IND vs PAK Asia Cup Final : મેન્સ જુનિયર હોકી એશિયા કપમાં ભારતીય ટીમ બની ચેમ્પિયન, પાકિસ્તાનને ફાઈનલમાં મળી હાર

Men's Junior Asia Cup Final 2023 : 23 મેથી 1 જૂન વચ્ચે ઓમાનમાં 10 ટીમો વચ્ચે મેન્સ જૂનિયર હોકી એશિયા કપ 2023નું આયોજન થયું હતું. 31 મેના રોજ 2 સેમિફાઈનલ મેચનું આયોજન થયું હતું. ભારતીય જુનિયર મેન્સ હોકી ટીમ પૂલ Aમાં પાકિસ્તાન, જાપાન, થાઈલેન્ડ અને ચાઈનીઝ તાઈપેની સાથે છે. કોરિયા, મલેશિયા, ઓમાન, બાંગ્લાદેશ અને ઉઝબેકિસ્તાન પૂલ Bમાં હતા.

IND vs PAK Asia Cup Final : મેન્સ જુનિયર  હોકી એશિયા કપમાં ભારતીય ટીમ બની ચેમ્પિયન, પાકિસ્તાનને ફાઈનલમાં મળી હાર
Men s Junior Asia Cup Final 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2023 | 11:35 PM

Oman : હોકી મેન્સ જુનિયર એશિયા કપ 2023ની ફાઈનલ મેચ આજે ઓમાનમાં રમાઈ હતી. આ ફાઈનલ મેચમાં કટ્ટર વિરોધી ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે ટ્રોફી જીતવા માટે જંગ થઈ હતી. મેન્સ જુનિયર એશિયા કપની 10મી આવૃતિમાં ભારતીય ટીમ એ શાનદાર જીત મેળવી છે. ફાઈનલ મેચમાં ભારતીય ખેલાડીઓ એ પાકિસ્તાની ખેલાડીઓને 2-1ના સ્કોરથી હરાવ્યા છે.પ્રથમ સેમિફાઈનલમાં કોરિયાની ટીમને ભારતની ટીમ એ 9-1થી હરાવી હતી. જ્યારે બીજી સેમિફાઈનલ મેચમાં મલેશિયાની ટીમને પાકિસ્તાનની ટીમ એ 2-6થી હરાવી હતી.

મેન્સ જુનિયર એશિયા કપ 2023 એ આગામી FIH જુનિયર મેન્સ વર્લ્ડ કપ 2023 માટે ક્વોલિફાઇંગ ઇવેન્ટ હશે, જે આ વર્ષે 5 થી 16 ડિસેમ્બર દરમિયાન મલેશિયામાં રમાશે. 23 મેથી 1 જૂન વચ્ચે ઓમાનમાં 10 ટીમો વચ્ચે મેન્સ જૂનિયર હોકી એશિયા કપ 2023નું આયોજન થયું હતું. 31 મેના રોજ 2 સેમિફાઈનલ મેચનું આયોજન થયું હતું. ભારતીય જુનિયર મેન્સ હોકી ટીમ પૂલ Aમાં પાકિસ્તાન, જાપાન, થાઈલેન્ડ અને ચાઈનીઝ તાઈપેની સાથે છે. કોરિયા, મલેશિયા, ઓમાન, બાંગ્લાદેશ અને ઉઝબેકિસ્તાન પૂલ Bમાં હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ભારતીય ટીમ ચોથીવાર બની ચેમ્પિયન

10 ટીમો વચ્ચે ટ્રોફી જીતવા માટે જંગ થયો હતો. જેમાં ભારતીય ટીમ ચેમ્પિયન બની હતી. પાકિસ્તાનની ટીમ રનર અપ રહી હતી. સાઉથ કોરિયાની ટીમ ત્રીજા ક્રમે રહી છે, જ્યારે મલેશિયાની ટીમ ચોથા ક્રમે રહી છે. ભારતે 2004, 2005 અને 2015 બાદ ચોથી વખત આ ખિતાબ જીત્યો છે જ્યારે પાકિસ્તાન 1987, 1992 અને 1996માં ચેમ્પિયન રહ્યું છે.

આ પહેલા બંને ટીમો જુનિયર મેન્સ હોકી એશિયા કપની ફાઇનલમાં ત્રણ વખત આમને-સામને આવી ચુકી છે. 1996માં પાકિસ્તાન જીત્યું હતું જ્યારે ભારત 2004માં જીત્યું હતું. મલેશિયામાં રમાયેલી છેલ્લી ટુર્નામેન્ટમાં ભારતે પાકિસ્તાનને 6.0થી હરાવ્યું હતું. 2ને હરાવીને ટાઇટલ જીત્યું હતુંઆ વખતે ટૂર્નામેન્ટ આઠ વર્ષ પછી થઈ રહી છે. 2021 માં કોરોના રોગચાળાને કારણે તેનું આયોજન કરવામાં આવ્યું ન હતું.

