National Games 2022માં આજે કબડ્ડીમાં ગુજરાતની પૂરુષ ટીમ અને મહિલા ટીમ ફરી મેદાનમાં ઉતરશે, જુઓ શેડ્યુલ

ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સ 2022નો માહોલ જામી રહ્યો છે. કબડ્ડીની રમત 26 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી રમાશે અને નેટબોલની રમત 26 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી રમાશે.

National Games 2022માં આજે કબડ્ડીમાં ગુજરાતની પૂરુષ ટીમ અને મહિલા ટીમ ફરી મેદાનમાં ઉતરશે, જુઓ શેડ્યુલ
National Games 2022માં આજે કબડ્ડીમાં ગુજરાતની પુરૂષ ટીમ અને મહિલા ટીમ ફરી મેદાનમાં ઉતરશેImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2022 | 9:58 AM

National Games 2022 : કબડ્ડી (Kabaddi)ની રમત અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે રમાઇ રહી છે તો નેટબોલનું આયોજન ભાવનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. કબડ્ડીની રમત 26 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી રમાશે અને નેટબોલની રમત 26 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી રમાશે. કબડ્ડી  (Kabaddi) અને નેટબોલ બંને રમતમાં ગુજરાતની ટીમો સામેલ છે. બંને રમતોમાં મહિલા અને પૂરૂષ ટીમો ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. આજે કબડ્ડીમાં પ્રથમ મેચ બપોરે 5 કલાકે પૂરુષ વિભાગમાં ગોવા અને ઉત્તર પ્રદેશ ટક્કરાશે. ત્યારબાદ મહિલા વર્ગમાં મહારાષ્ટ્ર (Maharashtra)અને ગુજરાત ત્યારબાદ ગ્રુપ A અને Bની મહિલા અને પૂરુષો વિભાગની ટીમની મેચ રમાશે. ગુજરાતની પૂરુષ ટીમ હરિયાણા સાથે ટક્કરાશે ,

પ્રથમ દિવસે ગુજરાતની ટીમનો શાનદાર વિજય

અમદાવાદમાં ટ્રાન્સસ્ટેડિયા ખાતે કબડ્ડી મેચની શરૂઆત કરવામાં આવી છે. પ્રથમ દિવસે પુરુષની ત્રણ મેચ અને મહિલાની ત્રણ મેચ રમાઈ હતી. જ્યારે પ્રથમ મેચ ગોવા અને ગુજરાત રાજ્યો વચ્ચે રમાઈ હતી. જેમાં ગુજરાતની ટીમનો શાનદાર વિજય થયો છે. ટ્રાન્સસ્ટેડિયામાં કબડ્ડીની તમામ મેચ રમાવાની છે, ત્યારે પૂરુષ અને મહિલા એમ બંનેની જુદા જુદા રાજ્યોની 6 ટિમો રમી રહી છે. ત્યારે પ્રેક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્ટેડિયમમાં કોઈ પણ પ્રકારનો બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

કબડ્ડીમાં મહિલા ટીમની હાર

કબડ્ડીમાં ગ્રુપ સ્ટેજની મેચોના પ્રથમ દિવસે ગુજરાતની પૂરૂષ ટીમે શાનદાર શરૂઆત કરી હતી. ગુજરાતે ગોવાની ટીમને 56-27થી માત આપી હતી. ગુજરાતનો બંને હાફમાં શાનદાર પ્રદર્શન રહ્યું હતું. પ્રથમ હાફમાં ગુજરાતે 24-15 પોઈન્ટ સ્કોર કર્યા હતા તો બીજા હાફમાં 32-12 પોઇન્ટ સ્કોર કર્યા હતા. જ્યારે મહિલા ટીમની બિહાર સામે હાર થઇ હતી. મહિલા કબડ્ડી ટીમની બિહાર સામે 15-38થી હાર થઈ હતી. ગુજરાતની ટીમનો પ્રથમ હાફ સ્કોર 9-12 તો બીજા હાફનો સ્કોર 6-26 રહ્યો હતો.

કબડ્ડીમાં ગુજરાતની પૂરૂષ ટીમ ગ્રુપ B માં ગોવા, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સાથે સામેલ છે, જ્યારે ગુજરાતની મહિલા ટીમનો સમાવેશ ગ્રુપ Aમાં બિહાર, હિમાચલ પ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે કરવામાં આવ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">