બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપઃ પીવી સિંધુ અને એચએસ પ્રણય ભારતીય ટીમનું નેતૃત્વ કરશે
2019 ની વિશ્વ ચેમ્પિયન પીવી સિંધુ કોન્ટિનેન્ટલ ઇવેન્ટમાં કોર્ટ પર પરત ફરશે. ઘૂંટણની ઇજાને કારણે ઓક્ટોબરથી કોઈપણ ટુર્નામેન્ટમાં રમી શકી ન હતી. આ કોન્ટિનેન્ટલ ટુર્નામેન્ટ ખેલાડીઓ માટે પણ મહત્વની રહેશે કારણ કે તે ‘રેસ ટૂર ધ 2024 પેરિસ ઓલિમ્પિક્સ’ માટે મહત્વપૂર્ણ ક્વોલિફિકેશન પોઈન્ટ મેળવવામાં મદદરુપ થશે.
બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુની આગેવાની હેઠળની ભારતીય મહિલા ટીમ અને એચએસ પ્રણયની આગેવાની હેઠળની ભારતીય પુરૂષ ટીમ 13 થી 18 ફેબ્રુઆરી દરમિયાન મલેશિયાના શાહઆલમમાં યોજાનારી બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ 2024માં શાનદાર પ્રદર્શન કરવા માટે તૈયાર છે. ભારતીય પુરુષ ટીમ ગ્રુપ Aમાં જ્યારે મહિલા ટીમ ગ્રુપ Wમાં છે.
2019 ની વિશ્વ ચેમ્પિયન પીવી સિંધુ કોન્ટિનેન્ટલ ઇવેન્ટમાં કોર્ટ પર પરત ફરશે. ઘૂંટણની ઈજાને કારણે ઓક્ટોબરથી કોઈપણ ટુર્નામેન્ટમાં રમી શકી ન હતી. આ કોન્ટીનેન્ટલ ટુર્નામેન્ટ ખેલાડીઓ માટે પણ મહત્વની રહેશે કારણ કે તે ‘રેસ ટૂર ધ 2024 પેરિસ ઓલિમ્પિક્સ’ માટે મહત્વપૂર્ણ ક્વોલિફિકેશન પોઈન્ટ મેળવવામાં મદદરુપ થશે.
બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ 2024 માટે ભારતીય ટીમ
પુરૂષો ટીમઃ એચએસ પ્રણોય, લક્ષ્ય સેન, કિદામ્બી શ્રીકાંત, ચિરાગ સેન, સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી, ચિરાગ શેટ્ટી, ધ્રુવ કપિલા, એમઆર અર્જુન, સૂરજ ગોલા, પૃથ્વી રોય.
મહિલા ટીમઃ પીવી સિંધુ, અનમોલ ખાર્બ, તન્વી શર્મા, અશ્મિતા ચલિહા, ત્રિશા જોલી, ગાયત્રી ગોપીચંદ, અશ્વિની પોનપ્પા, તનિષા ક્રાસ્ટો, પ્રિયા દેવી કોન્જેંગબમ, શ્રુતિ મિશ્રા.
ભારતનું શેડ્યૂલ અને લાઇવ મેચનો સમય
14 ફેબ્રુઆરી, બુધવાર ચાઇના મહિલા vs ભારત મહિલા – સવારે 6:30 ભારત પુરૂષ vs હોંગકોંગ ચાઇના પુરૂષ – સવારે 10:30
15 ફેબ્રુઆરી, ગુરુવાર
ચાઇના પુરૂષ vs ભારત પુરૂષ – સવારે 10:30
16 ફેબ્રુઆરી, શુક્રવાર
ક્વાર્ટર ફાઇનલ્સ – સવારે 7:30
17 ફેબ્રુઆરી, શનિવાર
સેમી-ફાઇનલ – સવારે 7:30
18 ફેબ્રુઆરી, રવિવાર
ફાઈનલ – સવારે 7:30
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, રાજકોટ ટેસ્ટમાંથી વધુ એક સ્ટાર ખેલાડી બહાર, 8 મેચમાં 5 સદી ફટકારનારને મળ્યું સ્થાન