National Games 2022માં આજે કબડ્ડીમાં ગુજરાતની પુરૂષ ટીમની જીત તો મહિલા ટીમની હાર, નેટબોલમાં પુરૂષ અને મહિલા ટીમની હાર
કબડ્ડીમાં ગુજરાતની પુરૂષ ટીમે ગોવાને 56-27થી માત આપી હતી, તો મહિલા ટીમની બિહાર સામે 15-38 થી હાર થઇ હતી. નેટબોલમાં પુરૂષ ટીમની હરિયાણા સામે 47-60 થી તો મહિલા ટીમની પંજાબ સામે 46-52 થી હાર થઇ હતી.
ગુજરાત ખાતે આયોજિત નેશનલ ગેમ્સ 2022 (National Games 2022)માં એક દિવસના વિરામ બાદ આજે કબડ્ડી અને નેટબોલ રમતની શરૂઆત થઈ હતી. કબડ્ડીની રમત અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે રમાઇ રહી છે તો નેટબોલનું આયોજન ભાવનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. કબડ્ડીની રમત 26 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી રમાશે અને નેટબોલની રમત 26 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી રમાશે. કબડ્ડી અને નેટબોલ બંને રમતમાં ગુજરાતની ટીમો સામેલ છે. બંને રમતોમાં મહિલા અને પુરૂષ ટીમો ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. કબડ્ડીમાં ગુજરાતની પુરૂષ ટીમ ગ્રુપ B માં ગોવા, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સાથે સામેલ છે, જ્યારે ગુજરાતની મહિલા ટીમનો સમાવેશ ગ્રુપ Aમાં બિહાર, હિમાચલ પ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે કરવામાં આવ્યો છે.
કબડ્ડીમાં પુરૂષ ટીમની જીત, મહિલા ટીમની હાર
આજે કબડ્ડીમાં ગ્રુપ સ્ટેજની મેચોના પ્રથમ દિવસે ગુજરાતની પુરૂષ ટીમે શાનદાર શરૂઆત કરી હતી. ગુજરાતે ગોવાની ટીમને 56-27થી માત આપી હતી. ગુજરાતનો બંને હાફમાં શાનદાર પ્રદર્શન રહ્યું હતું. પ્રથમ હાફમાં ગુજરાતે 24-15 પોઈન્ટ સ્કોર કર્યા હતા તો બીજા હાફમાં 32-12 પોઇન્ટ સ્કોર કર્યા હતા. જ્યારે મહિલા ટીમની બિહાર સામે હાર થઇ હતી. મહિલા કબડ્ડી ટીમની બિહાર સામે 15-38થી હાર થઈ હતી. ગુજરાતની ટીમનો પ્રથમ હાફ સ્કોર 9-12 તો બીજા હાફનો સ્કોર 6-26 રહ્યો હતો.
Glimpses from the Women’s Kabaddi match between #Gujarat and #Bihar at the #36thNationalGames
Will the hosts start on a winning note? Stay tuned..#UnityThroughSports #JudegaIndiaJitegaIndia #NationalGamesGujarat @CMOGuj @Media_SAI @sagofficialpage @kheloindia pic.twitter.com/gAD3mVjH89
— National Games Gujarat (@Nat_Games_Guj) September 26, 2022
નેટબોલમાં પુરૂષ અને મહિલા ટીમની હાર
નેટબોલમાં પુરૂષ વર્ગમાં ગુજરાતની ટીમનો સમાવેશ પુલ Aમાં હરિયાણા, પંજાબ અને મધ્ય પ્રદેશ સાથે કરવામાં આવ્યો છે. પુરૂષ વર્ગમાં આજે હરિયાણાની ટીમે ગુજરાતને 60-47ના સ્કોરથી માત આપી હતી. હરિયાણાએ ગુજરાતને 13-11, 13-13, 17-6, 17-17થી હરાવ્યું હતું. ગુજરાત એક પણ ક્વાર્ટરમાં હરિયાણાથી વધુ પોઈન્ટ સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યું હતું. નેટબોલમાં મહિલા વર્ગમાં ગુજરાતની ટીમનો સમાવેશ પુલ Bમાં દિલ્હી, કર્ણાટક અને પંજાબ સાથે કરવામાં આવ્યો છે. મહિલા ટીમની પંજાબ સામે 46-52થી હાર થઇ હતી. પંજાબે ગુજરાતને 16-14, 15-10, 9-12, 12-10 થી માત આપી હતી.
Glimpses from Gujarat vs Haryana Netballl match at the #36thNationalGames in Bhavnagar.#NationalGamesGujarat #NationalGames #UnityThroughSports #JudegaIndiaJitegaIndia @CMOGuj @Media_SAI @sagofficialpage @kheloindia pic.twitter.com/c2OjkC3vcF
— National Games Gujarat (@Nat_Games_Guj) September 26, 2022