AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LSG vs CSK Match Report: લખનૌ અને ચેન્નાઈ સુપર કિંગ્સની મેચ રદ, જાણો કોને કેટલુ થયુ નુક્શાન

Lucknow Super Giants vs Chennai Super Kings IPL Match Result: લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે અટલ બિહારી વાજપેયી સ્ટેડીયમ લખનૌમાં રમાઈ રહી હતી.

LSG vs CSK Match Report: લખનૌ અને ચેન્નાઈ સુપર કિંગ્સની મેચ રદ, જાણો કોને કેટલુ થયુ નુક્શાન
LSG vs CSK IPL Match Result
| Updated on: May 04, 2023 | 9:26 AM
Share

ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે અટલ બિહારી વાજપેયી સ્ટેડીયમ, લખનૌમાં IPL 2023 ની મેચ રમાઈ રહી હતી. સિઝનની 45મી મેચ વરસાદને લઈ ધોવાઈ ચુકી છે અને લખનૌને જીત સાથે આજે પોઈન્ટ્સ ટેબલમાં ફરી ટોપ પર પહોંચવાનો મોકો હતો એ ગુમાવ્યો હતો. વરસાદને લઈ પ્રથમ ઈનીંગની 20મી ઓવરમાં મેચને રોકી દેવી પડી પરંતુ ત્યાર બાદ મેચ ફરી શરુ થઈ શકી નહોતી. ચેન્નાઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. આમ હોમગ્રાઉન્ડ પર કૃણાલ પંડ્યાની આગેવાની ઘરાવતી લખનૌની ટીમે બેટિંગ ઈનીંગ શરુ કરી હતી.

લખનૌની ટીમને આજે મેચ પહેલાથી જ હોમગ્રાઉન્ડ પર જીત મેળવીને ફરીથી નંબર-1 ના સ્થાન પર પહોંચવાની આશા હતી. પરંતુ વરસાદે ઘર આંગણે જ બધી આશાઓ પર પાણી ફેરવી દીધુ હતુ. બંને ટીમોને હવે માત્ર 1-1 પોઈન્ટથી જ સંતોષ માનવો પડ્યો છે. લખનૌની ટીમની પ્રથમ બેટિંગ ઈનીંગ હતી અંતિમ ઓવરમાં જ વરસાદ વરસતા મેચ રોકી દેવામાં આવી હતી. જે ફરીથી શરુ થઈ શકી નહોતી. આ પહેલા ટોસ માટે પણ વરસાદને લઈ મોડુ થયુ હતુ.

બંને ટીમોને માત્ર 1-1 પોઈન્ટ

લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી હતી. આ દરમિયાન અંતિમ ઓવરના બે બોલ રમ્યા બાદ કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. વાતાવરણ વરસાદી બનતા જ રોકાઈ ગયેલી મેચ ફરીથી શરુ થઈ શકી જ નહોતી. જેને લઈ અંતે મેચને રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. બંને ટીમોને એક એક પોઈન્ટ ફાળવવામાં આવ્યો હતો. આ એક પોઈન્ટ વડે બંને ટીમને એક એક સ્થાનનો પોઈન્ટ્સ ટેબલમાં ફાયદો થયો હતો. લખનૌ બીજા સ્થાન અને ચેન્નાઈ ત્રીજા સ્થાન પર પહોંચી ચુકી છે. લખનૌ સુપર કિંગ્સનો નેટ રનરેટ ચેન્નાઈના પ્રમાણમાં સારો છે. અને આમ ધોની સેના લખનૌ કરતા એક સ્થાન પાછળ રહી છે. મેચ રદ થવાને લઈ રાજસ્થાનને મોટુ નુક્શાન થયુ છે. આ ટીમ સીધી જ ચોથા સ્થાને નિચે સરકી ગઈ છે.

બડોનીની અડધી સદી

પ્રથમ બેટિંગ કરતા લખનૌએ ઝડપથી 5 વિકેટ ગુમાવી દીધી હતી. પ્રથમ ઓવર 18 રને ગુમાવ્યા બાદ પાંચમી વિકેટ કર્ણ શર્માના રુપમાં 44 રનના સ્કોર ગુમાવી હતી. ત્યાર બાદ બડોનીએ રમતને સંભાળતા અડધી સદી નોંધાવી હતી. બડોનીએ 33 બોલનો સામનો કરીને 59 રન નોંધાવ્યા હતા. 7 વિકેટ ગુમાવીને લખનૌએ 125 રન 19.2 ઓવરમાં નોંધાવ્યા હતા.

આ પણ વાંચોઃ GT vs DC: હાર્દિક પંડ્યા 19 ઓવર મેદાને રહ્યો છતા ગુજરાતનો પરાજય, અંતિમ ઓવરમાં થઈ ગયો ‘ખેલ’

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">