AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ભારત અંડર-18 એશિયા કપમાં બન્યું ચેમ્પિયન, ફાઈનલમાં જાપાનને 4-1થી હરાવી જીત્યો ગોલ્ડ મેડલ

ભારતે જાપાનને હરાવીને મેન્સ અંડર-18 એશિયા કપ 2026 નો ખિતાબ જીત્યો હતો. ભારતે શાનદાર પ્રદર્શન કરીને યજમાન જાપાનને તેમના જ મેદાનમાં 4-1 થી હરાવીને ટાઈટલ જીત્યું અને ગોલ્ડ મેડલ પર કબજો કર્યો.

Breaking News: ભારત અંડર-18 એશિયા કપમાં બન્યું ચેમ્પિયન, ફાઈનલમાં જાપાનને 4-1થી હરાવી જીત્યો ગોલ્ડ મેડલ
Mens U18 Asia Cup 2026Image Credit source: X/Hockey India
| Updated on: Jun 06, 2026 | 7:51 PM
Share

ભારતીય જુનિયર મેન્સ હોકી ટીમે જાપાનના કાકામિગહારામાં રમાયેલા મેન્સ અંડર-18 એશિયા કપ 2026 ના હાઈ-વોલ્ટેજ ફાઈનલમાં ઈતિહાસ રચ્યો હતો. ભારતે શાનદાર પ્રદર્શન કરીને યજમાન જાપાનને તેમના જ મેદાનમાં 4-1 થી હરાવીને ટાઈટલ જીત્યું અને ગોલ્ડ મેડલ પર કબજો કર્યો. ભારતની ઐતિહાસિક ટાઈટલ જીતનો હીરો આશિષ તાની પૂર્તિ હતો, જેણે ફાઈનલ જેવી મોટી મેચમાં શાનદાર હેટ્રિક ફટકારી હતી.

 ભારત અંડર-18 એશિયા કપમાં ચેમ્પિયન

ભારતીય ટીમે મેચની શરૂઆતથી જ યજમાન ટીમ પર દબાણ જાળવી રાખ્યું. રમતની બીજી જ મિનિટે ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો, જેને આશિષ તાની પૂર્તિ (2′) એ ગોલમાં ફેરવીને ભારતને 1-0ની લીડ અપાવી. પહેલા ક્વાર્ટરમાં જાપાને વાપસી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય ડિફેન્સે દરેક એટેકને નિષ્ફળ બનાવ્યો. બીજા ક્વાર્ટરની અંતિમ મિનિટોમાં ભારતે મેચ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું.

ફાઈનલમાં જાપાનને 4-1થી હરાવ્યું

28 મી મિનિટે આશિષ તાની પૂર્તિએ પોતાનો બીજો ગોલ કરીને ભારતની લીડ 2-0 સુધી વધારી દીધી. બે મિનિટ પછી, 30 મી મિનિટે કેપ્ટન કેતન કુશવાહાએ પ્રહલાદ રાજભરના શાનદાર પાસ પર ફિલ્ડ ગોલ કરીને ભારતને હાફ ટાઈમ સુધી 3-0ની લીડ અપાવી. ત્રીજા ક્વાર્ટરમાં પણ ભારતનું વર્ચસ્વ ચાલુ રહ્યું. 34 મી મિનિટે વરિન્દર સિંહના શાનદાર મૂવને કારણે ભારતને બીજો પેનલ્ટી કોર્નર મળ્યો અને આશિષ (34′) એ તેને ગોલમાં ફેરવીને પોતાની હેટ્રિક પૂર્ણ કરી, જેનાથી સ્કોર 4-0 થયો. ચોથા ક્વાર્ટરમાં, જાપાનના નુમાદા ગાકુ (52′) એ પેનલ્ટી સ્ટ્રોકથી ગોલ કર્યો, પરંતુ તે ભારતનો વિજય સુનિશ્ચિત કરી શક્યો નહીં.

હોકી ઈન્ડિયાએ ઈનામી રકમની જાહેરાત કરી

પુરુષ ટીમ ઉપરાંત, મહિલા ટીમે પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ શાનદાર પ્રદર્શન બાદ હોકી ઈન્ડિયાએ બંને ટીમો માટે ઈનામી રકમની જાહેરાત કરી હતી. હોકી ઈન્ડિયાએ ગોલ્ડ મેડલ વિજેતા ભારતીય અંડર-18 પુરુષ હોકી ટીમના દરેક ખેલાડી માટે ₹3 લાખ અને સપોર્ટ સ્ટાફના દરેક સભ્ય માટે ₹1.5 લાખનું રોકડ ઈનામ જાહેર કર્યું. હોકી ઈન્ડિયાએ ભારતીય અંડર-18 મહિલા હોકી ટીમના દરેક ખેલાડી માટે ₹1 લાખ અને સપોર્ટ સ્ટાફ માટે ₹50,000 નું રોકડ ઈનામ જાહેર કર્યું.

Breaking News: ટીમ ઈન્ડિયાએ પહેલા જ દિવસે અફઘાનિસ્તાનને ટેસ્ટ ક્રિકેટમાં પાઠ ભણાવ્યો, ત્રણ ભૂલો ભારે પડી

Follow Us
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
Breaking News : ભરૂચના દહેજ GIDCમાં કેમિકલ પ્લાન્ટમાં મોટી આગ
Breaking News : ભરૂચના દહેજ GIDCમાં કેમિકલ પ્લાન્ટમાં મોટી આગ
દ્વારકામાં વારંવાર વીજપૂરવઠો ખોરવાતા ખેડૂતોનો ભભુક્યો રોષ
દ્વારકામાં વારંવાર વીજપૂરવઠો ખોરવાતા ખેડૂતોનો ભભુક્યો રોષ
સુરત ન્યુ કોર્ટને બોમ્બની ઉડાવવાની આપી ધમકી,જુઓ Video
સુરત ન્યુ કોર્ટને બોમ્બની ઉડાવવાની આપી ધમકી,જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">