Boxing: માતાનુ સપનુ હતુ કે પુત્ર એક દિવસ ગોલ્ડ મેડલ જીતી લાવે, દિકરો મેડલ જીત ઘરે પહોંચ્યો તો ખુશીઓ માતમમાં બદલાઇ ગઇ

કર્ણાટકના બેલ્લારીમાં હાલમાં જ નેશનલ બોક્સિંગ ચેમ્પીયનશિપ (National Boxing Championship) સમાપ્ત થઇ છે. હરિયાણાના આકાશ કુમારે (Akash Kumar) અહી ગોલ્ડ મેડલ જીત્યો હતો.

Boxing: માતાનુ સપનુ હતુ કે પુત્ર એક દિવસ ગોલ્ડ મેડલ જીતી લાવે, દિકરો મેડલ જીત ઘરે પહોંચ્યો તો ખુશીઓ માતમમાં બદલાઇ ગઇ
Akash Kumar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2021 | 12:01 PM

હરિયાણાનો 20 વર્ષીય મુક્કાબાજ આકાશ કુમાર (Akash Kumar) જ્યારે નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપ (National Boxing Championship) માટે કર્ણાટક જઈ રહ્યો હતો. ત્યારે તેણે તેની માતાને ગોલ્ડ મેડલ લાવવાનું વચન આપ્યું હતું. એક સપ્તાહ સુધી ચાલેલી આ ચેમ્પિયનશિપમાં આકાશે ઘણા મોટા દિગ્ગજોને હરાવીને ગોલ્ડ જીત્યો હતો. આ સાથે આગામી મહિનાની વર્લ્ડ ચેમ્પિયનશિપ (World Boxing Championship) માટે પણ સ્થાન પણ મેળવ્યું હતુ. આકાશે તેની માતાનું સપનું હતુ એ પૂરું કર્યું પણ તે તેની માતા સાથે ઉજવી શક્યો નહીં.

બેલ્લારીથી લાંબી મુસાફરી બાદ આકાશ જ્યારે ભિવાનીમાં તેના ગામ પહોંચ્યો. ત્યારે તેને ખબર પડી કે તેની માતા આ દુનિયા છોડી ગઈ છે. પરિવારે તેને આ વિશે ન કહેવાનો નિર્ણય કર્યો હતો. કારણ કે આકાશને તેની માતાનું સપનું પૂરું કરવું જોઈએ. જ્યારે આકાશ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહ્યો હતો, ત્યારે તેના કોચ અને પરિવારે ખાસ ધ્યાન રાખ્યું હતું કે, તેને તેની માતાના મૃત્યુ વિશે કંઈ ખબર ન પડે.

મા સાથે મેડલની ખુશી મનાવી ના શક્યો

આકાશ માટે આ આઘાત સહન કરવો ખૂબ જ મુશ્કેલ બની રહ્યો છે. મીડિયા રિપોર્ટસ વાતચીતમાં તેમણે કહ્યું, ‘ગઈકાલે હું દરેકને મારો મેડલ બતાવી રહ્યો હતો. ખૂબ જ ખુશ હતો, વિચારીને કે મેડલ જોઈને માતા ખૂબ ખુશ થશે. જ્યારે મેં છેલ્લે તેની સાથે વાત કરી ત્યારે મેં તેને વચન આપ્યું હતું કે હું ગોલ્ડ જીત્યા બાદ આવીશ. જ્યારે હું મેડલ લઈને અહીં ઘરે પહોંચ્યો ત્યારે બધા સંબંધીઓ ત્યાં હાજર હતા. કોઈએ કશું કહ્યું નહીં, માત્ર માતાનું તસ્વીર બતાવી હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કોચ દ્વારા આકાશને ખબર થી દૂર રાખ્યો

આકાશની માતાના મૃત્યુ બાદ તેના કાકા ભવરસિંહે તેના કોચ નરેન્દ્ર રાણાને ફોન કરીને તેના વિશે જણાવ્યું હતું. સાથે જ તેણે કહ્યું કે આકાશને આ વિશે કશું કહેશો નહીં. તેને ખબર હતી કે જો આવું થશે તો આકાશ બધું છોડીને પાછો આવશે. તેના કોચે આકાશ સાથે આખી ટીમનો ફોન લીધો. જેથી તેને સોશિયલ મીડિયા અને ફોન પરથી આ અંગે માહિતી ના મળે.

આકાશ માટે બોક્સિંગ બધું છે. તે માને છે કે તેને ચેમ્પિયન બનાવવામાં તેની માતાનો મોટો હાથ છે. આકાશનો મોટો ભાઈ પણ બોક્સિંગ કરતો હતો. જોકે, હત્યાના આરોપમાં તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં આકાશ પર માત્ર પોતાની રમત પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ઘણું દબાણ હતું.

આ પણ વાંચોઃ IPL 2021: ગબ્બરનુ પ્રદર્શન લગાતાર, દરેક સિઝને ખડકી દે છે રનનો અંબાર, સતત પાંચમી વાર આ આંકડાને પાર કર્યો

આ પણ વાંચોઃ IPL 2021: કોહલીની ટીમને હરાવી ફુલફોર્મમાં રહેલી KKR આજે મુંબઇ ને ટક્કર આપશે, મુંબઇ માટે આજે જીત મહત્વની

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">