AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: સિઝનની બાકીની મેચોનું આયોજન થશે તો પણ બેન સ્ટોક્સ એ ભાગ લેવાથી નનૈયો ભણ્યો

ઇંગ્લેંડ ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ (Ben Stokes) આઇપીએલ 2021 દરમ્યાન ઇજાગ્રસ્ત બન્યો હતો. ત્યારબાદ તે આઇપીએલથી બહાર થઇ ગયો હતો.

IPL 2021: સિઝનની બાકીની મેચોનું આયોજન થશે તો પણ બેન સ્ટોક્સ એ ભાગ લેવાથી નનૈયો ભણ્યો
Ben Stokes
Avnish Goswami
| Edited By: | Updated on: May 13, 2021 | 11:25 AM
Share

ઇંગ્લેંડ ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ (Ben Stokes) આઇપીએલ 2021 દરમ્યાન ઇજાગ્રસ્ત બન્યો હતો. ત્યાર બાદ તે આઇપીએલથી બહાર થઇ ગયો હતો. જોકે આ દરમ્યાન આઇપીએલ પણ કોરોના સંક્રમણને લઇને વચ્ચેથી જ રોકી દેવાઇ છે. હવે આઇપીએલની બાકીની મેચોનું આયોજન બાદમાં કરવામાં આવનાર છે. હવે જેને લઇને બેન સ્ટોક્સ એ કહ્યુ છે કે, હવે જો પોતે ફીટ થઇ જશે આઇપીએલના બાકીના આયોજન દરમ્યાન તો પણ તે તેમાં હિસ્સો નહી લઇ શકે.

બેન સ્ટોક્સ આઇપીએલ 2021 માં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વતી રમવા દરમ્યાન પ્રથમ મેચમાં જ ઇજાગ્રસ્ત થયો હતો. તેના હાથની આંગળી ફ્રેકચર થઇ ગઇ હતી. પંજાબ કિંગ્સ સામે રમતા તેને ઇજા પહોંચી હતી. બેન સ્ટોક્સએ એક મીડિયા કોલમમાં લખતા કહ્યુ હતું કે, અમને નથી ખબર કે ટુર્નામેન્ટ ફરીથી શરુ થશે કે નહી. જોકે ECB એ કહ્યુ છે કે, ઇંગ્લેંડના ખેલાડીઓ માટે રમવુ મુશ્કેલ બનશે.

જોકે તેણે એ વાત ચોક્કસ કહી કે તે આગામી સિઝનમાં જરુર રમશે. બેન સ્ટોક્સ એ કહ્યુ હતું કે, ઇજા થવાને લઇને શરુઆતમાં તે ખુબ દુખી હતો. જોકે ઓપરેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. તેણે કહ્યુ કે મને નથી ખ્યાલ કે હું ક્યારે મેદાન પર પરત ફરી શકીશ. જોકે નવ સપ્તાહ હજુ સમય લાગી શકે છે.

તેણે કહ્યુ હતું કે, રાજસ્થાન રોયલ્સથી વિદાય લેવુ ખુબ જ મુશ્કેલ હતું. કારણ કે હું આટલી જલ્દી વિદાય લેવા નહોતો ઇચ્છતો. જોકે ત્યારબાદ લીગ જ સ્થગીત થઇ ગઇ અને હવે બધા ખેલાડીઓ પણ પરત ફરી ગયા. ભારત મુશ્કેલ સમયથી હાલમાં લડી રહ્યો છે.

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">