Boxing World Championship: આકાશ કુમારને મળ્યો વોક ઓવર, સંજીત કુમાર પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં

|

Oct 30, 2021 | 9:52 AM

આકાશ સાંગવાન (67 કિગ્રા) એ જર્મન બોક્સર ડેનિયલ ક્રોટરને 4-1થી હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

Boxing World Championship: આકાશ કુમારને મળ્યો વોક ઓવર, સંજીત કુમાર પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં
Akash Kumar

Follow us on

ભારતીય બોક્સર આકાશ કુમાર (54 કિગ્રા) એ શુક્રવારે જર્મની તરફથી તેના પ્રતિસ્પર્ધી દ્વારા વોકઓવર આપ્યા બાદ AIBA મેન્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ (World Boxing Championship) ની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આકાશ (Akash Kumar) હવે છેલ્લા 16 તબક્કામાં પ્યુર્ટો રિકો ના પગાન સાલેબ ટિરાડો સામે ટકરાશે. ભારત માટે દિવસની શરૂઆત આકાશની મેચથી થવાની હતી.

ભારતીય હાઇ પર્ફોર્મન્સ ડાયરેક્ટર સેન્ટિયાગો નીવાએ કહ્યું, કે શુક્રવારે સવારે તેમનો પ્રતિસ્પર્ધી વજન કરાવવા માટે પણ આવ્યો ન હતો. કારણ કે તે બીમાર હતો. આવું જ કંઈક અમારી સાથે વરિન્દર સિંહના કિસ્સામાં થયું. વરિન્દરના કેસમાં અમે હારી ગયા હતા. પરંતુ આજે અમે આગલા રાઉન્ડમાં પહોંચી ગયા છીએ. તાવને કારણે વરિન્દરને 60 કિગ્રા વજન વર્ગમાં તેની સ્પર્ધામાંથી ખસી જવું પડ્યું હતું, જોકે કોવિડ-19 ટેસ્ટમાં તે નેગેટિવ આવ્યો હતો.

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

સાંગવાનનો સામનો કેવિન બ્રાઉન સામે થશે

ગઈકાલે રાત્રે, આકાશ સાંગવાન (67 કિગ્રા) એ જર્મન બોક્સર ડેનિયલ ક્રોટરને 4-1થી હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે 21 વર્ષીય ભારતીયનો મુકાબલો ક્યુબાના બોક્સર કેવિન બ્રાઉન સામે થશે. સાંજના સત્રમાં, એશિયન ચેમ્પિયન સંજીત (92 કિગ્રા)નો સામનો રશિયાના આંદ્રે સ્ટોત્સ્કી સાથે થશે, ત્યારબાદ નિશાંત દેવ (71 કિગ્રા) મોરેશિયસના મેરવેન ક્લેર સામે ટકરાશે. બંને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા ઇચ્છશે.

શનિવારે, પાંચ વખતના એશિયન મેડલ વિજેતા શિવ થાપા (63.5 કિગ્રા) સાથે અન્ય ત્રણ ભારતીયો પણ રિંગમાં પ્રવેશ કરશે. થાપા રાઉન્ડ 32માં સિએરા લિયોનના જોન બ્રાઉન સામે ટકરાશે. સુમિત (75 કિગ્રા) રાઉન્ડ 32માં તાજિકિસ્તાનના અબ્દુલિક બોલ્ટેવ સામે ટકરાશે જ્યારે સચિન (80 કિગ્રા) અમેરિકાના રોબી ગોન્સાલ્વિસ સામે ટકરાશે. ગોવિંદ સાહની (48 કિગ્રા) પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જ્યોર્જિયાના સાખિલ અલાખવરદોવી સામે ટકરાશે.

 

નિશાંત યાદવ બીજા રાઉન્ડમાં પહોંચી ગયો છે

આ ચેમ્પિયનશિપમાં પ્રથમ વખત પ્રવેશ કરી રહેલા નિશાંત દેવે 71 કિગ્રા વજન વર્ગના પ્રથમ રાઉન્ડની મેચમાં શાનદાર પ્રદર્શન કરીને બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. 48 કિગ્રા વજન વર્ગમાં, ગોવિંદ સહાનીએ ખરાબ શરૂઆતથી વાપસી કરી અને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. દેવે હંગેરીના લાસ્ઝલો કોઝાક સામે 5-0થી અદભૂત જીત નોંધાવી હતી. જ્યારે સાહનીએ ઇક્વાડોરના બિલી એરિયસ ઓરિટ્ઝને 3-2થી હરાવ્યો હતો. દેવ હવે મોરેશિયસના મર્વેન ક્લેર સામે ટકરાશે, જેને પ્રથમ રાઉન્ડમાં બાય મળ્યો હતો. સાહની હવે છેલ્લા 16માં જ્યોર્જિયાના સાખિલ અલાખવરદોવી સામે ટકરાશે જેને પ્રથમ રાઉન્ડમાં બાય મળ્યો હતો.

 

 

આ પણ વાંચોઃ T20 World Cup 2021: પેપર ગણિતનુ અને અભ્યાસ ઇંગ્લીશનો ! BCCI એ ટીમ ઇન્ડિયાનો વિડીયો શેર કરતા જ ચાહકો ભડક્યા

આ પણ વાંચોઃ ENG vs AUS, T20 World Cup 2021: આજે કોણ સેમિફાઇનલમાં સ્થાન નિશ્વિત કરશે ? ઇંગ્લેન્ડ કે ઓસ્ટ્રેલિયા, જાણો બંનેની સ્થિતી

Next Article