Asia Cup 2025 : એશિયા કપમાં ભારતની જીત સાથે શાનદાર શરૂઆત, રોમાંચક મેચમાં ચીનને હરાવ્યું
બિહારના રાજગીરમાં પહેલીવાર એશિયા કપ હોકીનું આયોજન થઈ રહ્યું છે અને ફેન્સમાં ઘણો ઉત્સાહ છે. આ ઉત્સાહ વચ્ચે ટુર્નામમેન્ટની શરૂઆત પણ શાનદાર રહી હતી. ભારત અને ચીન વચ્ચેની રોમાંચક મેચથી ચાહકોનો આ ઉત્સાહ વધુ વધ્યો. ભારતે ચીનને હરાવી વિજયી શરૂઆત કરી હતી.

દેશમાં ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ની ઉજવણી થઈ રહી છે ત્યારે ભારતીય હોકી ટીમ મેદાન પર જીત નોંધાવે તેનાથી સારું બીજું કંઈ હોઈ શકે નહીં. ભારતના મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મદિવસ નિમિત્તે 29 ઓગસ્ટના રોજ રમત દિવસ ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં, ભારતીય હોકી ટીમે એશિયા કપ 2025ના પોતાના પહેલા જ મેચમાં રોમાંચક વિજય નોંધાવ્યો. કેપ્ટન હરમનપ્રીત કૌરની હેટ્રિકની મદદથી, ભારતીય ટીમે પૂલ-Aના પોતાની પહેલી મેચમાં ચીનને 4-3થી હરાવ્યું.
એશિયા કપમાં ભારતની વિજયી શરૂઆત
એશિયા કપ 2025 શુક્રવાર, 29 ઓગસ્ટથી બિહારના રાજગીરમાં શરૂ થયો. આ પહેલીવાર છે જ્યારે આ ટુર્નામેન્ટ બિહારમાં આયોજિત થઈ રહી છે. આવી સ્થિતિમાં, આ ટુર્નામેન્ટને લઈને ઘણો ઉત્સાહ છે. પછી જે રીતે ટીમ ઈન્ડિયાનો પહેલો મેચ પૂર્ણ થયો, તેનાથી ચાહકો વધુ રોમાંચિત થયા. જોકે, ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય ટીમ માટે આ એક મુશ્કેલ મેચ સાબિત થઈ, અને જીત માટે સંઘર્ષ કરવો પડ્યો.
to begin!
India beat China in a closely contested match at the Hero Asia Cup, Rajgir, Bihar, 2025.
4-3 #HockeyIndia #IndiaKaGame #HumSeHaiHockey #HeroAsiaCupRajgir pic.twitter.com/tEJbdlBUTT
— Hockey India (@TheHockeyIndia) August 29, 2025
કેપ્ટન હરમનપ્રીતની હેટ્રિક
આ પૂલ-એ મેચમાં, પહેલો ગોલ ચીન દ્વારા કરવામાં આવ્યો હતો, જ્યારે ડુ શિહાઓએ મેચની 12મી મિનિટે પેનલ્ટી કોર્નર પર ખાતું ખોલ્યું અને ચીનને 1-0ની લીડ અપાવી. પરંતુ ચીનની આ લીડ લાંબા સમય સુધી ટકી ન શકી અને 18મી મિનિટે જુગરાજ સિંહે ભારતને 1-1ની ડ્રો પર પહોંચાડ્યું. આ પછી ભારતીય ટીમનો વારો આવ્યો અને અહીં કેપ્ટન હરમનપ્રીત સિંહે પોતાની વિસ્ફોટક ડ્રેગ ફ્લિકનો જાદુ બતાવ્યો. હરમનપ્રીતે 20મી અને 33મી મિનિટમાં પેનલ્ટી કોર્નર પર 2 ગોલ કર્યા અને સ્કોર 3-1 કર્યો.
ભારતે ચીનને 4-3થી હરાવ્યું
પરંતુ ચીને સરળતાથી હાર ન માની અને આગામી 2 ગોલ કરીને મેચ 3-3 ની બરાબરી પર લાવી દીધી. ત્રીજો ક્વાર્ટર 3-3 ની બરાબરી સાથે સમાપ્ત થયો અને હવે ભારતીય ટીમ પાસે જીતવા માટે ફક્ત છેલ્લો ક્વાર્ટર એટલે કે 15 મિનિટ બાકી હતી. પરંતુ ચોથો ક્વાર્ટર ગોલથી શરૂ થયો. કેપ્ટન હરમનપ્રીતે 47મી મિનિટે પેનલ્ટી કોર્નર પર ફરીથી ગોલ કરીને ટીમને 4-3 ની નિર્ણાયક લીડ અપાવી અને પોતાની હેટ્રિક પણ પૂર્ણ કરી.
આ પણ વાંચો: ધોનીનું બેટ 1.19 કરોડમાં વેચાયું, પણ આ ખેલાડીની કેપ પર લાગી સૌથી મોટી બોલી, કિંમત જાણી ચોંકી જશો
