Neeraj Chopra, Doha Diamond League: નીરજની નજર 90 મીટર પર, ભારતીય સ્ટાર કમાલ કરવા માટે ફરી એકવાર તૈયાર
Neeraj Chopra, Doha Diamond League: દોહામાં ઉતરતા જ ભારતીય સ્ટાર ખેલાડી નીરજ ચોપડા પોતાની આ સિઝનની શરુઆત કરવા માટે તૈયાર છે. દોહામાં કમાલ કરતા 90ના માર્ક પર પહોંચવાનો ઈરાદો રાખશે.
દોહામાં ડાયમંડ લીગની શરુઆત થઈ છે. શુક્રવારથી શરુ થતા અભિયાનમાં ભારતીય બરછી ફેંક સ્ટાર ખેલાડી નીરજ ચોપરા પણ પોતાનો દમ દેખાડશે. નીરજની નજર હવે 90 મીટર પર છે અને તે હવે કમાલ કરવા સાથે ઈતિહાસ રચવાની તૈયારીઓ કરી રહ્યો છે. જેની શરુઆત તે દોહાથી કરી શકે છે. નીરજ ચોપરા ડાયમંડ લીગ ચેમ્પિયનના રુપમાં મેદાને ઉતરશે અને આ સાથે જ તે પોતાની નવી સિઝનની શરુઆત કરવા જઈ રહ્યો છે. નીરજ સામે 2 મોટા પડકાર છે અને જેને તે પાર પાડશે.
નીરજ ચોપડાએ વર્લ્ડ ચેમ્પિયન એન્ડરસન પીટર્સ અને ટોક્યો ઓલિમ્પિકના સિલ્વર મેડલિસ્ટ યાકુબ વાલેચનો પડકાર પાર કરવાનો છે. આ બંને સામેના પડકાર પાર કરીને નીરજ કમાલ કરવા તરફ આગળ વધશે. કારણ કે નીરજની નજર હવે 90 મીટર પર છે અને તે સતત તેની તૈયારીઓ કરી રહ્યો છે. હાલમાં નીરજનુ શ્રેષ્ઠ પ્રદર્શન 89.94 મીટર છે.
દોહામાં અગાઉ ચોથા સ્થાને રહ્યો હતો
આ પહેલા નીરજ ચોપરા 2018માં દોહામાં ઉતર્યો હતો. આ દરમિયાન નીરજે 87.43 મીટરનો સ્કોર નોંધાવ્યો હતો. આ દરમિયાન નીરજ ચોથા સ્થાને રહી જવા પામ્યો હતો. જોકે બાદમાં નીરજ હવે બરછી ફેકવામાં હવે સ્ટાર ખેલાડી છે. અગાઉ ગત વર્ષે ફિટનેસને લઈ દોહામાં યોજાયેલ લીગમાં હિસ્સો લઈ શક્યો નહોતો. પરંતુ ફિટ થયા બાદ તે જ્યૂરીચમાં ઉતરતા ફાઈનલ જીતીને ઈતિહાસ રચી ચુક્યો હતો. નીરજ ડાયમંડ લીગમાં પ્રથમ ભારતીય ખેલાડી હતો કે જે ટાઈટલ જીતી શક્યો હોય.
હવે નીરજની નજર કમાલ કરવા પર છે અને તે 90 મીટર માટે આકરી તૈયારીઓ કરી ચુક્યો છે. આમ હવે તે 90 મીટરના માર્ક પર પહોંચવા માટે તૈયારીઓ કરી ચુક્યો છે. નીરજ પહેલાથી જ કહી ચુક્યો છે કે, દોહામાં તે સિઝનની પ્રથમ કોમ્પિટીશન રમી રહ્યો છે અને જ્યાં તેને ટક્કર આકરી મળનારી છે. જોકે તે કહી ચૂક્યો છે કે, દોહા 90 મીટર માટે ખૂબ જ જાણીતુ છે અને તે 6 સેન્ટીમીટરના અંતરને પૂરુ કરવા માટે ઈરાદો રાખે છે, એટલે કે 90 મીટરના નિશાનને નજર રાખી રહ્યો છે.
“Doha is famous for 90m throws…”@neeraj_chopra1 is eyeing a new personal best at #DohaDL on Friday.#DiamondLeague pic.twitter.com/8QtNM18RY8
— Wanda Diamond League (@Diamond_League) May 4, 2023
કયા હશે પડકાર
- એન્ડરસન પીટર્સ – વર્લ્ડ ચેમ્પિયન
- જેકબ વોલાચ – ઓલિમ્પિક સિલ્વર મેડલિસ્ટ
- જુલિયન વેબર – યુરોપિયન ચેમ્પિયન
- કેશોર્ન વોલકોટ – ઓલિમ્પિક ચેમ્પિયન
- જુલિયસ યેગો – ઓલિમ્પિક સિલ્વર મેડલિસ્ટ
આ પણ વાંચોઃ IPL માં ઉપયોગમાં લેવાતા ‘વ્હાઈટ બોલ’ ની કિંમત કેટલી હશે? કેવા અને કેટલા વજનના બોલનો થાય છે ઉપયોગ, જાણો
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…