AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: કલકત્તા માટે આજે મુંબઈ સામે પહાડ સમાન પડકાર, અત્યાર સુધી KKRને આટલી વાર પછડાટ મળી છે

આઈપીએલ 2021ની સિઝનની પાંચમી આજે મંગળવારે કલકત્તા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડીયન્સ (Kolkata Knight Riders vs Mumbai Indians) વચ્ચે રમાનારી છે.

IPL 2021: કલકત્તા માટે આજે મુંબઈ સામે પહાડ સમાન પડકાર, અત્યાર સુધી KKRને આટલી વાર પછડાટ મળી છે
IPL 2021
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 13, 2021 | 6:18 PM
Share

આઈપીએલ 2021ની સિઝનની પાંચમી આજે મંગળવારે કલકત્તા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડીયન્સ (Kolkata Knight Riders vs Mumbai Indians) વચ્ચે રમાનારી છે. રોહિત શર્મા (Rohit Sharma)ની ટીમ મુંબઈને સિઝનની પ્રથમ જીત મેળવવાનો પ્રયાસ રહેશે તો વળી કલકત્તાની નજર પણ સિઝનમાં બીજી જીત પર નજર રહેશે. જો કે કલકત્તા માટે મુંબઈ સામેનો જંગ એટલો આસાન માની શકાય એમ નથી. આ કારણ કે આ અંગેના આંકડા તેની વિરુદ્ધમાં છે. કલકત્તાની ટીમ મુંબઈ સામે ખૂબ જ વામણી લાગી રહી છે. મુંબઈની ટીમે કલકત્તા સામે પાછળની 12માંથી 11 મેચ જીતી છે.

આઈપીએલમાં કલકત્તા અને મુંબઈ બંને ટીમો 27 વખત આમને સામને મેચ રમી ચુક્યા છે. પરંતુ તેમાં પણ આંકડાઓ કલક્તા માટે નિરાશાજનક છે. કારણ કે મુંબઈએ આઈપીએલમાં 27માંથી 21 મેચ જીતી છે. આમ કલકત્તાએ નવા જોમ અને જુસ્સા સાથે રમત રમીને મુંબઈ સામે જીત મળવવાનો જંગ ખેલવો પડશે.

કોરોનાને લઈને ગઈ સિઝનમાં યુએઈમાં રમાડવામાં આવી હતી. યુએઈમાં રમાયેલી આઈપીએલ 2020ની સિઝન દરમ્યાન મુંબઈની ટીમે કલકત્તા સામેની બંને મેચ જીતી લીધી હતી. બંને વચ્ચે ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં મુંબઈની ટીમે પ્રથમ બેટીંગ કરતા 20ઓવરમાં 5 વિકેટ 195 રનનો સ્કોર ખડક્યો હતો. જેના જવાબમાં કલક્તાની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 146 રન પર જ ટીમ અટકી ગઈ હતી. આમ 49 રને કેકેઆર મુંબઈ પલટન સામે હારી ગઈ હતી.

આઈપીએલ 2020ની સિઝનની બીજી મેચ પણ કલકત્તાએ ગુમાવી હતી. જે મેચમાં કલકત્તાની ટીમે પહેલા બેટીંગ કરતા 20 ઓવરમાં પાંચ વિકેટે 148 રન બનાવ્યા હતા તો મુંબઈ ઈન્ડીયન્સની ટીમે તે સ્કોરને 16.5 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. જે મેચમાં ક્વિન્ટન ડીકોકે આ મેચમાં 44 બોલમાં 78 રનની ઈનીંગ રમી હતી. જે મેચને મુંબઈએ નિયમ ઓવર કરતા 19 બોલ પહેલા જ 8 વિકેટથી શાનદાર જીત મેળવી હતી. પાછળની પાંચ જ મેચની વાત કરવામાં આવે તો કલકત્તાએ માત્ર એક જ મેચમાં જીત મેળવી છે. આવામાં કલકત્તા માટે મુંબઈનો પડકાર આસાન નહીં હોય. મુંબઈ આંકડાના આત્મવિશ્વાસ સાથે આકરી ટક્કર આપશે.

આ પણ વાંચો: IPL 2021: ભાવનગરના ચેતન સાકરિયાની સંઘર્ષની કથાને લઈને વિરેન્દ્ર સહેવાગે કરી ભાવુક ટ્વીટ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">