Indian Tigers & Indian Tigress , શરુ થઈ ભારતની સૌથી મોટી ફૂટબોલ ટેલેન્ટ હન્ટ

ટીવી 9 નેટવર્કના અંગ્રેજી સમાચાર બ્રાન્ડ News9 ને આજે Indian Tigers & Indian Tigressesને લોન્ચ કર્યું છે. આ ભારતમાં અત્યારસુધીની સૌથી મોટી ફુટબોલ ટેલેન્ટ હંટ હશે. જેમાં 14 વર્ષથી ઓછી ઉંમરના યુવા ફુટબોલર્સ પોતાનું પ્રદર્શન આપતા જોવા મળશે.

Indian Tigers & Indian Tigress , શરુ થઈ ભારતની સૌથી મોટી ફૂટબોલ ટેલેન્ટ હન્ટ
Follow Us:
| Updated on: Apr 10, 2024 | 2:51 PM

દેશની નંબર- ન્યુઝ1 નેટવર્ક TV9 યુવાઓ માટે અત્યારસુધીનો સૌથી મોટું ફુટબોલ ટેલેન્ટ હંટ લઈને આવ્યું છે. જેનાથી ભારતના અંડર-14 ફુટબોલ પ્રતિભાઓને મોટી તક મળશે. બુધવાર 10 એપ્રિલના રોજ TV9 અંગ્રેજી સમાચાર બ્રાન્ડ News9 ‘Indian Tigers & Indian Tigresses’ ટેલેન્ટ હંટને ગ્રેટર નોઈડાના દિલ્હી પબ્લિક સ્કૂલમાં શરુ થઈ છે. આ ઈવેન્ટમાં અનેક મશહુર જર્મન ફુટબોલ હસ્તીઓએ ભાગ લીધો. આ કાર્યક્રમ ભારતને ફુટબોલની દુનિયામાં ભારતને એક તાકાતના રુપમાં સ્થાપિત કરવામાં મદદ કરશે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

TV9 નેટવર્ક પ્રતિષ્ઠિત જર્મન સંસ્થાઓની સાથે મળી આનું આયોજન કરી રહ્યા છે. જેનાથી ફુટબોલના યુવા ભારતીય ખેલાડીઓને સારી એવી તક મળશે. ભારતની ફુટબોલ પ્રતિભાને આગળ વધારવા માટે આ એક વિશ્વ સ્તરીય મંચ છે. આ ભારતમાં અત્યારસુધીનું સૌથી મોટું ફુટબોલ ટેલેન્ટ હંટ હશે. જેમાં 14 વર્ષથી ઓછી ઉંમરના યુવા ફુટબોલર્સ પોતાનું પ્રદર્શન આપતા જોવા મળશે.

યુવાઓનું સપનું થશે સાકાર

આ ટેલેન્ટ હંટમાં જર્મન ફુટબોલના દિગ્ગજોની ભાગેદારી જોવા મળશે. 14 વર્ષથી ઓછી ઉંમરના ફુટબોલરની પ્રતિભાની ઓળખ મળશે. ફુટબોલ ટેલેન્ટને શોધવા અને તેમને પ્રોત્સાહન આપવા માટે ટીવી9 નેટવર્કના એમડી અને સીઈઓ બરુણ દાસે કહ્યું “News9ની Indian Tigers & Indian Tigressesની આ પહેલ અમારા માટે ખુબ ગર્વની વાત છે. આ આયોજન ભારતીય ફુટબોલને એક નવી દિશા તરફ લઈ જશે. આ ભારતમાં ફુટબોલ રમનારા માટે એક મોટી તક હશે. આનાથી યુવાઓને વૈશ્વિક સ્તર પર મોટી ઓળખ મળશે અને તેના કરિયરને ઓછી ઉંમરમાં એક મોટી સફળતા માટે તક મળશે. આ આયોજનથી ખેલાડીઓ માટે નવા દરવાજા ખુલશે અને અનેક હજારો સપનાઓ સાકાર થશે.

