આ વર્ષે ટ્વીટર પર વિરાટ કોહલી અને ગીતા ફોગટ રહ્યા છવાયેલા, હેશટેગના મામલામાં આઇપીએલ નંબર વન

આ વર્ષે ટ્વીટર પર વિરાટ કોહલી અને ગીતા ફોગટ રહ્યા છવાયેલા, હેશટેગના મામલામાં આઇપીએલ નંબર વન

 

ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી 2020 માં સોશિયલ નેટવર્કીંગ સાઇટ ટ્વીટર પર સૌથી વધુ છવાયેલા રહ્યા હતા. જ્યારે દંગલ ગર્લ તરીકે મશહૂર પહેલવાન ગીતા ફોગટે બેડમિન્ટન સ્ટાર પીવી સિંધૂને પાછળ છોડી દીધી છે. આ વર્ષે કોરોનાને લઇને લોકડાઉન લાગેલુ હતુ. આ દરમ્યાન ટ્વીટરના માધ્યમ થી ખેલાડીઓ અને પ્રશંસકો એકબીજા થી જોડાયેલા રહ્યા હતા.


ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પણ ગત 15 ઓગષ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ થી નિવૃત્તી જાહેર કરી હતી. જેને લઇ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્રિકેટમાં ધોનીના યોગદાનને લઇને સરાહના કરતો પત્ર લખ્યો હતો. ધોનીએ આ પત્રનો જવાબ આપ્યો હતો. જે આ વર્ષે ભારતીય રમતોમાં ટ્વીટર પર સર્વાધિક રી-ટ્વીટ કરાયેલ ટ્વીટ હતી. ચાલુ વર્ષ દરમ્યાન વિરાટ કહોલીએ ટ્વીટર પર પોતાની પત્નિ અનુષ્કા શર્મા સાથે એક ફોટો શેર કર્યો હતો. આ ફોટો તેમના ઘરે આવનારા નવા મહેમાનને લઇને જાણકારી આપતો હતો. આ ફોટો ટ્વીટર પર કરાયેલી સર્વાધિક પસંદ કરાયેલ પોષ્ટ હતી.

રમતમાં સર્વાધિક હેશટેગના મામલામાં આઇપીએલ 2020 નંબર એક ના સ્થાન પર રહ્યુ છે. ધોનીની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ આઇપીએલ 2020માં સૌથી વધુ ટ્વીટ કરવા વાળી ટીમ રહી હતી. વ્હીસલપોડુ હેશટેગ આ વર્ષે ટ્વીટર પર સૌથી વધારે ટ્વીટ કરવાના મામલામાં બાજી સ્થાન પર છે. જ્યારે ટીમ ઇન્ડીયા હેશટેગ ત્રીજા નંબર પર રહ્યુ છે. ટ્વીટવર પર સૌથી વધુ ચર્ચામાં રહેલા ખેલાડીઓમા વિરાટ કોહલી પ્રથમ, એમએસ ધોની બીજા નંબરે અને રોહિત શર્મા ત્રીજા નંબરે રહ્યો છે. મહિલા ખેલાડીઓમાં દંગલ ગર્લ તરીકે ઓળખાતી ગીતા ફોગટ પણ ટ્વીટર પર છવાયેલી રહી છે. તે પ્રથમ સ્થાને, બેડમિંટન સ્ટાર પીવી સિંધૂ બીજા અને સાયના નેહવાલ ત્રીજા સ્થાન રહ્યા હતા. જોકે સિંધૂએ આ વર્ષે રિટાયર શબ્દનો ઉપયોગ કરીને સૌથી વધારે સનસની ફેલાવી દીધી હતી.

ભારતમાં ક્રિકેટ સૌથી વધારે પસંદ કરાયેલ રમત છે. ક્રિકેટ ઉપરાંત આ વર્ષએ ટ્વીટર પર ફુટબોલ ને લગતા પણ વધારે ટ્વીટ થયા છે. ત્યાર પછી બાસ્કેટબોલ અને એફ-1 રેસીગ ક્રમશઃ સ્થાને રહ્યા હતા. ભારતમાં વૈશ્વિક ખેલાડીઓના વિશે ટ્વીટ કરવાના મામલામાં, ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પ્રથમ સ્થાન પર રહ્યો છે. ઓસ્ટ્રેલીયાના ડેવિડ વોર્નર બીજા અને દક્ષિણ આફ્રિકાના એબી ડિવીલીયર્સ ત્રીજા સ્થાન રહ્યા હતા. ભારતીયોએ વૈશ્વિક ટીમોમાં માંન્ચેસ્ટર યૂનાઇટેડ ટીમ પર સૌથી વધુ ટ્વીટ કરાયા છે. આ સૂચીમાં એફસી બાર્સિલોના બીજા અને આર્સેનલ ત્રીજા સ્થાને છે.

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati