INDvsAUS: બ્રિસબેનમાં ભારતીય ટીમના ખેલાડીઓની હાલત અત્યંત કપરી, ખેલાડીઓ ટોયલેટ સાફ કરવા મજબુર

ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલીયા સામેની ચોથી અને અંતિમ ટેસ્ટ માટે બ્રિસબેન (Brisbane) પહોંચી છે. જ્યા જે હોટલમાં ટીમને રોકાણ કરાવવામાં આવ્યુ છે, તેના થી ભારતીય ખેલાડીઓના હોશ ઉડી ગયા છે. આ હોટલમાં પ્રાથમિક સુવિધાઓનો જ અભાવ છે. ખેલાડીઓ તમામ કામ જાતે જ કરવુ પડી રહ્યુ છે.

  • Avnish Goswami
  • Published On - 8:32 AM, 13 Jan 2021
INDvsAUS: Indian team players in dire straits in Brisbane, players forced to clean toilets
Team India.

ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલીયા સામેની ચોથી અને અંતિમ ટેસ્ટ માટે બ્રિસબેન (Brisbane) પહોંચી છે. જ્યા જે હોટલમાં ટીમને રોકાણ કરાવવામાં આવ્યુ છે, તેના થી ભારતીય ખેલાડીઓના હોશ ઉડી ગયા છે. આ હોટલમાં પ્રાથમિક સુવિધાઓનો જ અભાવ છે. ખેલાડીઓ તમામ કામ જાતે જ કરવુ પડી રહ્યુ છે. ટીમ ગાબા મેદાન (Gabba Ground) થી ચાર કિલોમીટર દુર સોફિટેલ નામની હોટલમાં રોકાઇ છે. ખેલાડીઓએ હોટલોને ઠીક કહી છે, પરંતુ એ પણ કહ્યુ કે આ ને તમામ રીતે એક જેલ કહી શકાય છે. તેના બાદ BCCI એ મામલો હાથમાં લીધો હતા. અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly), સેક્રેટરી જય શાહ (Jay Shah) અને સીઇઓ હેમાંગ અમિને ક્રિકેટ ઓસ્ટ્રેલીયા (Cricket Australia) ના અધિકારીઓ સાથએ વાત કરી હતી. તેમણે ફરીયાદો અને સમસ્યાઓને તાત્કાલિક દુર કરવા માટે કહ્યુ છે.

આ પહેલા અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડીયાએ ખેલાડીઓના હવાલા થી લખ્યુ હતુ કે, તેમણે પોતે જ બેડને યોગ્ય કરવો પડે છે. પોતે જ ટોયલેટ સાફ કરવુ પડી રહ્યુ છે. જમવાનુ નજીકની એક ભારતીય રેસ્ટોરન્ટ થી આવી રહ્યુ છે. જે ખેલાડીઓને તેમના જ રોકાણના ફ્લોર પર પુરુ પાડવામાં આવે છે. ખેલાડીઓને તેમને જે ફ્લોર ફાળવવામા આવ્યો છે, તેના થી તેઓ બહાર જઇ શકતા નથી. આખી હોટલ ખાલી છે, પરંતુ ખેલાડી કોઇ પણ સુવિધાનો પુરો ઉપયોગ કરી શકતા નથી. ના તો તેઓ જીમમાં જઇ શકે છે અને ના તો તેઓ સ્વિમીંગ પુલમાં જઇ શકે છે. હોટલના કેફે અને રેસ્ટોરન્ટને પણ બંધ કરવી દેવામા આવ્યુ છે

બ્રિસબેન હાલમાં કોરોના ફ્રી છે. પરંતુ ક્વિસલેન્ડ રાજ્યમાં કોરોનાના મામલા ઝડપ થી વધવા લાગ્યા છે. આવામાં અહી ક્વોરન્ટાઇનના નિયમો આકરા છે. ટીમના સાથે જોડાયેલા લોકોનુ કહેવુ છે કે, ભારત હાલમાં ઇજાગ્રસ્ચ ખેલાડીઓ થી સંઘર્ષ કરી રહ્યુ છે. આવામાં બીના જીમ અને પુલ ના ઉપયોગ કર્યા વિના રિકવરી કેવી રીતે કરી શકે છે. હોટલમાં અન્યો કોઇ નથી તો પછી બંધ રાખવાનો શુ મતલબ છે. બતાવાવમાં આવી રહ્યુ છે કે, ટીમ મેનેજમેન્ટે બીસીસીઆઇની આ અંગે જાણકારી આપી દીધી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે જે ચિજોનો વાયદો હતો અને જે સુવિધા મળી રહી છે તેાં ખૂબ અંતર છે. કહેવામાં આવી રહ્યુ છે કે, જરુરી ક્વોરન્ટાઇન સમયગાળો પૂર્ણ કરી લેતા ખેલાડીઓને આરામ મળી શકે છે. તેમને જરુરી સુવિધા આપવામાં આવી શકે છે. જોકે આવુ કંઇ થઇ નથી રહ્યુ. ખેલાડીઓની 15-20 વાર પરિક્ષણ કરવામાં આવી ચુકી છે. જેના થી નાકમાં પણ જાણે કે કેટલાક ને સોજા આવી ગયા છે. ક્યારેક ક્યારેક તો નાકમાંથી લોહી પણ વહેવા લાગે છે. પરેશાનીની વાત એ છે કે, અનેક ખેલાડીઓ ઇજાગ્રસ્ત પણ છે. એમ લાગી રહ્યુ છે કે, ટીમ હોસ્પિટલ વોર્ડ બની ગઇ છે. છતાં પણ કોઇ રાહત નથી મળી રહી.

પીટીઆઈની જાણકારી મુજબ બીસીસીઆઇના એક અધિકારીએ કહ્યુ કે, ખેલાડીઓને સુવિધા નહી મળવાને લઇને હોટલ મેનેજ મેન્ટ ને પણ ફરીયાદ કરી હતી. પરંતુ તેમનુ કહેવુ છે કે, નિયમ તમામ પર લાગુ છે. ઓસ્ટ્રેલીયાની ટીમ પણ આ જ રીતે રહે છે.જોકે હાલમાંતો ભારતીય ટીમે આશા વ્યક્ત કરી છે કે, ગાંગુલી અને જય શાહ મામલાને સુલઝાવી લેશે.