Mohammad Rizwan Century: ભારતમાં આવતા જ મોહમ્મદ રિઝવાને ધૂમ મચાવી, ન્યૂઝીલેન્ડ સામે ફટકારી સદી

New Zealand vs Pakistan, 3rd Warm-up game: હૈદરાબાદમાં રમાયેલી વોર્મ-અપ મેચમાં પાકિસ્તાનના વિકેટકીપર મોહમ્મદ રિઝવાને (Mohammad Rizwan) શાનદાર સદી ફટકારી હતી. તેને ન્યૂઝીલેન્ડ સામે બાબર સાથે સદીની પાર્ટનરશિપ પણ કરી હતી. તમને જણાવી દઈએ કે રિઝવાન પહેલી વખત ભારત આવ્યો છે અને તેને આવતાની સાથે જ સદી ફટકારી છે જે તેના માટે ખાસ છે. રિઝવાનનું ફોર્મ ખૂબ જ ખરાબ ચાલી રહ્યું હતું.

Mohammad Rizwan Century: ભારતમાં આવતા જ મોહમ્મદ રિઝવાને ધૂમ મચાવી, ન્યૂઝીલેન્ડ સામે ફટકારી સદી
Mohammad RizwanImage Credit source: Social Media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2023 | 9:49 PM

મોહમ્મદ રિઝવાને (Mohammad Rizwan) ભારતની ધરતી પર આવતાની સાથે જ ધૂમ મચાવી રહ્યો છે. પાકિસ્તાનના આ વિકેટકીપર બેટ્સમેને વર્લ્ડ કપની વોર્મ-અપ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. ન્યૂઝીલેન્ડ સામે રિઝવાને 92 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તમને જણાવી દઈએ કે રિઝવાન પહેલી વખત ભારત આવ્યો છે અને તેને આવતાની સાથે જ સદી ફટકારી છે જે તેના માટે ખાસ છે. રિઝવાનનું ફોર્મ ખૂબ જ ખરાબ ચાલી રહ્યું હતું. એશિયા કપમાં તે કંઈ ખાસ કમાલ કરી શક્યો ન હતો. આવામાં વર્લ્ડ કપ 2023ની શરૂઆત પહેલા પોતાના બેટથી સદી ફટકારવી તે તેના અને પાકિસ્તાની ટીમ માટે રાહતના સમાચાર છે.

રિઝવાન જ્યારે ક્રિઝ પર ઉતર્યો ત્યારે પાકિસ્તાન મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. ઇમાદ વસીમ અને અબ્દુલ્લા શફીક ઓછા રનમાં આઉટ થઈ ગયા હતા. પરંતુ આ પછી રિઝવાને કેપ્ટન બાબર આઝમ સાથે ઈનિંગ સંભાળી અને ત્રીજી વિકેટ માટે 114 રનની ભાગીદારી કરીને ન્યૂઝીલેન્ડને જડબાતોડ જવાબ આપ્યો. હંમેશાની જેમ રિઝવાને પહેલા સેટ થવામાં સમય લીધો અને પછી તેના સ્વીપ શોટ્સની મદદથી કિવી સ્પિનરોનો સામનો કર્યો હતો.

બાબર-રિઝવાને બતાવી પોતાની તાકાત

તમને જણાવી દઈએ કે બાબર અને રિઝવાને પાર્ટનરશિપના પહેલા પચાસ રન માત્ર 59 બોલમાં ઉમેર્યા હતા અને તેમની પાર્ટનરશિપ 97 બોલમાં 100 રનને આંકડાને પાર કરી ગઈ હતી. બાબરે પણ આ પાર્ટનરશિપમાં શાનદાર શોટ રમ્યા હતા. બાબરે 80 રનની શાનદાર ઈનિંગ રમી હતી. બાબર સદી ફટકારવામાં ચૂકી ગયો હતો પરંતુ રિઝવાને સદી ફટકારી હતી. રિઝવાન સદી ફટકાર્યા બાદ રિટાયર્ડ હર્ટ થયો હતો. તમને જણાવી દઈએ કે વોર્મ-અપ મેચમાં રિઝવાને અન્ય બેટ્સમેનોને તક આપવા માટે પોતાને રિટાયર જાહેર કર્યો હતો.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

પાકિસ્તાનને ટેન્શન

રિઝવાન અને બાબરે રાબેતા મુજબ રન બનાવ્યા છે પરંતુ પાકિસ્તાનનું સૌથી મોટું ટેન્શન હજુ પણ છે. પાકિસ્તાની ઓપનિંગ જોડી લાંબા સમયથી ચાલી રહી નથી. ફખર ઝમાન પણ સતત ફ્લોપ રહ્યો હતો તેથી અબ્દુલ્લા શફીકને અજમાવવામાં આવ્યો હતો પરંતુ તે પણ વોર્મ-અપ મેચમાં ફ્લોપ રહ્યો હતો. ઈમામ ઉલ હક પણ હંમેશાની જેમ ક્વોલિટી બોલિંગનો શિકાર થતો જોવા મળ્યો હતો. જો સ્થિતિ આવી જ રહી તો વર્લ્ડ કપ દરમિયાન બાબર અને રિઝવાન બંને પર વધુ દબાણ રહેશે, જે પાકિસ્તાન માટે સારા સમાચાર નથી.

આ પણ વાંચો: World Cup 2023 : અનુભવી સ્પિનર અશ્વિનના ટીમમાં સમાવેશ બાદ ભારતની વધી તાકાત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">