AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paris Olympics 2024 : બેઇજિંગ ઓલિમ્પિક ભારત માટે ઐતિહાસિક રહ્યું, અભિનવ બિન્દ્રાએ સુવર્ણ ઇતિહાસ રચ્યો હતો

2008માં ઓલિમ્પિક ચીનની રાજધાની બેઈજિંગમાં રમાઈ હતી. જેમાં ભારતના 57 ખેલાડીઓએ વિવિધ 12 રમતોમાં ભાગ લીધો હતો. ભારતે બોક્સિંગ, શૂટિંગ અને કુસ્તીમાં મેડલ જીત્યા હતા અને તે સમયે દેશ માટે સૌથી સફળ ઓલિમ્પિક સાબિત થયું હતું.

Paris Olympics 2024 : બેઇજિંગ ઓલિમ્પિક ભારત માટે ઐતિહાસિક રહ્યું, અભિનવ બિન્દ્રાએ સુવર્ણ ઇતિહાસ રચ્યો હતો
| Updated on: Jul 22, 2024 | 12:05 PM
Share

ભારતીય ખેલાડીઓએ 2016માં રિયો ઓલિમ્પિકમાં નિરાશાજનક પ્રદર્શન બાદ 2020ના ટોક્યો ઓલિમ્પિકમાં 7 મેડલ જીતી ઈતિહાસ રચ્યો હતો. આ ભારત માટે અત્યારસુધીની સૌથી સફળ ઓલિમ્પિક છે. હવે ભારતના 112 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિક 2024માં મેડલ માટે રમશે. દેશને આશા છે કે, 26 જૂલાઈથી શરુ થનારી આ ઈવેન્ટમાં ભારતીય ખેલાડીઓ એક નવો કીર્તિમાન રચશે. જેમાં પહેલા 2008માં બેઈજિંગ ઓલિમ્પિક વિશે જાણીએ, જે ભારત માટે ઐતિહાસિક હતુ.

ભારત માટે ઐતિહાસિક રહ્યું,બેઇજિંગ ઓલિમ્પિક

બેઈજિંગ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનું ઐતિહાસિક પ્રદર્શન રહ્યું હતુ.1900માં શરુ થયેલા ઓલિમ્પિક ઈવેન્ટમાં 2008માં બેઈજિંગ ઓલિમ્પિક ભારત માટે સફળ રહ્યું હતુ. જેમાં પહેલી વખત કોઈ ભારતીય એથ્લેટે વ્યક્તિગત રમતમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પહેલા 2004 એથેન્સ ઓલિમ્પિકમાં રાજ્યવર્ધન સિંહ રાઠૌર અને 1900 પેરિસ ઓલિમ્પિકમાં નોર્મન પ્રિચર્ડે વ્યક્તિગત ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ સિવાય સુશીલ કુમારે 1952ના હેલસિંકી ઓલિમ્પિક બાદ પહેલી વખત રેસલિંગમાં કોઈ મેડલ જીત્યો હતો. તેમણે 56 વર્ષ બાદ રેસલિંગમાં મેડલ જીત્યો હતો.

ઈતિહાસ સૌથી સફળ મેડલ જીતવાનો રેકોર્ડ

તો વિજેન્દર સિંહ બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીતી ઈતિહાસ રચી દીધો હતો. ભારતનો પહલો એથલેટ હતો. જેમણે બોક્સિંગમાં મેડલ જીત્યો હતો. આટલું જ નહિ ભારતે 1 ગોલ્ડ અને 2 બ્રોન્ઝ મેડલ સાથે ઓલિમ્પિક ઈતિહાસ સૌથી સફળ મેડલ જીતવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. આ પહેલા 1900 અને 1952માં ભારતે 2-2 મેડલ જીત્યા હતા. 2012ના લંડન ઓલિમ્પિકમાં આ રેકોર્ડ પણ તુટી ગયો, જેમાં ભારતીય એથલેટે 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 6 મેડલ જીત્યા હતા.

