AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Speed Testing : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર 170 કિમીની ઝડપે દોડી નીતિન ગડકરીની કાર: જુઓ video

દિલ્હીથી શરૂ કર્યા પછી, 8 લેનનો એક્સપ્રેસ વે તેના અંતિમ મુકામ મુંબઈ પહોંચતા પહેલા હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી પસાર થશે.ગડકરી (Nitin Gadkari)કાર્નિવલ કારમાં એક્સપ્રેસ વેના ખાલી પટ્ટાનું નિરીક્ષણ કરતા જોવા મળ્યા હતા

Speed Testing : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર 170 કિમીની ઝડપે દોડી નીતિન ગડકરીની કાર: જુઓ video
delhi mumbai expressway speed test by union road transport minister nitin gadkari on youtube video
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2021 | 12:00 PM
Share

Speed Testing:કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી (Minister of Road Transport and Highways of India)નીતિન ગડકરી (Nitin Gadkari)એ તાજેતરમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેની પ્રગતિની તપાસ કરી હતી, જે ચાર રાજ્યોમાંથી પસાર થશે. દિલ્હીથી શરૂ કરીને, 8-લેનનો એક્સપ્રેસ વે તેના અંતિમ મુકામ મુંબઈ (Mumbai)પહોંચતા પહેલા હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી પસાર થશે. તે માર્ચ 2023 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. કેન્દ્રના ભારતમાલા પ્રોજેક્ટના પ્રથમ તબક્કાના ભાગરૂપે એક્સપ્રેસ વે (Expressway) બનાવવામાં આવી રહ્યો છે.

આ વીડિયો 16 સપ્ટેમ્બરના રોજ યુટ્યુબ પર 90 સેકન્ડનો વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો, જેમાં ગડકરી (Nitin Gadkari)કાર્નિવલ કારમાં એક્સપ્રેસ વેના ખાલી પટ્ટાનું નિરીક્ષણ કરતા જોવા મળ્યા હતા અને આગળની સીટ પર બેઠા હતા. રિપોર્ટ અનુસાર, એક્સપ્રેસ વે (Expressway)માં પ્રવેશતાની સાથે જ કારની સ્પીડ લગભગ 170 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ હતી, જે સરળતાથી ચાલી રહી હતી. જો કે, એક લાઇવમિન્ટ રિપોર્ટ જણાવે છે કે એક્સપ્રેસ વે પર ટોચની ઝડપ 120 કિમી પ્રતિ કલાક સુધી મર્યાદિત છે.

દર મહિને 1000 થી 1500 કરોડની આવક થશે

વીડિયો (Nitin Gadkari)દરમિયાન ગડકરીને એમ પણ કહેતા સાંભળી શકાય છે કે, એક્સપ્રેસ વે પર નાનું વિમાન ઉતરી શકે છે. અગાઉ, કેન્દ્રીય મંત્રીએ એક્સપ્રેસ -વે(Expressway)નું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું અને કહ્યું હતું કે, તેનાથી દિલ્હી અને મુંબઈ વચ્ચેના મુસાફરીના સમયમાં 12 કલાકનો ઘટાડો થશે. આનાથી કરોડો લિટર પેટ્રોલ અને ડીઝલની બચતમાં પણ મદદ મળશે. ગડકરી (Nitin Gadkari)એ કહ્યું હતું કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પૂર્ણ થયા બાદ અને લોકો માટે ખુલ્લો મુકાયા બાદ, અમને દર મહિને ટોલ આવક તરીકે ઓછામાં ઓછા 1,000 થી 1500 કરોડ રૂપિયા મળશે.

NHAI(National Highways Authority of India)ની કમાણી 5 વર્ષમાં 1.40 કરોડ રૂપિયા સુધી પહોંચશે

જોકે એનએચએઆઈ (National Highways Authority of India)પર ખૂબ દેણું છે, ગડકરીએ કહ્યું કે નોડલ એજન્સીને ‘ટ્રિપલ એ’ રેટિંગ મળ્યું છે અને તેના તમામ રોડ પ્રોજેક્ટ ઉત્પાદક છે. તેમણે કહ્યું કે, NHAI દેવાની જાળમાં નથી. આ સોનાની ખાણ છે. NHAI (National Highways Authority of India)ની ટોલ આવક આગામી પાંચ વર્ષમાં વાર્ષિક રૂ. 1.40 લાખ કરોડ સુધી પહોંચશે. તે હવે 40,000 કરોડ રૂપિયા છે.

NHAIનું દેવું વધ્યું

માર્ચમાં વિભાગ સાથે સબંધિત પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ પર સંસદની  સ્થાયી સમિતિએ એનએચએઆઈ (NHAI) પર 97,115 કરોડ રૂપિયાની કર જવાબદારી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તાજેતરમાં મંત્રીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે આ વર્ષે માર્ચના અંત સુધીમાં NHAIનું કુલ દેવું વધીને 3,06,704 કરોડ રૂપિયા થઈ ગયું છે. જે માર્ચ 2017ના અંત સુધી 74,742 કરોડ રૂપિયા હતું.

આ પણ વાંચો : Manika Batra અને ફેડરેશન વચ્ચેના વિવાદ વચ્ચે, સ્ટાર ખેલાડી TTFI વિરુદ્ધ હાઈકોર્ટ પહોંચી

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">