IPL New Team Auction 2021 LIVE: થોડી જ વારમાં આઈપીએલની બે નવી ટીમોની જાહેરાત કરવામાં આવશે,અદાણી ગ્રુપ અને માન્ચેસ્ટર યુનાઇટેડ રેસમાં આગળ છે

IPL New Team Auction 2021 LIVE Updates in gujarati: ઓમાન અને UAE માં શરૂ થયેલા T20 વર્લ્ડ કપ વચ્ચે પણ IPL ની ચર્ચા પૂરી થઈ નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ લીગની 15 મી સીઝન એટલે કે IPL 2022 માટે પહેલેથી જ તૈયારી કરી લીધી છે. આજે બે નવી ટીમોની જાહેરાત કરવામાં આવશે.

IPL New Team Auction 2021 LIVE:  થોડી જ વારમાં આઈપીએલની બે નવી ટીમોની જાહેરાત કરવામાં આવશે,અદાણી ગ્રુપ અને માન્ચેસ્ટર યુનાઇટેડ રેસમાં આગળ છે
IPL New Team Auction 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 3:44 PM

IPL Auction 2022 : આઈપીએલની આગામી સીઝનમાં નવી ટીમની એન્ટ્રી થવાની છે અને એ 2 ટીમ કઈ હશે તે જાણવા માટે ફેન્સ આતુર છે. તો આ વચ્ચે સમાચાર છે કે 25 ઓક્ટોબરે દુબઈમાં જ આઈપીએલની બે નવી ટીમોની જાહેરાત કરવામાં આવશે.

રિપોર્ટ અનુસાર, બે નવી ટીમ માટે 10 બોલી લગાવી છે. તેમાં સૌથી મોંઘી બોલી અદાણી ગ્રુપ, RPSG, હિન્દુસ્તાન ટાઇમ્સ મીડિયા, ગ્લેઝર્સ અને અરુબિડોસ દ્વારા કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, અમદાવાદ, ઇન્દોર અને લખનૌથી ટીમો ખરીદવા માટે ઉચ્ચ સ્પર્ધા છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

2 ટીમ માટે કરવામાં આવેલી 10 બોલી માટે BCCI ટીમ વતી તપાસની પ્રક્રિયા શરૂ થઈ છે. જે પણ BCCIના તમામ માપદંડોને પૂર્ણ કરશે, તે ટીમનો માલિક બનવાનો હકદાર બનશે. ટેકનિકલ બિડની ચકાસણી બાદ નાણાકીય બોલી ખુલશે. ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યા સુધીમાં 2 નવી ટીમોની જાહેરાત થઈ શકે છે. એક અહેવાલ મુજબ, માન્ચેસ્ટર યુનાઇટેડના માલિકો આગામી સિઝન માટે નવી IPL ટીમ ખરીદવાની દોડમાં અગ્રેસર છે.

એવા પણ સમાચાર છે કે એમએસ ધોનીના કામ પર નજર રાખનારી કંપની રિતિ સ્પોર્ટ્સે પણ આઈપીએલ ટીમ ખરીદવા માટે બોલી લગાવી છે. આ સિવાય બીજી કંપની કે જેણે બોલી લગાવી છે તે અમૃત લીલા એન્ટરપ્રાઇઝ છે. આઈપીએલની ટીમની હરાજીમાં આ બંને કંપનીઓની બોલી ચોંકાવનારી રહી છે.

2023-2027 માટે હરાજી યોજાશે

IPLના વર્તમાન બ્રોડકાસ્ટિંગ રાઈટ્સ સ્ટાર ઈન્ડિયા પાસે છે, જેણે 2018થી 2022 વચ્ચે 5 વર્ષ માટે લગભગ 16,347 કરોડ રૂપિયા અથવા લગભગ 2.5 અબજ ડોલરનો ખર્ચ કર્યો છે. સ્ટારના અધિકારો 2022 સિઝન પછી સમાપ્ત થશે અને નવા broadcasting rights 2023 અને 2027 વચ્ચે આગામી 5 વર્ષ માટે હરાજી કરવામાં આવશે. બીસીસીઆઈએ ગયા મહિને જાહેરાત કરી હતી કે બે નવી ટીમની જાહેરાત બાદ તે આગામી 5 વર્ષ માટે બ્રોડકાસ્ટિંગ રાઈટ્સ માટે ટેન્ડર બહાર પાડશે.

ધોનીના કામ પર નજર રાખનારી કંપની રિતિ સ્પોર્ટ્સને ગેરલાયક ઠેરવવામાં આવી છે. તેનો અર્થ એ થયો કે તે હવે ટીમ ખરીદવાની રેસમાંથી બહાર છે.

આ પણ વાંચો : T20 World Cup 2021:પાકિસ્તાન સામેની હાર બાદ ગુસ્સે ભરાયો વિરાટ કોહલી, માથું પકડીને પત્રકારને કહ્યું અવિશ્વસનીય

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">