IPL 2021 SRH vs KKR: કલકત્તાએ હૈદરાબાદ સામે 6 વિકેટ ગુમાવી 188 રનનું લક્ષ્યાંક રાખ્યુ, નિતીશ રાણાની ધુંઆધાર બેટિંગ

ચેન્નાઈના એમએ સ્ટેડિયમમાં આઈપીએલ 2021ની ત્રીજી મેચ રમાઈ રહી છે. કલકત્તા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad vs Kolkata Knight Riders) વચ્ચે મેચ રમાઈ રહેલી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે (David Warner) ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

IPL 2021 SRH vs KKR: કલકત્તાએ હૈદરાબાદ સામે 6 વિકેટ ગુમાવી 188 રનનું લક્ષ્યાંક રાખ્યુ, નિતીશ રાણાની ધુંઆધાર બેટિંગ
IPL 2021
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 11, 2021 | 9:25 PM

ચેન્નાઈના એમએ સ્ટેડિયમમાં આઈપીએલ 2021ની ત્રીજી મેચ રમાઈ રહી છે. કલકત્તા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad vs Kolkata Knight Riders) વચ્ચે મેચ રમાઈ રહેલી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે (David Warner) ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ હારીને બેટીંગ કરવા મેદાને ઉતરેલી કલકત્તાની ટીમે શરુઆત સારી કરી હતી. કોરાનાથી સ્વસ્થ થઈને આવેલા નિતીશ રાણા (Nitish Rana)એ ચોગ્ગા અને છગ્ગા સાથે જબરદસ્ત રમત રમી હતી. 20 ઓવરના અંતે કલકત્તાએ 6 વિકેટ ગુમાવીને 187 રન કર્યા હતા.

કલકત્તા નાઈટ રાઈડર્સની બેટીંગ KKRની ટીમ SRH સામે ટોસ હારીને બેટીંગ કરવા માટે મેદાને ઉતરી હતી. ટીમે સારી શરુઆત કરી હતી. નિતિશ રાણા 80 રન કર્યા, તેણે 56 બોલમાં 4 ચોગ્ગા અને 9 છગ્ગા સાથેની ઈનીંગ રમી હતી, શુભમન ગીલ અને નિતિશ રાણાની ઓપનીંગ જોડીએ 53 રનની પાર્ટનરશીપ રમત રમી હતી. નિતિશ રાણા શરુઆતથી જ હૈદરાબાદના બોલરો પર હાવી થતી રમત શરુ કરી હતી. આ દરમ્યાન શુભમન ગીલ રાશિદ ખાનના બોલ પર ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. તેણે 13 બોલમાં 15 રન કર્યા હતા.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

ત્યારબાદ રાણાને સાથ આપવા આવેલા રાહુલ ત્રિપાઠીએ ઝડપી અર્ધશતક ફટકારીને ઉપયોગી યોગદાન આપી પેવેલીયન પરત ફર્યો હતો. તેણે 29 બોલમાં 53 રન 2 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી કરી હતી. આન્દ્રે રસેલ 3 બોલમાં માત્ર 5 રન બનાવીને વિકેટ ગુમાવી બેઠો હતો. કેપ્ટન ઈયોન મોર્ગન માત્ર 2 રન કરીને આઉટ થયો હતો. 156ના સ્કોર પર 2 વિકેટ ધરાવતી ટીમ વધુ ચાર રન ઉમેરીને ત્રણ વિકેટ ગુમાવી દેતા 160માં 5 વિકેટનો સ્કોર કર્યો હતો. દિનેશ કાર્તિક 9 બોલમાં 22 રન જોડીને અણનમ રહ્યો હતો.જ્યારે શાકિબ અલ હસન 3 રન કરીને આઉટ થયો હતો.

સનરાઈઝર્સ હૈદરાબાદની બોલીંગ રાશિદ ખાન તરફથી ડેવિડ વોર્નરને આશાઓ હતી, તેમાં તે ખરો ઉતર્યો હતો. ઓપનિંગ જોડીની ભાગીદારીને આગળ વધતી તેણે અટકાવી હતી. રાશિદ ખાને 2 વિકેટ ઝડપી હતી. 24 રન 4 ઓવરમાં આપ્યા હતા. મહંમદ નબીએ તેની ચોથી ઓવરમાં સળંગ 2 વિકેટ ઝડપી હતી. નિતિશ રાણાની મહત્વની વિકેટ ઝડપી હતી. ટી નટરાજને એક વિકેટ ઝડપી હતી. સંદિપ શર્માએ 3 ઓવરમાં 35 રન આપી ખર્ચાળ રહ્યો હતો. જ્યારે વિજય શંકરે એક ઓવર કરીને 14 રન આપ્યા હતા. ભુવનેશ્વરે એક વિકેટ 45 રન આપીને ઝડપી હતી.

આ પણ વાંચો: SRH vs KKR LIVE SCORE IPL 2021: નીતીશ રાહુલે વધાર્યું હૈદરાબાદનું ટેંશન, કોલકાતાએ ફટકાર્યા 187 રન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">