર્ણય જાહેર કર્યો છે. તપાસ બાદ, FIFA સમિતિએ મુખ્ય આરોપી લીએન્ડ્રો પેરેડેસ પર 10 મેચ માટે પ્રતિબંધ મૂક્યો છે, જ્યારે અન્ય ખેલાડીઓ પર પણ કડક સજા ફટકારી છે. આર્જેન્ટિનાના ફૂટબોલ ફેડરેશનને દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

FIFA વર્લ્ડ કપ ફાઇનલમાં લડાઈ

20 જુલાઈના રોજ યુનાઇટેડ સ્ટેટ્સના ન્યૂયોર્ક-ન્યૂ જર્સી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં, સ્પેને વધારાના સમયમાં ગોલ કરીને ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાને 1-0થી હરાવીને ટાઇટલ જીત્યું. જોકે, કેટલાક આર્જેન્ટિનાના ખેલાડીઓ સ્પેનની જીતને પચાવી શક્યા નહીં. મેચ પછી, પેરેડેસે સ્પેનના કેપ્ટન રોડ્રીને ગળાથી પકડી લીધો અને પછી ગેવીને પછાડી દીધો. મોલિના અને થિયાગો અલ્માડા જેવા ખેલાડીઓએ પણ આક્રમકતા દર્શાવી. હવે તે બધા સામે કાર્યવાહી કરવામાં આવી છે.

પેરેડેસને ₹83 લાખનો દંડ

આર્જેન્ટિનાના મિડફિલ્ડર લીએન્ડ્રો પેરેડેસને આ બોલાચાલી એન લડાઈ માટે દોષિત જાહેર કરવામાં આવ્યો હતો અને FIFA દ્વારા તેના પર 10 આંતરરાષ્ટ્રીય મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. FIFA એ પેરેડેસને એટેકના બે ગુનામાં દોષી જાહેર કર્યો હતો. અહેવાલ મુજબ, પેરેડેસ સ્પેનિશ ખેલાડીઓ સાથેના મુકાબલા દરમિયાન શારીરિક આક્રમકતા દર્શાવી હતી. પ્રતિબંધ ઉપરાંત, આર્જેન્ટિનાના ખેલાડીને $90,000 એટલે ₹83 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

આ ખેલાડીઓ સામે પણ કાર્યવાહી

ફક્ત પેરેડેસ જ નહીં, પરંતુ આર્જેન્ટિનાના બે અન્ય ખેલાડીઓ અને એક સહાયક કોચને પણ સજા ફટકારવામાં આવી છે. આર્જેન્ટિનાના ડિફેન્ડર નાહુએલ મોલિનાને સાત મેચ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે અને તેને $90,000 નો દંડ પણ ભરવો પડશે. થિયાગો અલ્માડા પર એક મેચ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે અને $30,000 (રૂ. 29 લાખ) નો દંડ ફટકારવામાં આવ્યો છે.

સ્પેનના ગાવીને પણ દોષી ઠેરવવામાં આવ્યો

આ ઘટનામાં આર્જેન્ટિનાના આસિસ્ટન્ટ કોચ રોબર્ટો આયાલા પણ સામેલ હતો અને તપાસ બાદ તેને દોષી ઠેરવવામાં આવ્યો હતો. FIFAએ આયાલા પર ત્રણ મેચનો પ્રતિબંધ અને $30,000 નો દંડ ફટકાર્યો હતો. સ્પેનના યુવા ખેલાડી ગાવીને પણ દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેને એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને $30,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

ફૂટબોલ એસોસિએશનને પણ દંડ

FIFA એ ફક્ત ખેલાડીઓ સામે જ નહીં પરંતુ આર્જેન્ટિના ફૂટબોલ એસોસિએશન સામે પણ કાર્યવાહી કરી છે. ઘણીવાર ખેલાડીઓના આવા વર્તન બદલ એસોસિએશન સામે કાર્યવાહી કરવામાં આવે છે. FIFA એ આર્જેન્ટિના ફૂટબોલ (AFA) પર $3,21,000 એટલે લગભગ 3 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પરંતુ તેનું કારણ ફક્ત આ લડાઈ જ નહીં, પરંતુ મેચ દરમિયાન ભેદભાવપૂર્ણ સૂત્રોચ્ચાર અથવા હાવભાવ, ટીમ શિસ્ત અને રાજકીય સંદેશાઓવાળા બેનરો જેવા મુદ્દાઓ પણ છે. ઇંગ્લેન્ડ સામેની સેમિફાઇનલમાં જીત બાદ, આર્જેન્ટિનાના કેટલાક ખેલાડીઓએ ફોકલેન્ડ ટાપુઓ અંગે બેનર લગાવ્યું હતું, જે બંને દેશો વચ્ચે વિવાદનો વિષય છે. FIFA એ આર્જેન્ટિનાને તેની આગામી બે ઘરેલું મેચમાં ફક્ત 50 ટકા ચાહકોને હાજરી આપવાની મંજૂરી આપીને સજા કરી છે.

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
g clip-path="url(#clip0_868_265)">