AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MI vs CSK: મેચ દરમિયાન ધોની બ્રાવો પર ગુસ્સે થયો, જુઓ વીડિયો

ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચમાં CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ગુસ્સામાં આવી ગયા હતા. ધોનીની નારાજગીનું કારણ મેચ દરમિયાન એક કેચ ગુમાવવોનો હતો.

MI vs CSK: મેચ દરમિયાન ધોની બ્રાવો પર ગુસ્સે થયો, જુઓ વીડિયો
MS Dhoni
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2021 | 1:40 PM
Share

MI vs CSK: ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League) 2021ના ​​બીજા તબક્કાની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. મેચ દરમિયાન દર્શકોને મેદાનમાં ભાગ્યે જ જોવા મળે છે.

CSKના કેપ્ટન એમએસ ધોની કેપ્ટન કૂલ તરીકે લોકપ્રિય છે. પરંતુ આ મેચમાં તે ગુસ્સામાં દેખાયો. માહીના ગુસ્સાનું કારણ બ્રાવો હતું. હકીકતમાં, બ્રાવો (Darren Bravo)એ મેચ દરમિયાન મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians)ના ખેલાડી સૌરભ તિવારીનો કેચ છોડ્યો હતો. જે બાદ ધોનીએ બંને હાથ ફેલાવીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

બ્રાવો નજર પણ મેળવી શકતો નોહતો

મુંબઈના બેટ્સમેન (Batsman) સૌરભ તિવારીનો કેચ બ્રાવોએ છોડી દીધો, ધોનીએ તેના બંને હાથ ફેલાવ્યા અને તેને ઈશારામાં પૂછ્યું, તેણે શું કર્યું? આ દરમિયાન માહી ગુસ્સામાં હતો. પોતાના કેપ્ટનને ગુસ્સામાં જોઈને, બ્રાવો તેની આંખો મેળવી શક્યો નહીં.

18 મી ઓવરમાં કેચ ચૂકી ગયો હતો

આ ઘટના મુંબઈની ઇનિંગની 18 મી ઓવરની છે. ત્યાં સુધીમાં મુંબઈએ 6 વિકેટે 115 રન બનાવ્યા હતા. દીપક ચાહર મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગની 18 મી ઓવર ફેંકી રહ્યો હતો. મનોજ તિવારીએ તેની ઓવરના ચોથા બોલ પર સ્કૂપ કરવાનો પ્રયાસ કર્યો. બાઉન્ડ્રની બહાર જવાને બદલે, બોલ હવામાં ઉછર્યો હતો. કેચ સર્કલના 30 ગજની અંદર હતો. બોલ ધોની અને બ્રાવો (Darren Bravo)ની નજીક હતો.

માહીએ કોલ કરી કેચ લેવા દોડે છે. આ દરમિયાન, બ્રાવો ધોનીનો કોલ સાંભળી શક્યો નહીં અને તે પણ કેચ પકડવા દોડી ગયો. બ્રાવો (Darren Bravo) અચાનક ધોનીની સામે આવી ગયો, જેના કારણે સૌરભ તિવારીનો કેચ છુટી ગયો. ચેન્નાઇની ટીમે 6 વિકેટ ગુમાવીને મુંબઇને 157 રન પડકાર આપ્યો હતો. જેને પાર પાડવામાં મુંબઇની ટીમ નિષ્ફળ રહી હતી. આમ ધોની (MS Dhoni) ની ટીમે સિઝનમાં છઠ્ઠી જીત મેળવી હતી.

રોહિત શર્મા (Rohit Sharma) ફીટ નહી હોવાને લઇને મેદાનમાં ઉતર્યો નહોતો. તેના બદલે કિયરોન પોલાર્ડ ટીમની આગેવાની સંભાળી રહ્યો છે. તેની ખોટ આજે સાલતી હોય એમ લાગી રહ્યુ હતુ. ઓપનીગમાં તેના સ્થાને અણમોલપ્રિતને ઉતાર્યો હતો. તિવારીને બાદ કરતા મધ્યમક્રમ પણ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. ચેન્નાઇને તેના ઓપનર ગાયકવાડ (Ruturaj Gaikwad) ની રમતે મુશ્કેલ સ્થિતીમાં જીત લખી આપી હતી. મુંબઇની ટીમે જવાબમાં સૌરભ તિવારી (Saurabh Tiwary) ના અર્ધશતક વડે 136 રન 8 વિકેટે કર્યા હતા. આમ 20 રને હાર થઇ હતી.

આ પણ વાંચો : Speed Testing : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર 170 કિમીની ઝડપે દોડી નીતિન ગડકરીની કાર: જુઓ video

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
g clip-path="url(#clip0_868_265)">