AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021 SRH vs KKR: કલકત્તાનો હૈદરાબાદ સામે 10 રનથી વિજય, મનિષ પાંડેનો પ્રયાસ નિષ્ફળ

ચેન્નાઈના સ્ટેડિયમમાં IPL 2021ની ત્રીજી મેચ રમાઈ હતી. કલકત્તા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad vs Kolkata Knight Riders) વચ્ચે મેચ રમાઈ હતી.

IPL 2021 SRH vs KKR: કલકત્તાનો હૈદરાબાદ સામે 10 રનથી વિજય, મનિષ પાંડેનો પ્રયાસ નિષ્ફળ
Kolkata Knight Riders
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 11, 2021 | 11:18 PM
Share

ચેન્નાઈના સ્ટેડિયમમાં IPL 2021ની ત્રીજી મેચ રમાઈ હતી. કલકત્તા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad vs Kolkata Knight Riders) વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં હૈદરાબાદે કલકત્તા સામે હાર સહન કરવી પડી હતી. રોમાંચ ધરાવતી આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે (David Warner) ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ હારીને બેટીંગ કરવા મેદાને ઉતરેલી કલકત્તાની ટીમે શરુઆત સારી કરી હતી. નિતીશ રાણા (Nitish Rana)એ 80 રનની ઈનીંગ રમી હતી. 20 ઓવરના અંતે કલકત્તાએ 6 વિકેટ ગુમાવીને 187 રન કર્યા હતા. જેના જવાબમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 20 ઓવરની રમતના અંતે 5 વિકેટે 177 રન કર્યા હતા. આમ 10 રનથી મેચને ગુમાવી હતી.

સનરાઈઝર્સ હૈદરાબાદની બેટીંગ SRHની શરુઆત ખરાબ રહી હતી. પરંતુ ધીરે ધીરે રમતને મક્મતાથી મનિષ પાંડે અને જોની બેયરીસ્ટોએ આગળ વધારી હતી. ઓપનર જોડી રીદ્ધીમાન સહા અને કેપ્ટન ડેવિડ વોર્નર 10 રનના સ્કોર પર જ પેવેલિયન પરત ફર્યા હતા. વોર્નરે 3 રન કર્યા હતા. બેયરિસ્ટોએ 40 બોલમાં 55 રન ફટકાર્યા હતા. તેની આક્રમક રમતે એક સમયે મેચને હૈદરાબાદના પક્ષમાં લાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં મનિષ પાંડેએ સાથ પૂરાવ્યો હતો. તેણે 40 બોલમાં 55 રનની ઈનીંગ રમી હતી. મહંમદ નબીએ 11 બોલમાં 14 રન ફટકાર્યા હતા. વિજય શંકરે 11 રન કર્યા હતા. અંતિમ ઓવરમાં હૈદરાબાદે 22 રન કરવાનું લક્ષ્ય હતુ. પરંતુ તેમાં તે સફળ નિવડી શક્યા નહોતા.

કલકત્તા નાઈટ રાઈડર્સની બોલીંગ

પ્રસિદ્ધ ક્રૃષ્ણાએ 4 ઓવર કરીને 35 રન આપી 2 વિકેટ ઝડપી હતી. શાકિબ અલ હસને 4 ઓવરમાં 34 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. વરુણ ચક્રવર્તીએ 4 ઓવર કરીને 36 રન આપ્યા હતા, પરંતુ તેને એક પણ વિકેટ મળી શકી નહોતી. હરભજન સિંહને માત્ર એક જ ઓવર કરવાની તક મળી હતી. તેણે એક ઓવરમાં માત્ર 8 જ રન આપ્યા હતા. આન્દ્રે રસાલે 3 ઓવર કરીને એક વિકેટ ઝડપી હતી.

કલકત્તા નાઇટ રાઇડર્સની બેટીંગ

KKRની ટીમ SRH સામે ટોસ હારીને બેટીંગ કરવા માટે મેદાને ઉતરી હતી. ટીમે સારી શરુઆત કરી હતી. નિતિશ રાણા 80 રન કર્યા, તેણે 56 બોલમાં 4 ચોગ્ગા અને 9 છગ્ગા સાથેની ઈનીંગ રમી હતી, શુભમન ગીલ અને નિતિશ રાણાની ઓપનીંગ જોડીએ 53 રનની પાર્ટનરશીપ રમત રમી હતી. નિતિશ રાણા શરુઆતથી જ હૈદરાબાદના બોલરો પર હાવી થતી રમત શરુ કરી હતી. આ દરમ્યાન શુભમન ગીલ રાશિદ ખાનના બોલ પર ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. તેણે 13 બોલમાં 15 રન કર્યા હતા.

ત્યારબાદ રાણાને સાથ આપવા આવેલા રાહુલ ત્રિપાઠીએ ઝડપી અર્ધશતક ફટકારીને ઉપયોગી યોગદાન આપી પેવેલીયન પરત ફર્યો હતો. તેણે 29 બોલમાં 53 રન 2 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી કરી હતી. આન્દ્રે રસેલ 3 બોલમાં માત્ર 5 રન બનાવીને વિકેટ ગુમાવી બેઠો હતો. કેપ્ટન ઈયોન મોર્ગન માત્ર 2 રન કરીને આઉટ થયો હતો. 156ના સ્કોર પર 2 વિકેટ ધરાવતી ટીમ વધુ ચાર રન ઉમેરીને ત્રણ વિકેટ ગુમાવી દેતા 160માં 5 વિકેટનો સ્કોર કર્યો હતો. દિનેશ કાર્તિક 9 બોલમાં 22 રન જોડીને અણનમ રહ્યો હતો.જ્યારે શાકિબ અલ હસન 3 રન કરીને આઉટ થયો હતો.

સનરાઇઝર્સ હૈદરાબાદ ની બોલીંગ

રાશિદ ખાન તરફથી ડેવિડ વોર્નરને આશાઓ હતી, તેમાં તે ખરો ઉતર્યો હતો. ઓપનિંગ જોડીની ભાગીદારીને આગળ વધતી તેણે અટકાવી હતી. રાશિદ ખાને 2 વિકેટ ઝડપી હતી. 24 રન 4 ઓવરમાં આપ્યા હતા. મહંમદ નબીએ તેની ચોથી ઓવરમાં સળંગ 2 વિકેટ ઝડપી હતી. નિતિશ રાણાની મહત્વની વિકેટ ઝડપી હતી. ટી નટરાજને એક વિકેટ ઝડપી હતી. સંદિપ શર્માએ 3 ઓવરમાં 35 રન આપી ખર્ચાળ રહ્યો હતો. જ્યારે વિજય શંકરે એક ઓવર કરીને 14 રન આપ્યા હતા. ભુવનેશ્વરે એક વિકેટ 45 રન આપીને ઝડપી હતી.

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">