અભિનવ બિંદ્રા હિરો રહ્યો

બેઈજિંગ ઓલિમ્પિકમાં અભિનવ બિંદ્રાનું નામ ચમક્યું હતુ. જેમાં ભારતનો હિરો બન્યો હતો. તેમણે આ ઓલિમ્પિકમાં ભારત તરફથી મેડલનું ખાતું ખોલ્યું હતુ. 10 મીટર એર રાઈફલમાં ગોલ્ડ મેડલ જીતી દેશનો હિરો બન્યો હતો. 28 વર્ષ બાદ ભારતે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પહેલા ભારતીય હોકી ટીમે 1980માં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

બિંદ્રા આ પહેલા કોમનવેલ્થમાં 2 ગોલ્ડ મેડલ જીતી ચૂક્યો હતો, પરંતુ બેઈજિંગ ઓલિમ્પિકની ફાઈનલમાં તેમણે મુશ્કેલીથી એન્ટ્રી મેળવી હતી. ફાઈનલમાં પહોંચતાં તેમણે સ્પીડ પકડી હતી. ફાઈનલમાં અભિનવ બિંદ્રાએ 2004ના ગોલ્ડ મેડલિસ્ટના ફાઈનલના સ્કોરને પણ પાર કર્યો હતો.

મેડલની નજીક પહોંચ્યા હતા આ ખેલાડીઓ

અભિનવ બિંદ્રા,સુશીલ કુમાર અને વિજેન્દ્ર સિંહ આ ત્રણેય એથલીટ બેઈજિંગ ઓલિમ્પિકમાં મેડલ નજીક પહોંચ્યા હતા પરંતુ મેડલ જીતી શક્યા ન હતા. ભારતની આર્ચરી ટીમમાં સામેલ ડોલા બેનર્જી,બો્બાયલા દેવી અને પ્રણિતા વર્ધનેનીએ ક્વાર્ટરફાઈનલ સુધી ગઈ હતી પરંતુ સેમીફાઈનલમાં સ્થાન બનાવી શકી ન હતી. આ સિવાય ભારતીય એથલીટ ગીતા મંજીતા કૌર,સીની જોસ, ચિત્રા સોમન અને મનદીપ કૌર 400 મીટર અને રિલે રેસની સેમિફાઈનલમાં ક્વોલિફાય કરી શકી ન હતી.

બેઈજિંગ ઓલિમ્પિકમાં ક્વાર્ટર ફાઈનલ અનેક ખેલાડીઓ માટે ખરાબ રહ્યું હતુ. ભારતની બેડમિન્ટન સ્ટાર સાયના ખેલાડી સાયના નહેવાલ ક્વાર્ટર ફાઈનલ સુધી શાનદાર પ્રદર્શન કર્યું હતુ. ક્વાર્ટર ફાઈનલમાં તેમણે સારી શરુઆત કરી હતી. આ સિવાય ઈન્ડોનેશિયાની મારિયા સામે હારી ગઈ હતી. તેના સિવાય બોક્સર જિતેન્દ્ર કુમાર અને અખિલ કુમાર, શૂટર ગગન નારંગ અને ટેનિસ જોડી મહેશ ભૂપતિ અને લિએન્ડર પેસ પણ ક્વાર્ટર ફાઈનલમાં હારી ગયા હતા.

હોકી માટે સૌથી ખરાબ ઓલિમ્પિક

ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમનો દબદબો રહ્યો છે. ભારત માટે ઓલિમ્પિકમાં સૌથી વધુ મેડલ હોકી ટીમે જીત્યા છે. ભારતીય હોકી ટીમે અત્યારસુધી 8 ગોલ્ડ મેડલ સાથે કુલ 12 મેડલ જીત્યા છે, પરંતુ બેઈજિંગ ઓલિમ્પિક ટીમ સૌથી ખરાબ સાબિત થયું. 80 વર્ષમાં પહેલી વખત ભારતીય ટીમ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી શકી ન હતી.

આ સિવાય વેટલિફ્ટિંગમાં પણ ભારતને ઝટકો લાગ્યો હતો. વેટલિફ્ટિંગ સંઘે 2006ના કોમનવેલ્થ ગેમ્સ બાદ ભારતીય વેટલિફ્ટર મોનિકા દેવી પર ડોપિંગનો ચાર્જ લગાવી 2 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો. આ કારણે તે ઓલિમ્પિકનો ભાગ બની શકી ન હતી. 9 ઓગસ્ટ 2008ના આ કેસ મામલે તેને ક્લીન ચીટ મળી પરંતુ ત્યાં સુધી વેટલિફ્ટિંગની ઈવેન્ટ રમાઈ ચૂકી હતી.

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">