એપ્રિલથી જુલાઈ સુધી ચાલશે આ ટેલેન્ટ હંટ

આ ટેલેન્ટ હંટ એપ્રિલથી જુલાઈ સુધી ચાલશે. દેશભરમાં અંદાજે 20 કરોડથી વધુ દર્શકો સુધી પહોંચવા માટે ટીવી 9 નેટવર્ક પ્લેટફોર્મ પર દેખાડવામાં આવશે. સાથે ટીવી 9 ડિજીટલ પર પણ આનું પ્રસારણ કરવામાં આવશે. જેના 100 મિલિયનથી વધુ દર્શકો છે. યુટ્યુબ ચેનલો સહિત ટીવી 9ની અન્ય ભાષાઓના પ્લેટફોર્મ પર આનું આયોજન કરવામાં આવશે.

જર્મન ફૂટબોલ દિગ્ગજો પણ ભાગ લેશે

આ ખાસ ઈવેન્ટમાં જર્મન ફુટબોલના દિગ્ગજો પણ ભાગ લેશે. જર્મન ફુટબોલ એસોશિએશનમાં આંતરરાષ્ટ્રીય મીડિયાના પ્રમુખ કાય ડૈમહોલ્જ, બુંડસલીગાથી પીટર લાઈબલ, રીસ્પો (RIESPO) ના સીઈઓ ગેરહાર્ડ રીડલ, એશિયા અને યૂરોપમાં મહિલા ફુટબોલને નવી ઉંચાઈ પર લઈ જનારી જૂલિયા ફાર,જર્મની આંતરરાષ્ટ્રીય ફુટબોલ સંસ્થાના ડો. આંસેમ કૂચ્લા, સ્ટ્રાઈકરલૈબ્સના સીઈઓ ફિલિપ ક્લોકલ અને વેલેન્ટીના પુત્ઝ પણ આ આયોજનમાં ભાગ લેશે.

View this post on Instagram

A post shared by TV9 Gujarati (@tv9gujarati)

ઓસ્ટ્રેલિયા અને જર્મનીનો પ્રવાસ

જુલાઈ અને ઓગસ્ટમાં એક મુશ્કેલ પ્રકિયા છે. 20 ખેલાડીઓ અને 20 સ્ટેન્ડબાયમાં પસંદગી કરવામાં આવશે. આ ખેલાડીઓ ફ્રેન્ડલી મેચોમાં ભાગ લેવા માટે આંતરરાષ્ટ્રીય પ્રદર્શન માટે ઓસ્ટ્રેલિયા અને જર્મનીનો પ્રવાસ કરશે. ત્યારબાદ 17 ઓગસ્ટ 2024ના રોજ જર્મનીના સુપરકપ ફાઈનલમાં 40 વિજેતા ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે. આનાથી ફુટબોલ ખેલાડીઓ એટલે કે, Indian Tigers & Indian Tigressesના યુરોપના 65,000 ચાહકોની સામે સન્માનિત કરવામાં આવશે. જે ખેલાડીઓને કરિયરમાં એક મહત્વપૂર્ણ સાબિત થશે.

ભારતીય ફુટબોલમાં એક નવા યુગની શરુઆત

News9 Indian Tigers & Indian Tigressesના આ કાર્યક્રમ દેશભરના યુવા ફુટબોલ પ્રેમિઓ માટે આશા અને અવસરનું કિરણ બનાવવાની આશા જગાડે છે. આ ભારતીય ફુટબોલમાં એક નવા યુગનું આગમન થશે, જે આવનારી પેઢીઓનો ઉત્સાહ વધારવાનું કામ કરશે.

આ પણ વાંચો : IPL 2024 : આજે ગુજરાત ટાઈટન્સની ટીમ રાજસ્થાન રોયલ્સને પહેલી હારનો સ્વાદ ચખાડશે ? જુઓ પોઈન્ટ ટેબલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
g clip-path="url(#clip0_868_265)">