IPL 2021: પૃથ્વી શોએ બતાવ્યો બેટનો દમ, છ બોલમાં છ ચોગ્ગા લગાવ્યા, જુઓ Video

અમદાવાદમાં આઇપીએલ ની ટુર્નામેન્ટની મેચો હાલમાં રમાઇ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) વચ્ચે મેચ ગુરુવારે રમાઇ છે.

IPL 2021: પૃથ્વી શોએ બતાવ્યો બેટનો દમ, છ બોલમાં છ ચોગ્ગા લગાવ્યા, જુઓ Video
Prithvi Show
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 29, 2021 | 11:16 PM

અમદાવાદમાં આઇપીએલની ટુર્નામેન્ટની મેચો હાલમાં રમાઇ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) વચ્ચે મેચ ગુરુવારે રમાઇ છે. જેમં દિલ્હી કેપિટલ્સે કલકત્તાએ આપેલા ટાર્ગેટનો પિછો કરવાની શરુઆત ધુઆંધાર બેટીંગ દ્રારા કરી હતી.

ઓપનર પૃથ્વી શો (Prithvi Shaw) એ જબરદસ્ત બેટીંગ દર્શાવી હતી. તેણે છ બોલમાં છ ચોગ્ગા લગાવ્યા હતા. પૃથ્વી શો એ 18 બોલમાં 50 રન પુરા કર્યા હતા. જોકે તેના છ ચોગ્ગાની રમત આકર્ષણનુ કેન્દ્ર બની હતી. સળંગ છ ચોગ્ગા લગાવવાની આઇપીએલમાં આ ત્રીજી ઘટના ઘટના નોંધાઇ હતી. જોકે પ્રથમ ઓવરમાં છ ચોગ્ગા લગાવવાની આ પ્રથમ ઘટના હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પહેલા બોલીંગ પસંદ કરી હતી. કલકત્તાએ 6 વિકેટ ગુમાવીને 154 રન કર્યા હતા. આંદ્રે રસેલે ઝડપી 45 રન કર્યા હતા. જવાબમાં દિલ્હી કેપિટલ્સે લક્ષ્યાંક ને પાર કરવા માટે રમતની શરુઆત કરતા પ્રથમ ઓવરમાં 25 રન કર્યા હતા.

શિખર ધવન અને પૃથ્વી શોએ ઝડપી ભાગીદારી રમત સાથે સ્કોરબોર્ડને આગળ વધાર્યુ હતુ. પૃથ્વી શો એ આજે ચોગ્ગા વાળી રમત દર્શાવી હતી. તેણે શરુઆત થી જ ચોગ્ગા ભરી રમત દર્શાવી ફેન્સને ખુશ કરી દીધા હતા. શિવમ માવી દિલ્હીની ઇનીંગની પ્રથમ ઓવર લઇને આવ્યો હતો, જેની ઓવરમાં તમામ છ બોલ પર છ ચોગ્ગા લગાવ્યા હતા.તો અર્ધશતક દરમ્યાન પૃથ્વીએ 9 ચોગ્ગા લગાવ્યા હતા.

આ પહેલા વર્ષ 2012માં આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સ તરફ થી અજીંક્ય રહાણેએ આરસીબી ના એસ અરવિંદની બોલીંગમાં છ ચોગ્ગા લગાવ્યા હતા. તો સતત પાંચ ચોગ્ગા ફટકારવાની ઘટના આઇપીએલ માં 9 વખત બની ચુકી છે. પૃથ્વી શોની આ બેટીંગ પાવર જોઇને ફેંસને આજે મેચનો રોમાંચ માણવાનો આંનદ વર્તાઇ ગયો હતો.

સોશિયલ મિડીયા પર ફેન્સે પણ છ ચોગ્ગાની રમતના રોમાંચને લઇને પૃથ્વીના વિડીયોને વાયરલ કર્યો હતો. પૃથ્વી શો એ ઝડપી અર્ધશતક સાથે જ દિલ્હીને કલકત્તા સામે મજબૂત સ્થિતીમાં મુકી દીધુ હતુ. સાથે જ દિલ્હી ની જીતને એક તરફી બનાવતી રમત રમી હતી.

Latest News Updates

સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">