IPL 2021: હરભજન જે ટીમમાં રહ્યો તે બંને ટીમ આઈપીએલ વિજેતા રહી ચુકી, ભજ્જીની ફિરકી 40 વર્ષે પણ જબરદસ્ત

હરભજન સિંહ (Harbhajan Singh) એક સમયે ભારતીય ટીમનો મહત્વનો હિસ્સો હતો. અનુભવી ઓફ સ્પિનર હાલમાં જોકે લાંબા સમયથી ટીમની બહાર છે. તે ઈન્ડીયન પ્રિમિયર લીગ (indian premier league)માં લગાતાર ધૂમ મચાવી રહ્યો છે.

IPL 2021: હરભજન જે ટીમમાં રહ્યો તે બંને ટીમ આઈપીએલ વિજેતા રહી ચુકી, ભજ્જીની ફિરકી 40 વર્ષે પણ જબરદસ્ત
Harbhajan Singh
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 11, 2021 | 4:59 PM

હરભજન સિંહ (Harbhajan Singh) એક સમયે ભારતીય ટીમનો મહત્વનો હિસ્સો હતો. અનુભવી ઓફ સ્પિનર હાલમાં જોકે લાંબા સમયથી ટીમની બહાર છે. તે ઈન્ડીયન પ્રિમિયર લીગ (indian premier league)માં લગાતાર ધૂમ મચાવી રહ્યો છે. તે IPLમાં પોતાના ઓફ સ્પિન વડે બેટ્સમેનોને આજે પણ મુશ્કેલીમાં મુકી દે છે. આગામી નવમી એપ્રિલથી શરુ થનારી IPL 2021ની 14મી સિઝનમાં હરભજનસિંહ નવી ટીમ સાથે રમતો જોવા મળનારો છે. હરભજનસિંહ હવે બે વારની IPL વિજેતા ટીમ કલકત્તા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) ટીમની સાથે જોડાયેલો જોવા મળશે.

હરભજનસિંહની IPLના અનુભવી ખેલાડીઓમાં ગણના કરવામાં આવે છે. તે આ લીગમાં કુલ 160 મેચ રમી ચુક્યો છે. આ દરમ્યાન તેણે 150 વિકેટ પોતાના નામે કરી છે. તે જે પણ ટીમમાં રહ્યો છે, તે ટીમ પોતાના અનુભવથી ટીમને સફળતા અપાવવા નિમિત્ત પણ બન્યો છે. તેની પાસે બે ટીમોની સાથે આઈપીએલની ટ્રોફી વિજેતાનો અનુભવ છે. મુંબઈ ઈન્ડીયન્સની સાથે આઈપીએલ કેરિયરની શરુઆત કરનાર હરભજનસિંહ બાદમાં મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)ની કેપ્ટનશીપમાં રમ્યો હતો. હરભજનસિંહ 40 વર્ષનો છે, પરંતુ તે આજે પણ તેની ફિરકીથી મેચને દિશા બદલવાનો દમ ધરાવે છે. વધતી ઉંમરની સાથે મળી રહેલા અનુભવથી હરભજન વધારે પ્રભાવી બની શક્યો છે.

દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?

IPLમાં ધીમી રહી હતી શરુઆત હરભજનસિંહની આઈપીએલમાં શરુઆત ધીમી રહી હતી. 2008માં તેણે મુંબઈ ઈન્ડીયન્સ સાથે જોડાઈને આઈપીએલની શરુઆત કરી હતી. તે લાંબો સમય સુધી ટીમ મુંબઈ સાથે જોડાયેલો રહ્યો હતો. પ્રથમ સિઝનમાં હરભજન માત્ર 3 મેચ જ રમીને 5 વિકેટ પોતાના નામે કરી હતી. જોકે ત્યારબાદ તે ટીમના માટે લગાતાર મેચ રમતો રહ્યો હતો. 2009માં તેણે 13 મેચમાં 12 વિકેટ, 2010માં 17, 2011માં 14 વિકેટ ઝડપી હતી.