ભારતીય ટીમના અત્યાર સુધીના પરિણામો

  • ભારત vs ચાઈનીઝ તાઈપેઈ – 18-0થી ભારતની જીત
  • ભારત vs જાપાન – 3-1 થી ભારતની જીત
  • ભારત vsપાકિસ્તાન – 1-1થી ડ્રો
  • ભારત vs થાઈલેન્ડ – 17-0 થી ભારતની જીત
  • ભારત vs કોરિયાા – 9-1થી સેમિફાઈનલમાં ભારતની જીત

એશિયા કપ 2023ની ફાઈનલમાં ભારતીય ટીમની જીત

કઈ મિનિટે કયા ખેલાડીઓએ કર્યો ગોલ ?

  • 13મી મિનિટ -અંગદ બીર સિંઘ (ભારત)
  • 20મી મિનિટ – હુંદલ અરિજિત સિંહ (ભારત)
  • 38મી મિનિટ – અલી બશારત ( પાકિસ્તાન)

 એશિયા કપ 2023ની સેમિફાઈનલ મેચમાં શું થયું ?

  • 9-1 સ્કોર – 57′ મી મિનિટમાં
  • 8-1 સ્કોર – 55′ મી મિનિટમાં
  • 7-1 સ્કોર – 51′ મી મિનિટમાં
  • 6-1 સ્કોર – 46′ મી મિનિટમાં
  • 6-0 સ્કોર – 39’મી મિનિટમાં
  • 5-0 સ્કોર – 38′ મી મિનિટમાં
  • 4-0 સ્કોર – 34′ મી મિનિટમાં
  • 3-0 સ્કોર – 31′ મી મિનિટમાં
  • 2-0 સ્કોર – 19′ મી મિનિટમાં
  • 1-0 સ્કોર – 13′ મી મિનિટમાં

ક્યા કવાર્ટરમાં કેટલા ગોલ થયા ?

  • પ્રથમ કવાર્ટરમાં – ભારતનો 1 ગોલ
  • બીજા કવાર્ટરમાં – ભારતનો 1 ગોલ
  • ત્રીજા કવાર્ટરમાં – ભારતના 4 ગોલ
  • ચોથા કવાર્ટરમાં – ભારતના 3 ગોલ અને કોરિયાનો 1 ગોલ

પૂલ Aમાં ભારતીય ટીમ 4 માંથી 3 મેચમાં જીતી હતી. જ્યારે પાકિસ્તાન સામેની એક મેચ ડ્રો રહી હતી. પાકિસ્તાનની ટીમ પણ ભારતીય ટીમની જેમ 10 પોઈન્ટ સાથે હતી. પણ ગોલ ડિફરેન્સને કારણે પાકિસ્તાન આ પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે રહ્યું, જ્યારે ભારતીય ટીમ પહેલા નંબર પર રહ્યું હતું.

પૂલ Bમાં 4માંથી 4 મેચ જીતીને 12 પોઈન્ટ સામે મલેશિયાની ટીમ ટોપ પર રહી, જ્યારે કોરિયાની ટીમ 4માંથી 3 મેચમાં જીત અને 1 હાર સાથે બીજા ક્રમે રહી. આજે 31 મેના રોજ પહેલા ભારત અને કોરિયાની પ્રથમ સેમિફાઈનલ અને બીજી સેમિફાઈનલ મલેશિયા-પાકિસ્તાન વચ્ચે આયોજિત થઈ હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

કથાકાર મોરારી બાપુએ ભાવનગરમાં કર્યું મતદાન, લોકોને પણ કરી અપીલ-VIDEO
કથાકાર મોરારી બાપુએ ભાવનગરમાં કર્યું મતદાન, લોકોને પણ કરી અપીલ-VIDEO
કામેશ્વર મહાદેવ મંદિરમાં અમિત શાહ અને સોનલ શાહે કરી પૂજા
કામેશ્વર મહાદેવ મંદિરમાં અમિત શાહ અને સોનલ શાહે કરી પૂજા
ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
મતદાન એ સામાન્ય દાન નથી : PM Modi
મતદાન એ સામાન્ય દાન નથી : PM Modi
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
g clip-path="url(#clip0_868_265)">