સુરેશ રૈના માટે IPL 2020માં પરત ફરવુ મુશ્કેલ, BCCI લીલીઝંડી આપશે તો જ રમી શકશે IPL

યુએઈમાં રમાનાર આઈપીએલ 2020માં પરત ફરવુ સુરેશ રૈના માટે હવે મુશ્કેલી બન્યું છે. અગ્મ્ય કારણોસર પ્રેકટીસ છોડીને ભારત આવનાર સુરેશ રૈનાને આઈપીએલમાં રમવા માટે બીસીસીઆઈની મંજૂરીની જરૂર પડશે. જો બીસીસીઆઈ મંજૂરી આપશે તો જ સુરેશ રૈના તેની આઈપીએલ ટીમમાં જોડાઈ શકશે. પરંતુ સુરેશ રૈના માટે હવે આ પ્રક્રિયા બહુ સરળ નથી. સુરેશ રૈનાએ એકાએક જ […]

સુરેશ રૈના માટે IPL 2020માં પરત ફરવુ મુશ્કેલ, BCCI લીલીઝંડી આપશે તો જ રમી શકશે IPL
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 19, 2020 | 12:52 PM

યુએઈમાં રમાનાર આઈપીએલ 2020માં પરત ફરવુ સુરેશ રૈના માટે હવે મુશ્કેલી બન્યું છે. અગ્મ્ય કારણોસર પ્રેકટીસ છોડીને ભારત આવનાર સુરેશ રૈનાને આઈપીએલમાં રમવા માટે બીસીસીઆઈની મંજૂરીની જરૂર પડશે. જો બીસીસીઆઈ મંજૂરી આપશે તો જ સુરેશ રૈના તેની આઈપીએલ ટીમમાં જોડાઈ શકશે. પરંતુ સુરેશ રૈના માટે હવે આ પ્રક્રિયા બહુ સરળ નથી.

SURESH RAINA

સુરેશ રૈનાએ એકાએક જ આઈપીએલ 2020 થી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતુ અને તેના નિર્ણયથી બધાને ચોંકાવી દીધા હતા. તેણે આ નિર્ણય અંગત કારણોને લીધે લીધો હતો એવી વાત ચર્ચામાં આવી હતી. ત્યારબાદ બીજા પણ સમાચાર આવ્યા હતા કે હોટલના રુમ વિશે સીએસકે સાથે તેનો વાંધો પણ હતો. બાદમાં તેણે પોતે જ સ્પષ્ટતા કરી હતી કે તેણે અંગત કારણોસર આ સિઝન નહીં રમવાનું નક્કી કર્યું છે અને તેની અને ટીમ વચ્ચેનો સંબંધ ખૂબ સારો છે. સંયોગ મુજબ સીએસકેના 13 સભ્યો કોવિડ સંક્રમિત હોવાનું જાણવા મળ્યા બાદ રૈનાએ આ પગલું ભર્યું હતું.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 SURESH RAINA

સુરેશ રૈનાએ ત્યાર પછી એક ઇન્ટરવ્યુ દરમ્યાન ઇશારા ઈશારામાં ટીમમાં પાછા ફરવાની વાત કરી હતી. સીએસકે ફ્રેન્ચાઇઝના માલીક એન. શ્રીનિવાસે પણ કહ્યું હતું કે ટીમના દરવાજા તેમના માટે ખુલ્લા છે, પરંતુ તે અંગેનો નિર્ણય ટીમના કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટે લેવો પડશે. પરંતુ હવે રૈનાની વાપસી સરળ દેખાઈ રહી નથી કારણ કે આ માટે તેણે બીસીસીઆઈ પાસેથી મંજૂરી લેવી પડશે. એક અંગ્રેજી અખબારના જણાવ્યા મુજબ બોર્ડને હજી સુધી રૈનાની આ સિઝન ન રમવાનું શા માટે નિર્ણય લીધો તેનું સચોટ કારણ જણાવ્યુ નથી. આવી સ્થિતિમાં, જો બીસીસીઆઈને લાગી શકે છે કે તેઓએ લીધેલા નિર્ણય પાછળ કોઈ નક્કર કારણ નથી, તો તેણે આઇપીએલમાં પરત જોડાવવુ  મુશ્કેલ છે.

SURESH RAINA

બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું છે કે બીસીસીઆઈએ આ કેસમાં યોગ્ય મૂલ્યાંકન કરવું પડશે કે સુરેશ રૈનાએ લીગ છોડવા પાછળનું કારણ શું હતું. શું તે તેની સાથે કૌટુંબને સંબંધિત બાબત હતી અથવા તેની પાછળ કોઈ વ્યક્તિગત કારણ હતું. આ તમામ બાબતે જાણકારી મેળવવી પડશે. પરંતુ જો તેના ટીમના કેપ્ટન એમએસ ધોની સાથે કોઈ વિવાદ છે તો તે ટીમની આંતરિક બાબત છે. તેમજ જો તે હતાશાને કારણે પાછો આવ્યો છે, તો તે એક માનસિક સમસ્યા છે. જો તેઓ ડિપ્રેશનમાં હોય તો  તેને આ રીતે નહીં છોડી શકીએ. જો તેની સાથે કંઈપણ ખોટું થાય તો જવાબદાર કોણ હશે. આવી સ્થિતિમાં બોર્ડે ઘણા બધા અનેક પાસાં ઝિણવટ પૂર્વક ધ્યાનમાં લીધા પછી જ રૈના વિશે નિર્ણય લઇ શકાશે.

SURESH RAINA

જોકે આઈપીએલમાં એવા કોઈપણ ખેલાડીને વળતર મળ્યું નથી કે જેમણે પોતાનું નામ રમતમાંથી પાછું ખેંચી લીધું હોય. પરંતુ તે જોવું રસપ્રદ હશે કે બોર્ડ સુરેશ રૈનાને આઇપીએલમાં વાપસી કરવા માટે લીલીઝંડી આપે છે કે નહીં. ક્રિસ વોક્સ આ વર્ષની શરૂઆતમાં લીગમાંથી ખસી ગયો હતો. બાદમાં, તેણે તેના નિર્ણય અંગે પસ્તાવો વ્યક્ત કરતો હતો, પરંતુ જ્યારે તેણે આ વિશે સત્તાવાર ઘોષણા કરી ત્યારે દિલ્હીએ તેની જગ્યાએ કોઈ બીજા ખેલાડીને શામેલ કરી લીધો હતો.

આ પણ વાંચોઃઇંગ્લેન્ડના સ્ટાર ક્રિકેટર ઈયાન બેલે નિવૃત્તિની કરી જાહેરાત, ટવીટ કરીને પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃતિની કરી જાહેરાત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">