AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs KOR : એશિયા કપ 2023ની ફાઈનલમાં પહોંચી ભારતીય ટીમ, સેમિફાઈનલમાં કોરિયા સામે 9-1થી મેળવી જીત

Men's Junior Asia Cup Semi-Final 1 : ઓમાનમાં ભારતીય ટીમની ટક્કર આજે કોરિયા સામે સેમિફાઈનલમાં થઈ હતી. આ પ્રથમ સેમિફાઈનલ મેચ 8 કલાકે શરુ થઈ હતી. ભારત-કોરિયા વચ્ચેના હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો ભારતીય ટીમ હમણા સુધી 8 મેચ જીતી હતી અને કોરિયાની ટીમ 3 મેચ જીતી હતી. જ્યારે 6 મેચ ડ્રો રહી હતી. 

IND vs KOR : એશિયા કપ 2023ની ફાઈનલમાં પહોંચી ભારતીય ટીમ, સેમિફાઈનલમાં કોરિયા સામે 9-1થી મેળવી જીત
Men's Junior Asia Cup Semi-Final 1
TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2023 | 11:57 PM
Share

Oman : હોકી જગતથી ભારત માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય મેન્સ જૂનિયર હોકી ટીમે એશિયા કપ 2023ની ફાઈનલમાં એન્ટ્રી કરી છે. એશિયા કપની શરુઆતથી જ શાનદાર પ્રદર્શનમાં રહેલી ભારતીય ટીમે આજે સેમિફાઈનલ મેચમાં કોરિયાને હરાવ્યું હતું. બીજી સેમિફાઈનલ મેચમાં જો મલેશિયા સામે પાકિસ્તાનની જીત થશે તો ફાઈનલ મેચ ભારત અને પાકિસ્તાનની વચ્ચે થઈ શકે છે. કોરિયા સામે આજે ભારતીય ટીમે 9-1થી શાનદાર જીત મેળવી છે.

ઓમાનમાં ભારતીય ટીમની ટક્કર આજે કોરિયા સામે સેમિફાઈનલમાં થઈ હતી. આ પ્રથમ સેમિફાઈનલ મેચ 8 કલાકે શરુ થઈ હતી. ભારત-કોરિયા વચ્ચેના હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો ભારતીય ટીમ હમણા સુધી 8 મેચ જીતી હતી અને કોરિયાની ટીમ 3 મેચ જીતી હતી. જ્યારે 6 મેચ ડ્રો રહી હતી.

ભારતીય ટીમની એશિયા કપ 2023ની ફાઈનલમાં એન્ટ્રી

  • 9-1 સ્કોર – 57′ મી મિનિટમાં
  • 8-1 સ્કોર – 55′ મી મિનિટમાં
  • 7-1 સ્કોર – 51′ મી મિનિટમાં
  • 6-1 સ્કોર – 46′ મી મિનિટમાં
  • 6-0 સ્કોર – 39’મી મિનિટમાં
  • 5-0 સ્કોર – 38′ મી મિનિટમાં
  • 4-0 સ્કોર – 34′ મી મિનિટમાં
  • 3-0 સ્કોર – 31′ મી મિનિટમાં
  • 2-0 સ્કોર – 19′ મી મિનિટમાં
  • 1-0 સ્કોર – 13′ મી મિનિટમાં

ક્યા કવાર્ટરમાં કેટલા ગોલ થયા ?

  • પ્રથમ કવાર્ટરમાં – ભારતનો 1 ગોલ
  • બીજા કવાર્ટરમાં – ભારતનો 1 ગોલ
  • ત્રીજા કવાર્ટરમાં – ભારતના 4 ગોલ
  • ચોથા કવાર્ટરમાં – ભારતના 3 ગોલ અને કોરિયાનો 1 ગોલ

ભારતના અત્યાર સુધીના પરિણામો

  • ભારત vs ચાઈનીઝ તાઈપેઈ – 18-0થી ભારતની જીત
  • ભારત vs જાપાન – 3-1 થી ભારતની જીત
  • ભારત vsપાકિસ્તાન – 1-1થી ડ્રો
  • ભારત vs થાઈલેન્ડ – 17-0 થી ભારતની જીત

સેમિફાઈનલ પહેલા પૂલની સ્થિતિ

પૂલ Aમાં ભારતીય ટીમ 4 માંથી 3 મેચમાં જીતી હતી. જ્યારે પાકિસ્તાન સામેની એક મેચ ડ્રો રહી હતી. પાકિસ્તાનની ટીમ પણ ભારતીય ટીમની જેમ 10 પોઈન્ટ સાથે હતી. પણ ગોલ ડિફરેન્સને કારણે પાકિસ્તાન આ પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે રહ્યું, જ્યારે ભારતીય ટીમ પહેલા નંબર પર રહ્યું હતું.

પૂલ Bમાં 4માંથી 4 મેચ જીતીને 12 પોઈન્ટ સામે મલેશિયાની ટીમ ટોપ પર રહી, જ્યારે કોરિયાની ટીમ 4માંથી 3 મેચમાં જીત અને 1 હાર સાથે બીજા ક્રમે રહી. આજે 31 મેના રોજ પહેલા ભારત અને કોરિયાની પ્રથમ સેમિફાઈનલ અને બીજી સેમિફાઈનલ મલેશિયા-પાકિસ્તાન વચ્ચે આયોજિત થઈ હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">