IPL 2021 MIvsRCB: આજે મુંબઈ ટાઈટલ બચાવવા જ નહીં હેટ્રીકના જુસ્સાથી અને RCB ટાઈટલનું મહેંણુ ભાંગવા મેદાનમાં ઉતરશે

કોરોના વાઈરસની મહામારી વચ્ચે આજથી વિશ્વભરમાં મશહૂર T20 લીગ IPLની 14મી સિઝનનો પ્રારંભ થવાનો છે. આ સાથે જ ક્રિકેટના ફેંસના રોમાંચની આતુરતાનો પણ અંત આવશે.

IPL 2021 MIvsRCB: આજે મુંબઈ ટાઈટલ બચાવવા જ નહીં હેટ્રીકના જુસ્સાથી અને RCB ટાઈટલનું મહેંણુ ભાંગવા મેદાનમાં ઉતરશે
Rohit Sharma-Virat Kohli
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 09, 2021 | 4:37 PM

કોરોના વાઈરસની મહામારી વચ્ચે આજથી વિશ્વભરમાં મશહૂર T20 લીગ IPLની 14મી સિઝનનો પ્રારંભ થવાનો છે. આ સાથે જ ક્રિકેટના ફેંસના રોમાંચની આતુરતાનો પણ અંત આવશે. સિઝનની ઓપનીંગ મેચ પાંચ વાર ટાઈટલ વિજેતા મુંબઈ ઈન્ડીયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Mumbai Indians vs Royal Challengers Bangalore)ની ટીમ વચ્ચે રમાશે. જેણે અત્યાર સુધીમાં એકપણ વખત ટાઈટલ જીતવામાં સફળતા નથી મેળવી. મુંબઈની ટીમનો કેપ્ટન રોહિત શર્મા છે, જ્યારે RCBની કમાન ટીમ ઈન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલીના હાથમાં છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સતત બીજી સિઝનમાં પણ IPL પ્રેક્ષકોની ગેરહાજરી વચ્ચે રમાડવામાં આવનાર છે. ગત વર્ષે આઈપીએલ 2020ની સિઝન યુએઈમાં રમાઈ હતી. જે સિઝન દર્શકો વિના જ આયોજીત કરવામાં આવી હતી. ભારતમાં આ વર્ષે T20 વિશ્વકપ પણ વર્ષના અંતમાં આયોજીત થનારો છે. આવામાં આઈપીએલ ટેસ્ટ ઈવેન્ટ પણ સાબિત થનારી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) માટે આઈપીએલનું સુરક્ષિત આયોજન કરવુ જરુરી છે. જેનાથી તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)નો ભરોસો પણ પાર પાડી શકશે. ICCને પુર્ણ ભરોસો BCCI પર છે, પરંતુ આઈપીએલની સફળતા ટુર્નામેન્ટને વિપરીત પરિસ્થિતી વચ્ચે સફળતાપૂર્વક પાર પાડવાની સક્ષમતા ઉભરી આવશે.

મુંબઈની નજર હેટ્રીક ટાઈટલ પર મુંબઈએ 2019 અને 2020માં ટાઈટલ પોતાના નામે કર્યુ હતુ. મુંબઈની કોશિષ હવે ટાઈટલ જીતી લેવાની હેટ્રીક પર બનેલી રહેશે. જો મુંબઈની ટીમ આમ કરવામાં સફળ થઈ જશે તો આઈપીએલમાં એક અલગ ઈતિહાસ સર્જશે. કારણ કે આમ કરનારી આઈપીએલની તે પ્રથમ ટીમ બની શકે છે. આ પહેલા ચેન્નાઈની ટીમે 2010 અને 2011માં લગાતાર બે વાર આઈપીએલ ટાઈટલ જીત્યુ હતુ. જોકે તે હેટ્રીક ચુકી ગયુ હતુ અને 2012ની ફાઈનલમાં કોલકત્તા નાઈટ રાઈડર્સે તેને હરાવી દીધુ હતુ.

મુંબઈનો પ્રથમ મેચ હારવાનો સીલસીલો અટકશે? 8 વર્ષ એટલે કે વર્ષ 2013થી મુંબઈ ઈન્ડીયન્સ લગાતાર પોતાની પ્રથમ મેચ હારતુ રહ્યુ છે. ટુર્નામેન્ટની ખરાબ શરુઆત કરવા છતાં પણ તે ટુર્નામેન્ટમાં આગળ જતા જબરદસ્ત પ્રદર્શન રજૂ કરે છે. આ વર્ષે તેની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે છે. આ વખતે જોવુ એ મહત્વનુ રહેશે કે શું રોહિત શર્માની કેપ્ટનશીપવાળી આ ટીમ પ્રથમ મેચ હારવાનો સીલસીલો અટકાવશે કે નહી.

ટીમ મુંબઈ રોહિત શર્મા, કેપ્ટન, ક્વીન્ટન ડીકોક, રધરફોર્ડ, સૂર્યકુમાર યાદવ, ક્રિસ લિન, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, કિયરોન પોલાર્ડ, આદિત્ય તારે, અણમોલપ્રિત સિંહ, સૌરભ તિવારી, ઇશાન કિશન, અનુકૂળ રોય, ધવલ કુલકર્ણી, જસપ્રિત બુમરાહ, રાહુલ ચાહર, ટ્રેન્ટ બોલ્ટ, મોહસિન ખાન, પ્રિસ બળવંત રાય સિંહ, દિગ્વિજય દેશમુખ, જયંત યાદવ, નાથન કૂલ્ટર નાઇલ, જેમ્સ પેટિસન્સ.

ટીમ બેંગ્લોરઃ વિરાટ કોહલી (કેપ્ટન), એબી ડિવિલીયર્સ, દેવદત્ત પડિક્કલ, યુઝવેન્દ્ર ચહલ, મહંમદ સિરાજ, કેન રિચર્ડસન, વોશિંગ્ટન સુંદર, પવન દેશપાંડે, ફિન એલન, શાહબાઝ અહમદ, નવદિપ સૈની, એડમ ઝંપા, કાઇલ જેમિસન, ગ્લેન મેક્સવેલ, રજત પાટીદાર, સચિન બેબી, મહંમદ અઝહરુદ્દીન, ડેનિયલ ક્રિશ્વન, કેએસ ભરત, સુયશ પ્રભુદેસાઇ, ડેનિયલ સેમ્સ, હર્ષલ પટેલ.

આ પણ વાંચો: IPL 2021: વધતા કોરોનાને લઇ ન્યુઝીલેન્ડને તેના ક્રિકેટરોની ચિંતા, સ્થિતીનુસાર લઇ શકે છે મોટો નિર્ણય

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">