INDvsAUS: રોહિત શર્મા સસ્તામાં આઉટ થતા સોશિયલ મિડીયામાં ભડક્યા ફેંન્સ

Avnish Goswami

|

Updated on: Jan 19, 2021 | 10:46 AM

ભારત (India) અને ઓસ્ટ્રેલીયા (Australia) વચ્ચે રમાઇ રહેલી ચાર ટેસ્ટ મેચની સીરીઝની અંતિમ ટેસ્ટના આખરી દિવસે, ટીમ ઇન્ડીયાના ઓપનર રોહિત શર્મા (Rohit Sharma) 7 રન બનાવીને આઉટ થયો હતો. મેચના ચોથા દિવસે તે 4 બનાવીને રમતમાં હતો,

INDvsAUS: રોહિત શર્મા સસ્તામાં આઉટ થતા સોશિયલ મિડીયામાં ભડક્યા ફેંન્સ
Rohit Sharma

ભારત (India) અને ઓસ્ટ્રેલીયા (Australia) વચ્ચે રમાઇ રહેલી ચાર ટેસ્ટ મેચની સીરીઝની અંતિમ ટેસ્ટના આખરી દિવસે, ટીમ ઇન્ડીયાના ઓપનર રોહિત શર્મા (Rohit Sharma) 7 રન બનાવીને આઉટ થયો હતો. મેચના ચોથા દિવસે તે 4 બનાવીને રમતમાં હતો, પાંચમા દિવસે પોતાના સ્કોરમાં તે ત્રણ રન ઉમેરીને પેટ કમિન્સ (Pat Cummins) ના બોલ પર આઉટ થયો હતો. બ્રિસબેન ટેસ્ટ (Brisbane Test) માં રોહિત એ પેટ કમિન્સના બહાર જતા બોલ પર બેટ અડાડતા, તેનુ નુકશાન પોતાની વિકેટ ગુમાવાની ચુકવ્યુ હતુ. આમ ભારતે 18 રનના સ્કોર પર જ પ્રથમ વિકેટ ગુમાવવી પડી હતી.

ઓસ્ટ્રેલીયાએ ભારતને 328 રનનુ લક્ષ્ય આપ્યુ છે. મેચના અંતિમ દિવસની રમતથી રોહિત શર્મા પાસે ખૂબ આશાઓ હતી. આા સમયે જ રોહિત શર્માએ સસ્તામાં વિકેટ ગુમાવી દેવાને લઇને ફેંન્સ પણ નારાજ દેખાવા લાગ્યા હતા. ટ્વીટર પર કેટલાક ફેંસ ગુસ્સો પણ નિકાળવા લાગ્યા હતા. આ સીરીઝમાં રોહિત શર્મા બે ટેસ્ટ મેચ માટે ટીમ સાથે જોડાયો હતો. બંને મેચમાં કોઇ મોટી રમત તે રમી શકયો નહોતો. રોહિત એ ટેસ્ટ ક્રિકેટમાં ઓપનર બેટ્સમેન તરીકે ઘરેલુ મેદાન પર જબરદસ્ત પારી રમી રમી છે. જોકે ઓવરસીઝ કંન્ડીશનમાં તેમનો ફ્લોપ શો જારી રહ્યો છે. મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલીયાએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરચા 369 રન પ્રથમ ઇનીંગમાં કર્યા હતા. જેની સામે ભારતે પ્રથમ ઇનીંગમાં 336 રન કર્યા હતા. આમ 33 રનની લીડ સાથે ઓસ્ટ્રેલીયાએ ભારતને 328 રનનુ લક્ષ્ય આપ્યુ હતુ.

https://twitter.com/Sahil_Hitman_45/status/1351324278046691329?s=20

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati