Milkha Singh Love Story : 0.1 સેકન્ડથી મિલ્ખા સિંહ ઓલિમ્પકમાં મેડલ ચૂક્યા હતા, જુઓ ‘ફ્લાઈંગ શીખ’ની અનોખી લવ સ્ટોરી

નિર્મલા સિંહ અને મિલ્ખા સિંહની પ્રથમ મુલાકાત 1955માં શ્રીલંકા (Sri Lanka)ના કોલબોમાં થઈ હતી. બંન્ને એક ટૂર્નામેન્ટમાં ભાગ લેવા પહોંચ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 12:33 PM

Milkha Singh Love Story : સમગ્ર દુનિયામાં ભારમાં ભારતનું નામ રોશન કરનાર ફ્લાઈગ શીખ મિલ્ખા સિંહે (Milkha Singh)91 વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસ લીધા હતા. કોરોના સંક્રમિત થયા બાદ તેમને ચંદીગઢની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ વર્ષે મિલ્ખા સિંહના પત્નીનું પણ મૃત્યું થયું છે.બંન્ને એકબીજાને ખુબ જ પ્રેમ કરતા હતા. એ કહેવું પણ ખોટું નથી કે, મોત પણ મિલ્ખા સિંહ અને નિર્મલાને વધુ સમય સુધી દુર ન કરી શકી.

મિલ્ખા સિંહ (Milkha Singh)ના સંધર્ષમયી જીવન વિશે સૌ કોઈ પરિચિત છે પરંતુ તેમની દિલચસ્પ લવ સ્ટોરી (Love story)વિશે ખુબ ઓછા લોકો જાણતા હશે. મિલ્ખા સિંહની પત્ની નિર્મલા કૌરનો જન્મ પાકિસ્તાનના શેખપુરામાં 8 ઓક્ટોમ્બર 1983ના રોજ થયો હતો. તે પંજાબની વૉલીબોલ ટીમ (Volleyball team)ની કેપ્ટન પણ રહી હતી.

નિર્મલા સિંહ અને મિલ્ખા સિંહની પ્રથમ મુલાકાત 1955માં શ્રીલંકા (Sri Lanka)ના કોલબોમાં થઈ હતી. બંન્ને એક ટૂર્નામેન્ટમાં ભાગ લેવા પહોંચ્યા હતા. નિર્મલા પંજાબની વૉલીબોલ ટીમની કેપ્ટન હતી અને મિલ્ખા સિંહ એથલેટિક્સ ટીમનો ભાગ હતા.

આ દરમિયાન એક ભારતીય બિઝનેસમેનને વૉલીબોલ ટીમ અને એથલેટિક્સ (Athletics)ટીમને જમવા માટે આમંત્રિત કરી હતી. તે એ જગ્યા હતી જ્યાં મિલ્ખા સિંહ પહેલી વખત નિર્મલા સિંહને મળ્યા હતા. મિલ્ખા સિંહે આ ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે, તે સમયમાં કોઈ મહિલા સાથે વાત કરવી કોઈ પુરુષ માટે ભગવાન સાથે વાત કરવા સમાન હતુ. લોકો મહિલાઓને દુરથી જોઈ ખુશ થતા હતા.નિર્મલા કૌર પ્રથમ નજરમાં જ મિલ્ખા સિંહને પસંદ આવ્યા હતા. ત્યારબાદ બંન્ને વચ્ચે ખુબ વાતચીત થઈ હતી. મિલ્ખા સિંહ (Milkha Singh) આ સંબંધને આગળ વધારવા માંગતા હતા.

 

પાર્ટીમાંથી પરત ફર્યા બાદ મિલ્ખા સિંહે નિર્મલના હાથમાં તેમના હોટલનો નંબર લખ્યો હતો. બંન્નેની વાતચીતનો સિલસિલો આગળ વધ્યો અને વર્ષ 1958માં ફરી એક વખત બંન્નની મુલાકાત થઈ પરંતુ તેમની પ્રેમ કહાનીની શરુઆત વર્ષ 1960માં જ્યારે બંન્ને દિલ્હીના નેશનલ સ્ટેડિયમ (National Stadium)માં મળ્યા ત્યાં સુધીમાં મિલ્ખા સિંહ ખુબ મોટું નામ બનાવી ચુક્યા હતા. બંન્ને કૉફી બ્રેકમાં એક બીજા સાથે સમય પસાર કરતા હતા. 1958ના કૉમનવેલ્થ ખેલમાં સ્વર્ણપદક અને એશિયન ગેમમાં ચાર મેડલ જીત્યા હતા.

મિલ્ખા સિંહ (Milkha Singh)નો જન્મ લાયલપુર ખાતે 8મી ઓક્ટોબર 1935ના દિવસે થયો હતો. તેઓ એક શીખ પરિવારમાં જન્મ્યા હતા. અખંડ ભારતના વિભાજન પછીના રમખાણોની નિરંકુશ પરિસ્થિતિ વખતે મિલ્ખા સિંઘે પોતાનાં માતાપિતા ગુમાવ્યા હતા. એમના પર પાકિસ્તાનીઓ દ્વારા આક્રમણ કરવામાં આવ્યું હતું. આ રમખાણોને કારણે એમનો લગભગ આખો પરિવાર ખતમ થઇ ગયો હતો. અંતતઃ તેઓ શરણાર્થી તરીકે ટ્રેન દ્વારા પાકિસ્તાનમાંથી ભારતમાં આવી ગયા.

આવી ભયાનક ઘટનાઓ બાળપણમાં જોયા પછી એમણે પોતાના જીવનમાં કંઈક કરી બતાવવાનું મનોમન નક્કી કર્યું. એક હોનહાર દોડવીર તરીકે ખ્યાતિ પ્રાપ્ત કર્યા બાદ એમણે ૨૦૦ મી તેમજ ૪૦૦ મી દોડની સ્પર્ધાઓ સફળતાપૂર્વક પાર કરી, અને આ રીતે ભારત દેશના અત્યાર સુધીના સૌથી સફળ દોડવીર બન્યા. કેટલાક સમય માટે તેઓ ૪૦૦ મી દોડ માટેના વિશ્વ કીર્તિમાન ધારક પણ રહ્યા.

1958ના કૉમનવેલ્થ ખેલમાં સ્વર્ણપદક જીત્યા પછી શીખ હોવાને કારણે લાંબા વાળ સાથે પદક સ્વીકારવા ગયા હોવાથી તેમને સમગ્ર ખેલ વિશ્વ ઓળખવા લાગ્યું હતુ.

 

આ પણ વાંચો : Indian rowers : ભારતની રોઇંગ પુરુષ ડબલ્સની ટીમ સેમિફાઇનલમાં પહોંચી, અર્જુન લાલ અને અરવિંદ પાસે મેડલની આશા

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">