વર્ષ 2012 તેના મા્ટે સારુ રહ્યુ નહોતુ. તે સિઝનમાં તેણે 16 મેચ રમવા છતાં પણ માત્ર 6 વિકેટ જ મળી શકી હતી. 2011માં તેણે મુંબઈની કેપ્ટનશીપ કરતા ચેમ્પિયન્સ લીગમાં વિજેતા બનાવ્યુ હતુ. જોકે આઈપીએલમાં મુંબઈને સફળતા 2013માં મળી હતી. ટીમે પ્રથમવાર આઈપીએલ ટાઈટલ જીત્યુ હતુ. 2013માં હરભજને મુંબઈ માટે 19 મેચ રમી હતી અને 24 વિકેટ ઝડપી હતી.

બે વાર મુંબઈને ટાઈટલ વિજેતા બનાવવાની ભૂમિકા નિભાવી હરભજનસિંહે મુંબઈ ઈન્ડીયન્સ સાથેનો સાથ આગળ પણ વધ્યો હતો. જ્યારે 2013મા મુંબઈને વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવનારા ભજ્જીએ મુંબઈને વધુ બે ટાઈટલ પણ જીતાડતી રમત રમી હતી. 2014માં તેણે 14 મેચમાં 14 વિકેટ ઝડપી હતી. 2015માં મુંબઈ ફરીથી વિજેતા બન્યુ હતુ,, જેમાં 15 મેચમાં 18 વિકેટ ભજ્જીએ ઝડપી હતી. આમ મુંબઈને બીજી વાર વિજેતા બનાવવામાં પણ મહત્વનું પ્રદર્શન કર્યુ હતુ. 2017માં મુંબઈ ત્રીજી વાર વિજેતા બન્યુ હતુ, જોકે હરભજનસિંહનું તેમાં ખાસ પ્રદર્શન રહ્યુ નહોતુ. 11 મેચમાં હરભજન સિંહે ફક્ત 8 વિકેટ ઝડપી હતી.

CSK સાથે જોડાયો એ સિઝન પણ વિજેતા નિવડી લગભગ એક દશક મુંબઈથી જોડાયેલા રહ્યા બાદ ફેન્ચાઈઝીએ હરભજનને અલવિદા કહી હતી. મુંબઈએ સાથ છોડતા જ મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ ધરાવતી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે તેને પોતાની સાથે સમાવી લીધો હતો. 2018માં ચેન્નાઈને ઘરડા ખેલાડીઓની ટીમ કહેવામાં આવી હતી, જોકે ચેન્નાઈ આ સિઝનમાં ત્રીજુ ટાઈટલ જીતવામાં સફળ રહી હતી. હરભજને ચેન્નાઈ માટે તે સિઝનમાં 12 મેચ રમી હતી અને તેમાં તેણે 7 વિકેટ ઝડપી હતી. 2019માં પણ હરભજનસિંહ સીએસકે માટે રમ્યો હતો અને તેણે 11 મેચમાં 16 વિકેટ ઝડપી હતી.

આઈપીએલ 2020ની સિઝનથી દૂર રહ્યો

2008થી આમ તો લગાતાર આઈપીએલની તમામ સિઝન રમી ચુકેલો હરભજનસિંહ 2020ની સિઝનથી અચાનક જ હટી ગયો હતો. તેનુ કારણ હતુ કોવિડ-19. કોરોના મહામારીને લઈને આઈપીએલ ભારતની બહાર યુએઈમાં રમાઈ હતી. જે દરમ્યાન હરભજનસિંહે આઈપીએલથી દુર રહેવા માટેનો નિર્ણય કર્યો હતો. હવે તે ભારતમાં આયોજીત 2021ની સિઝનમાં રમનારો છે. આમ એકવાર ફરીથી ભજ્જી આઈપીએલમાં રમતો જોવા મળશે, પરંતુ આ વખતે તેના માટે નવી ટીમ કેકેઆર સાથે મેદાનમાં ઉતરશે.

આ પણ વાંચો: IPL 2021 SRHvsKKR: હૈદરાબાદ અને કલકત્તા વચ્ચે આજે જંગ, કોણ કોના પર ભારે જુઓ હાર જીતના આંકડા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">