IOA અધ્યક્ષનું મોટું નિવેદન, ભારતીય પુરુષ અને મહિલા હોકી ટીમો CWG-2022માં રમવાની શક્યતા ઓછી, આ છે કારણ

કોમનવેલ્થ ગેમ્સ 2022માં બર્મિંગહામમાં યોજાવાની છે અને એશિયન ગેમ્સ 35 દિવસ પછી યોજાવાની છે.

IOA અધ્યક્ષનું મોટું નિવેદન, ભારતીય પુરુષ અને મહિલા હોકી ટીમો CWG-2022માં રમવાની શક્યતા ઓછી, આ છે કારણ
ioa chief narinder batra said indian hockey teams unlikely to compete in birmingham cwg
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2021 | 5:34 PM

IOA: (Indian Olympic Association) ભારતની પુરુષ અને મહિલા હોકી ટીમોએ તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિક -2020 (Tokyo Olympics)માં જોરદાર પ્રદર્શન કર્યું હતું. જ્યારે પુરુષ ટીમે બ્રોન્ઝ મેડલ (Bronze medal) જીતીને ચાર દાયકા લાંબા મેડલ દુકાળનો અંત લાવ્યો, મહિલા ટીમે પ્રથમ વખત સેમિફાઈનલમાં જગ્યા બનાવી. ભલે મહિલા ટીમ મેડલ જીતી શકી ન હતી, પરંતુ ટીમના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા. હવે બંને ટીમો આગામી ઓલિમ્પિકમાં પોતાનું પ્રદર્શન સુધારવા માંગે છે અને આ કારણોસર તેઓ મોટી ટુર્નામેન્ટમાંથી દુર થઈ શકે છે.

ઈન્ડિયન ઓલિમ્પિક એશોસિએશન (IOA) (Indian Olympic Association)ના પ્રમુખ નરિન્દર બત્રાએ શુક્રવારે જણાવ્યું હતું કે ભારતીય પુરુષ અને મહિલા હોકી ટીમો આગામી વર્ષે બર્મિંગહામમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games)માં ભાગ લે તેવી શક્યતા ઓછી છે, કારણ કે તેઓ એશિયન ગેમ્સ દરમિયાન પોતાના ફોર્મમાં રહેશે. જે પેરિસ ઓલિમ્પિક -2024 માટે ક્વોલિફાયર ટુર્નામેન્ટ છે.

બત્રાએ જણાવ્યું હતું કે શુક્રવારે અહીં એક ઔપચારિક બેઠક દરમિયાન તેમણે આ વાત ભારતીય સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI)ના ડાયરેક્ટર જનરલ સંદીપ પ્રધાનને જણાવી હતી. ભારતીય હોકી ટીમ એશિયન ગેમ્સમાં તેની ટોચ (લય અને ફિટનેસ) સુધી પહોંચવાની છે, જે કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games)ના બરાબર 35 દિવસ પછી શરૂ થશે. બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 28 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન યોજાવાની છે, જ્યારે એશિયન ગેમ્સનું આયોજન 10થી 15 સપ્ટેમ્બર દરમિયાન ચીનના હાંગઝોઉ દ્વારા કરવામાં આવશે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

હોકી ઈન્ડિયા સાથે ચર્ચા

“હોકી ઈન્ડિયા સાથેની પ્રાથમિક ચર્ચાઓના આધારે બત્રાએ જણાવ્યું કે હવે ભારતીય પુરુષ અને મહિલા હોકી ટીમો કોમનવેલ્થ ગેમ્સ -2022માં ભાગ લે તેવી શક્યતા નથી,” હોકી ઈન્ડિયા (Hockey India)ના પ્રભુત્વ ધરાવતા બત્રાએ અહીં એક નિવેદનમાં જણાવ્યું હતું. હોકી ઈન્ડિયા નથી ઈચ્છતી કે તેના ખેલાડીઓ 2022 એશિયન ગેમ્સના 35 દિવસ પહેલા તેમની રમતની ટોચ પર પહોંચે. એશિયન ગેમ્સ (Asian Games)ના સમયે ખેલાડીઓની લય અને ફિટનેસ ટોચ પર રહે તેવો તેમનો પ્રયાસ રહેશે.

“2022 કોમનવેલ્થ ગેમ્સ ચીનમાં એશિયન ગેમ્સના બરાબર 35 દિવસ પહેલા છે અને હોકીમાં એશિયન ગેમ્સનો વિજેતા સીધો 2024 પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થશે. એટલા માટે પુરૂષ અને મહિલા બંને હોકી ટીમો માટે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવો મહત્વપૂર્ણ છે.

ટીમ નાની હોઈ શકે છે

ગોલ્ડ કોસ્ટ (2018) કોમનવેલ્થમાં 216 સભ્યોની ટુકડી દ્વારા ભારતનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું, જ્યાં દેશે 26 ગોલ્ડ, 20 સિલ્વર અને અનેક બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ભારત કુલ 66 મેડલ સાથે ટેબલમાં ત્રીજા સ્થાને રહ્યું. બર્મિંગહામ ગેમ્સમાંથી શૂટિંગ અને તીરંદાજી પહેલેથી જ હટાવી દેવામાં આવી છે અને હવે હોકી ટીમ (Hockey team) બહાર થવાની શક્યતા હોવાથી આગામી ગેમ્સમાં ભારતીય ટુકડી ઘણી નાની હશે.

બત્રાએ કહ્યું “કોમનવેલ્થ ગેમ્સ 2022 માટે ભારતીય ટુકડીમાં ખેલાડીઓની સંખ્યા 2018ની સરખામણીમાં ઘણી ઓછી હશે. જેમાં 36 હોકી ખેલાડીઓની સાથે શૂટિંગ અને તીરંદાજીના ખેલાડીઓ પણ સામેલ થશે નહીં. 2018ની સરખામણીમાં લગભગ 18 શૂટર અને આઠ તીરંદાજ સહિત 62 ખેલાડીઓ ઘટ્યા. તેના કારણે 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે મેડલની સંખ્યા પણ પહેલા કરતા ઓછી રહેશે.

આ પણ વાંચો : Ginger Powder Benefits: દરેક પ્રકારના રોગો માટે રામબાણ ઈલાજ છે સૂંઠ, જાણો તેના ફાયદા વિશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">