હવે પૃથ્વી શો સાથે શાસ્ત્રી પણ સોશિયલ મિડીયા પર ઝપાટે ચડ્યા, ત્રિ-અવતારીય દર્શનની લેવાઇ રહી છે મજા

  • Updated On - 2:49 pm, Sat, 16 January 21 Edited By: Bipin Prajapati
હવે પૃથ્વી શો સાથે શાસ્ત્રી પણ સોશિયલ મિડીયા પર ઝપાટે ચડ્યા, ત્રિ-અવતારીય દર્શનની લેવાઇ રહી છે મજા

ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ અગાઉ એકવાર કહ્યુ હતુ કે તેનામાં થોડો સચિન, થોડો સહેવાગ અને લારા પણ છે. આ વાત પૃથ્વી શોના સંદર્ભમાં કરી હતી. ટીમ ઇન્ડીયના ઓપનર પૃથ્વી એ વર્ષ 2018માં ટેસ્ટ ડેબ્યુ કર્યુ હતુ. ડેબ્યુ મેચમાં જ તેણે શતક લગાવીને વખાણ મેળવ્યા હતા, આ પહેલા શો રણજી અને દિલીપ ટ્રોફીમા ડેબ્યુ મેચમાં શદી ફટકારી ચુક્યો છે. તેના પહેલા આવુ કારનામુ સચિન જ કરી શક્યો છે. રવિ શાસ્ત્રીએ કરલા તેમના અગાઉના આ વખાણને લઇને હવે સોશિયલ મિડીયા પર પ્રશંસકો મજા લઇ રહ્યા છે. લોકો એટલી હદે કહી રહ્યા છે, કે સચિન, સહેવાગ અને લારા ને સ્ટાર્કના એક જ બોલે ક્લીન બોલ્ડ કર્યો.

નવેમ્બર 2013માં હેરિસ શીલ્ડ ની એક મેચમાં 546 રન કર્યા હતા. 1901 બાદ કોઇ પણ ઓર્ગેનાઇઝ ક્રિકેટનો મોટો સ્કોર છે. આ જ ખેલાડી ઓસ્ટ્રેલીયા સીરીઝમાં નિષ્ફળ રહ્યો છે. પ્રથમ ટેસ્ટની પહેલી ઇનીંગમાં શૂન્ય અને બીજી ઇનીંગમાં 4 રન બનાવી તે આઉટ થયો હતો. બંને ઇનીંગની મળીને તે માત્ર 6 બોલ રમી શક્યો હતો. મહત્વની ટેસ્ટમાં જ તેની નિષ્ફળતા હવે ચર્ચા બની ગઇ છે. હેડ કોચ રવિ શાસ્ત્રીને તેનામાં સચિન, સહેવાગ અને લારા જોવા મળતા હોવાનુ અગાઉ કહ્યુ હતુ. આ ત્રણેય ખેલાડીઓની શરુઆતી ટેસ્ટ કેરીયરની પણ તુલના પણ હવે પૃથ્વી શો સાથે થવા લાગી છે. જોકે હાલ તો રવિ શાસ્ત્રી અને પૃથ્વી શો બંને પ્રશંસકોના નિશાના પર લાગ્યા છે. સોશિયલ મિડીયા પર તેમના ત્રણેય અવતાર દર્શનની મજા લેવાઇ રહી છે.

 

https://twitter.com/Itis_Mr_S/status/1339436603605803008?s=20

https://twitter.com/VickyShepherd08/status/1339432782389366785?s=20

https://twitter.com/shoronjeet16/status/1339439375482961920?s=20

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati