તાલિબાને IPL પર પ્રતિબંધ લગાવ્યો, અફઘાનિસ્તાનમાં કોઈ મેચનું ટેલિકાસ્ટ થશે નહીં, જાણો શું છે કારણ
અફઘાનિસ્તાનના ખેલાડીઓ IPLમાં ભાગ લઈ રહ્યા છે. જો કે, અફઘાનિસ્તાનમાં સરકાર ચલાવી રહેલા તાલિબાને લીગનું પ્રસારણ નહીં કરવાનો નિર્ણય કર્યો છે.
IPL 2021 : બીજો તબક્કો યુએઈમાં રવિવારે દુબઈમાં ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) વચ્ચે રમાયેલી મેચથી શરૂ થયો છે. વિશ્વની સૌથી મોટી ટી 20 લીગનો રોમાંચ ચાહકોમાં જોવા મળી રહ્યો છે. આઈપીલ (Indian Premier League) સ્થગિત કરતા ચાહકો તેના પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. વિશ્વભરના ચાહકો હવે આ લીગનો આનંદ માણી શકશે, પરંતુ અફઘાનિસ્તાન (Afghanistan)ને તેમના સુપરસ્ટાર્સ (Superstars)ની રમત જોવાની તક મળશે નહીં.
Afghanistan national 📻 📺 will not broadcast the @IPL as usual as it was reportedly banned to live the matches resumed tonight due to possible anti-islam contents, girls dancing & the attendence of barred hair women in the 🏟️ by Islamic Emirates of the Taliban. #CSKvMI pic.twitter.com/dmPZ3rrKn6
— M.ibrahim Momand (@IbrahimReporter) September 19, 2021
(Indian Premier League) લીગના પહેલા તબક્કાથી અત્યાર સુધી અફઘાનિસ્તાન (Afghanistan)માં મોટો ફેરફાર થયો છે. અમેરિકાની સેના પરત ખેંચી લેતા તાલિબાનોએ ફરી એક વખત આ દેશ પર કબજો જમાવી લીધો છે અને હવે તેમના બનાવેલા નિયમો અને કાયદા ત્યાં લાગુ છે. તાલિબાને નક્કી કર્યું છે કે, અફઘાનિસ્તાનમાં આઈપીએલ (Indian Premier League)નું પ્રસારણ નહીં થાય.
આઈપીએલ અફઘાનિસ્તાનમાં બતાવવામાં નહીં આવે
તાલિબાન માને છે કે, IPL (Indian Premier League)માં બિન-ઇસ્લામિક વસ્તુઓ છે, જેના કારણે તેઓએ આ નિર્ણય લીધો છે. મેચ દરમિયાન નાચતી ચિયર લીડર્સ (Cheerleading) સિવાય તે સ્ટેડિયમમાં માથું ઢાંક્યા વગર મહિલાઓની હાજરીને બિન-ઇસ્લામિક માને છે અને અફઘાનિસ્તાન (Afghanistan)ને કોઈ ખોટો સંદેશ મોકલવા માંગતો નથી.
અફઘાનિસ્તાન (Afghanistan)ના વરિષ્ઠ પત્રકારે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે લખ્યું કે, અફઘાનિસ્તાનના રાષ્ટ્રીય ટીવી અને રેડિયો પર આઈપીએલ મેચોનું કોઈ પ્રસારણ થશે નહીં.
અફઘાનિસ્તાનનો સ્ટાર IPLમાં રમશે
આઈપીએલ (Indian Premier League)માં અફઘાનિસ્તાન (Afghanistan)ના ખેલાડીઓ પણ ભાગ લે છે, જેમાં રાશિદ ખાન અને મોહમ્મદ નબી જેવા સ્ટાર્સનો સમાવેશ થાય છે. તાલિબાનના કબજા સમયે બંને દેશની બહાર હતા. હાલમાં બંને ખેલાડીઓ યુએઈમાં છે. આ દરમિયાન રાશિદે ચાહકોને પોતાના દેશ માટે સતત પ્રાર્થના કરવાની અપીલ કરી હતી.
તાલિબાનોએ સ્પષ્ટ કર્યું છે કે, તેમને ક્રિકેટ રમતા પુરુષો સાથે કોઈ સમસ્યા નથી. અગાઉ પણ દેશના ખેલાડીઓ તેમના સમયમાં ક્રિકેટ રમતા હતા અને હજુ પણ ચાલુ રહેશે. જો કે, તેણે હજી સુધી મહિલા ક્રિકેટ અંગેની પરિસ્થિતિ સ્પષ્ટ કરી નથી.
આ પણ વાંચો : Speed Testing : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર 170 કિમીની ઝડપે દોડી નીતિન ગડકરીની કાર: જુઓ video