સ્ટાર બોલર બુમરાહની ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન બોર્ડરને ચિંતા, કહ્યુ જો ફિટ રહેશે તો મહત્વનો બોલર

સ્ટાર બોલર બુમરાહની ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન બોર્ડરને ચિંતા, કહ્યુ જો ફિટ રહેશે તો મહત્વનો બોલર
Bumrah

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ટેસ્ટ સિરીઝમાં ઝડપી બોલર જસપ્રિત બુમરાહ મહત્વનો સાબિત થઈ શકે છે. આ માનવુ છે ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ કેપ્ટન એલન બોર્ડરનું. ભારતીય ઝડપી બોલર બુમરાહના નેતૃત્વમાં ઝડપી બોલરના પ્રદર્શન સીરીઝમાં નિર્ણાયક સાબિત થશે. આ કારણથી જ બોર્ડરે આ વાતને લઈને સાવચેત કર્યા છે કે જો બુમરાહ પુર્ણ રીતે ફીટ રહ્યો તો […]

Avnish Goswami

| Edited By: Kunjan Shukal

Dec 16, 2020 | 10:44 PM

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ટેસ્ટ સિરીઝમાં ઝડપી બોલર જસપ્રિત બુમરાહ મહત્વનો સાબિત થઈ શકે છે. આ માનવુ છે ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ કેપ્ટન એલન બોર્ડરનું. ભારતીય ઝડપી બોલર બુમરાહના નેતૃત્વમાં ઝડપી બોલરના પ્રદર્શન સીરીઝમાં નિર્ણાયક સાબિત થશે. આ કારણથી જ બોર્ડરે આ વાતને લઈને સાવચેત કર્યા છે કે જો બુમરાહ પુર્ણ રીતે ફીટ રહ્યો તો ભારતીય ટીમ જીત નોંધાવી શકે છે.

Indian star bowler Bumrah worries former Australia captain Border, says key bowler if fit

Bumrah

ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાના પાછલા પ્રવાસ દરમ્યાન 2-1થી ઐતિહાસિક સિરીઝ જીતી હતી. તે સિરીઝમાં બુમરાહે ટીમને માટે સૌથી વધારે 21 વિકેટ ઝડપી હતી. બુમરાહ ઉપરાંત મહંમદ શામીએ પણ 16 વિકેટ હાંસલ કરી હતી. આ વખતે પણ બંને બોલરો પાસેથી ટીમને વધારે આશાઓ રહેશે. ગુરુવારથી શરુ થનારી ટેસ્ટ સીરીઝમાં એકવાર ફરીથી બોલીંગ અને બેટીંગ બંનેમાં બંને ટીમોના દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે ટક્કર થશે. ઓસ્ટ્રેલિયા માટે સ્ટીવ સ્મિથની વાપસી મહત્વની માનવામાં આવી રહી છે તો ભારતીય ટીમમાં બુમરાહની હાજરી ફરી એકવાર મોટો ફર્ક સાબિત કરી શકે છે. સોની નેટવર્ક સાથે વાત કરતા ઓસ્ટ્રેલિયાઈ પૂર્વ કેપ્ટન એલન બોર્ડે પોતાને બુમરાહનો મોટો ફેન બતાવ્યો હતો.

Indian star bowler Bumrah worries former Australia captain Border, says key bowler if fit

Bumrah

બોર્ડરે કહ્યુ હતુ કે, જો તે ખુદને ફિટ રાખે છે તો આપણે એ ખેલાડીની વાત કરીએ છીએ કે તે મેચ જીતી શકે છે. હું તેને લઈને થોડો પરેશાન છું. કારણકે અમારી પીચો થોડી ઉછાળ અને મુવમેન્ટ આપે છે. ગત પ્રવાસની માફક જો તે વિકેટ નિકાળે છે તો તે મોટું અંતર સર્જી શકે છે. આપ હંમેશા તે વિચારો છો કે, આપના બેટ્સમેન પર્યાપ્ત રન બનાવે. પરંતુ ટેસ્ટ મેચ જીતવા માટે 20 વિકેટની જરુર હોય છે. જો તે ફિટ રહેતા હોય તો તે ખૂબ મહત્વનું સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, બુમરાહની ફિટનેસમાં કેટલાક સમયથી પરેશાની રહી છે. પીઠની ઈજાથી બહાર આવ્યા પછી ટીમમાં વાપસી કર્યા પછી તેના ફોર્મમાં અસર પહોંચી છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati