Breaking News: વડોદરાના માનુષ શાહે Asian Games 2026માં જીત્યો બ્રોન્ઝ મેડલ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભેચ્છા
એશિયન ગેમ્સ 2026માં ભારતના ટેબલ ટેનિસ ખેલાડી માનુષ શાહ અને દિયા ચિતલેએ મિક્સ્ડ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. વડોદરાના માનુષ શાહના આ શાનદાર પ્રદર્શન બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને શુભેચ્છા પાઠવી છે. ભારતીય જોડીએ ક્વાર્ટર ફાઇનલમાં દુનિયાની નંબર-4 જોડી સામે શાનદાર જીત મેળવી હતી.

જાપાનના આઇચી-નાગોયામાં રમાઈ રહેલી એશિયન ગેમ્સ 2026માં માનુષ શાહ અને દિયા ચિતલેએ ટેબલ ટેનિસના મિક્સ્ડ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે.ભારતીય જોડીએ ક્વાર્ટર ફાઇનલમાં દુનિયાની ચોથા ક્રમાંકની વોંગ ચુન ટિંગ અને ડૂ હોઈ કેનની જોડીને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. માનુષ અને દિયાની જોડી વિશ્વ રેન્કિંગમાં આઠમા ક્રમે છે, જ્યારે ક્વાર્ટર ફાઇનલમાં તેમણે હરાવેલી ચીનની જોડીને ચોથું સ્થાન મળેલું હતું.
વડોદરાના માનુષ શાહે જીત્યો બ્રોન્ઝ મેડલ
સેમિફાઇનલમાં ભારતીય જોડીને દુનિયાની નંબર-2 જોડી વાંગ ચૂકિન અને સુન યિંગશા સામે પડકાર મળ્યો હતો.સ્કાય હોલ ટોયોટામાં રમાયેલી સેમિફાઇનલમાં ચીનની જોડીએ ભારતને 4-0થી હરાવ્યું હતું. મેચના ચારેય સેટમાં ચીની જોડીએ 11-8, 11-5, 11-8 અને 11-2થી જીત મેળવી હતી. સેમિફાઇનલમાં હારેલી બંને જોડીઓને બ્રોન્ઝ મેડલ મળતો હોવાથી માનુષ અને દિયાનો મેડલ પાક્કો થયો હતો. આ સાથે એશિયન ગેમ્સના ટેબલ ટેનિસમાં ભારતનો આ ચોથો મેડલ બન્યો છે અને ચારેય મેડલ બ્રોન્ઝ છે.
A proud podium finish for Indian table tennis!
Heartiest congratulations to Manush Shah and Diya Chitale on winning the Bronze Medal in the Mixed Doubles event at the Asian Games 2026.
A special moment for Gujarat as Vadodara’s Manush Shah joins Diya Chitale in bringing… pic.twitter.com/Iw0TO1Jyra
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 25, 2026
|| #IndiaAtAsianGames ||
Manush Shah and Diya Chitale win bronze in table tennis mixed doubles #TeamIndia | #Cheer4Bharat | #AsianGames2026@Media_SAI | @YASMinistry | @IndiaSports pic.twitter.com/WPVX5NbOgk
— All India Radio News (@airnewsalerts) September 25, 2026
ગુજરાતના મુખ્યમંત્રીએ શુભકામના પાઠવી
માનુષ શાહ ગુજરાતના વડોદરાના રહેવાસી છે. તેમના આ ઐતિહાસિક પ્રદર્શન બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માનુષ શાહ અને દિયા ચિતલેને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ શુભેચ્છા પાઠવી હતી. ગુજરાતના દીકરાએ એશિયન ગેમ્સમાં દેશ માટે મેડલ જીતતા રાજ્યમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે.આ મેડલ એશિયન ગેમ્સના ટેબલ ટેનિસ મિક્સ્ડ ડબલ્સમાં ભારતનો માત્ર બીજો મેડલ છે. માનુષ અને દિયાની આ સફળતા ભારતીય ટેબલ ટેનિસ માટે પણ મહત્વપૂર્ણ છે.
