એક પછી એક ખેલાડીને ઈજા થતા જસ્ટીન લેંગરે કહ્યુ, IPLના ટાઇમીંગ ખરાબ

ભારતનો ઓસ્ટ્રેલીયા પ્રવાસ હવે તેના અંતિમ પડાવમાં છે. પ્રવાસની અંતિમ મેચ હવે બ્રિસબેન (Brisbane ) માં રમાનારી છે. જોકે આ દરમ્યાન ભારતીય ખેલાડીઓને ઇજા થવાથી બહાર થવાની યાદી લાંબી થવા લાગી છે. દરમ્યાન ઓસ્ટ્રેલીયાના કોચ જસ્ટીન લેંગરે (Justin Langer) આ માટે IPL ની અંતિમ સીઝન જવાબદાર હોવાનુ કારણ ગણાવ્યુ છે.

  • Avnish Goswami
  • Published On - 13:34 PM, 13 Jan 2021
Justin Langer, who injured one player after another, said the timing of the IPL was bad
લેંગરને આમ તો IPL ખૂબ પસંદ છે.

ભારતનો ઓસ્ટ્રેલીયા પ્રવાસ હવે તેના અંતિમ પડાવમાં છે. પ્રવાસની અંતિમ મેચ હવે બ્રિસબેન (Brisbane ) માં રમાનારી છે. જોકે આ દરમ્યાન ભારતીય ખેલાડીઓને ઇજા થવાથી બહાર થવાની યાદી લાંબી થવા લાગી છે. દરમ્યાન ઓસ્ટ્રેલીયાના કોચ જસ્ટીન લેંગરે (Justin Langer) આ માટે IPL ની અંતિમ સીઝન જવાબદાર હોવાનુ કારણ ગણાવ્યુ છે. લેંગરનુ માનવુ છે કે, IPL ના ટાઇમીંગને લઇને બંને દેશોના આટલા બઘા ખેલાડીઓને ઇજા પહોંચાડવામાં ફાળો છે. જસ્ટીન લેંગરને આમ તો IPL ખૂબ પસંદ છે.

કોરોના મહામારીને લઇને આઇપીએલ તેના નિયત સમય કરતા મોડી આયોજીત કરવામાં આવી હતી. આઇપીએલને યુએઇમાં રમાડવામાં આવી હતી, આમ તો સામન્ય રીતે તે ભારતમાં એપ્રિલ-મે માસ દરમ્યાન આયોજીત કરવામાં આવે છે. આઇપીએલ દરમ્યાન અને ત્યાર બાદ થી ભારતના અનેક ખેલાડીઓ ઇજાગ્રસ્ત બન્યા છે. સાથે જ ઓસ્ટ્રેલીયાના પણ કેટલાક ખેલાડીઓ ફીટનેશની પરેશાની ભોગવી રહ્યા છે.

લેંગરે એક વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ હતુ કે, આ સિઝનમાં ઇજાની યાદી લાંબી છે. મને લાગે છે કે, આઇપીએલ 2020 નુ ટાઇમીંગ યોગ્ય નહોતુ. ખાસ કરીને આવડી મોટી સીરીઝના પહેલા તો સહેજ પણ નહી. ભારતના મુખ્ય ખેલાડી મહંમદ શામી, કેએલ રાહુલ અને ઉમેશ યાદવ તો ઇજાને લઇને સીરીઝ થી બહાર થયા હતા. હવે તેમાં તાજા નામ રવિન્દ્ર જાડેજા અને જસપ્રિત બુમરાહ પણ ઉમેરાયા છે. ઓસ્ટ્રેલીયાના ડેવિડ વોર્નર પણ પ્રથમ બે ટેસ્ટ નહોતો રમી શક્યો.

કોચ લેંગરે જોકે આઇપીએલની તારીફ કરતા કહ્યુ હતુ કે, મને આઇપીએલ પસંદ છે. આ એ જ પ્રકારની છે, જ્યારે મારા યુવાનીના દિવસોમાં કાઉન્ટી ક્રિકેટ હતી. કાઉન્ટી ક્રિકેટ રમીને ક્રિકેટ કૌશલ્યનો વિકાસ થતો હતો. હવે આઇપીએલ થી સમિત ઓવરોની રમતમાં નિખાર આવી રહ્યો છે. તેમણે કહ્યુ હતુ કે, જોકે આ વખતે ટાઇમીંગ યોગ્ય નહોતો. બંને ટીમોના કેટલા ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયા છે, જે લીગની અસર જ હોઇ શકે છે. મારુ માનવુ છે કે તેની સમિક્ષા કરવામાં આવે.

જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાના નહી રમવાને લઇને કેટલી અસર પહોંચશે, તેવો સવાલ પુછતા તેમણે જવાબ આપ્યો હતો કે, નિશ્વિત ઘણી અસર પડશે. પરંતુ મને લાગે છે કે, સૌથી ફિટ રહીને હવે બાજી મારવાની વાત થઇ ગઇ છે.