INDvsENG: ભારતે નિર્ણાયક મેચમાં ઈંગ્લેન્ડ સામે 330 રનનું લક્ષ્ય , ધવન-હાર્દીક અને પંતની આક્રમક ફીફટી
પુણેમાં ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે વન ડે શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચ રમાઈ રહી છે. કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) લગાતાર ટોસ હારવાનો સીલસીલો જાળવી રાખ્યો છે.

પુણેમાં ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે વન ડે શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચ રમાઈ રહી છે. કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) લગાતાર ટોસ હારવાનો સીલસીલો જાળવી રાખ્યો છે. તેણે ઈંગ્લેન્ડ સામેની વન ડે સિરીઝ (ODI Series)ની નિર્ણાયક મેચમાં ટોસ હાર્યો હતો. જેને લઈને ટીમે હરીફના નિર્ણય પર પ્રથમ બેટીંગ કરવાનો વખત આવ્યો હતો. ભારતે સારી શરુઆત કરી હતી અને પ્રથમ વિકેટ માટે 100 કરતા વધુ રનની ભાગીદારી રમત રમી હતી, ભારતે આજે શરુઆતથી જ આક્રમક રમત દાખવી હતી. ભારતે 48.2 ઓવરમાં 329 રન કરીને ઓલઆઉટ થયુ હતુ.
ભારતની બેટીંગ
શિખર ધવન, હાર્દિક પંડ્યા અને ઋષભ પંતે આજે શાનદાર રમત રમીને અર્ધશતક લગાવ્યા હતા. ત્રણેય ખેલાડીઓએ આક્રમકતા સાથે બેટીંગ કરીને ભારતના સ્કોરબોર્ડને આગળ ધપાવ્યુ હતુ. રોહિત શર્મા 37 બોલમાં 37 રન કરીને આદિલ રાશિદના બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. શિખર ધવન 56 બોલમાં 67 રન કરીને રાશિદના બોલ પર તેના જ હાથે કેચ આઉટ થયો હતો. શિખર અને રોહિતે 103 રનની ભાગીદારી રમત 14.4 ઓવરમાં રમી હતી. વિરાટ કોહલી 7 રન કરીને મોઈન અલીના બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. કે એલ રાહુલ પણ 7 રન પર જ વિકેટ ગુમાવી બેઠો હતો. આમ 154 રનમાં જ ટોપ ઓર્ડરની મહત્વની 4 વિકેટ ભારત ગુમાવી બેઠુ હતુ.
જો કે બાદમાં ઋષભ પંત અને હાર્દિક પંડ્યાએ સ્થિતી સંભાળતી બેટીંગ કરી હતી. બંનેએ વિકેટ સાચવતી બેટીંગ સાથે આક્રમક રમત રમી હતી. બંનેએ શાનદાર અર્ધશતક લગાવીને ભારતને એક સમયે મુશ્કેલી સર્જાયેલી સ્થિતીને વિખેરી નાંખી હતી. સાથે જ બંને એ ટીમ માટે જરુરી એવા મોટા સ્કોરના પ્રોજેક્ટને આગળ ધપાવ્યો હતો. પંતે 62 બોલમાં 78 રન 4 છગ્ગા સાથે કર્યા હતા. હાર્દિક પંડ્યાએ 44 બોલમાં 64 રન કર્યા હતા, તેણે 4 છગ્ગા લગાવ્યા હતા. કૃણાલ પંડ્યાએ 25 અને શાર્દુલ ઠાકુરે 30 રન કર્યા હતા. જોકે અંતિમ ઓવરોમાં વિકેટો ગુમાવતા રનની ગતી ધીમી પડી હતી.
ઈંગ્લેન્ડની બોલીંગ
માર્ક વુડે 3 વિકેટ ઝડપી હતી. 7 ઓવરમાં 34 રન એક મેડન ઓવર સાથે આપ્યા હતા. આદિલ રાશિદે ભારતીય ઓપનીંગ જોડી સેટ થઈ સ્કોર બોર્ડ આગળ ચલાવતી હતી, ત્યારે જ તેણે સફળતા મેળવી હતી. તેણે રોહિત શર્માને ક્લીન બોલ્ડ કર્યો હતો. રાશિદે જો કે 10 ઓવરમાં 81 રન ગુમાવીને 2 વિકેટ ઝડપી હતી. સેમ કરન, રેસ ટોપ્લે, બેન સ્ટોક્સ, મોઈન અલી અને લિવીંગ સ્ટોને એક એક વિકેટ ઝડપી હતી.