ICC Champions Trophy 2025ને લઈને મોટા સમાચાર, ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય!

|

Jul 11, 2024 | 11:31 AM

પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની મળી છે. આ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાનનો પ્રવાસ કરશે કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી. આ દરમિયાન આ ટૂર્નામેન્ટ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. જાણો શું છે.

ICC Champions Trophy 2025ને લઈને મોટા સમાચાર, ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય!

Follow us on

આઈસીસીની આગામી ટૂર્નામેન્ટ ચેમ્પિયન ટ્રોફી છે અને આની યજમાની પાકિસ્તાન કરશે. જેના માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આઈસીસીને શેડ્યૂલ પણ મોકલ્યું છે. જે અનુસાર આ ટૂર્નામેન્ટ 19 ફેબ્રુઆરી થી 9 માર્ચ સુધી રમાશે પરંતુ બીસીસીઆઈ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવા માંગતી નથી. ત્યારે હવે આને લઈ એક મોટું અપટેડ સામે આવ્યું છે.

ચેમ્પિયન ટ્રોફી 2025ને લઈ મોટા સમાચાર

ભારતીય ક્રિકેટ ટીમ 2025 આઈસીસી ચેમ્પિયન ટ્રોફી માટે પાકિસ્તાન જવાની સંભાવના નથી, રિપોર્ટ મુજબ બીસીસીઆઈ આઈસીસીને દુબઈ કે પછી શ્રીલંકામાં મેચની યેજમાની કરવાનું કહી શકે છે. આ જાણકારી બીસીસીઆઈના સુત્રોએ એએનઆઈને આપી છે.ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધો સારા નથી. ત્યારે આ મામલે હવે છેલ્લો નિર્ણય કેન્દ્ર સરકાર પર નિર્ભર કરશે. જેને લઈ બંન્ને ટીમ વચ્ચે કોઈ સીરિઝ પણ નથી, ભારત અને પાકિસ્તાન વચ્ચે માત્ર આઈસીસી ટૂર્નામેન્ટ અને એશિયા કપ દરમિયાન જ મેચ રમવામાં આવે છે.

એશિયા કપનું ફોર્મૂલા લાગુ થશે?

એશિયા કપ 2023ની યજમાની પાકિસ્તાનને મળી હતી પરંતુ ત્યારે પણ ભારતીય ટીમે પાકિસ્તાન પ્રવાસ કર્યો ન હતો. ટૂર્નામેન્ટને હાઈબ્રિડ મોડલમાં હોસ્ટ કરવામાં આવ્યું હતુ. ચાર મેચ પાકિસ્તાન અને અન્યા મેચ શ્રીલંકામાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ પોતાની તમામ મેચ શ્રીલંકામાં રમી હતી અને ફાઈનલ મેચ પણ અહિ રમાઈ હતી. ત્યારે બીસીસીઆઈ આ વખતે પણ આઈસીસીની સામે હાઈબ્રિડ મોડલનો પ્રસ્તાવ રાખી શકે છે.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

લાહૌરમાં રાખવામાં આવી છે ટીમ ઈન્ડિયાની તમામ મેચ

ડ્રાફટ શેડ્યૂલ મુજબ ટીમ ઈન્ડિયાએ પોતાની તમામ મેચ લાહૌર રમવાની છે. ટીમ ઈન્ડિયા પોતાની પહેલી મેચ 20 ફ્રેબુઆરીના રોજ બાંગ્લાદેશ સામે રમશે. ત્યારબાદ બીજી મેચ 23 ફેબ્રુઆરીના રોજ ન્યુઝીલેન્ડ સામે રમશે. તો ભારત 1 માર્ચે ટુર્નામેન્ટના યજમાન અને કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ગ્રુપ સ્ટેજની ત્રીજી અને છેલ્લી મેચ રમશે.

પાકિસ્તાનના 3 શહેરોમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન

  1. લાહોર
  2. કરાચી
  3. રાવલપિંડી

ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનના 3 શહેરો – લાહોર, કરાચી અને રાવલપિંડી ખાતે થવાનું છે. પરંતુ ભારતની તમામ મેચ લાહોરમાં યોજાવાની છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન જાય છે કે નહીં તે સંપૂર્ણપણે ભારત સરકારના નિર્ણય પર નિર્ભર છે. સરકાર તરફથી લીલી ઝંડી મળતાં જ ભારતીય ટીમ પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમતી જોવા મળી શકે છે.

Published On - 11:12 am, Thu, 11 July 24

Next Article