ભારતીય ઉદ્યોગપતિએ ક્રિકેટરને કોકેઈન આપી ફસાવીને બ્લેકમેલ કર્યો, ફિક્સિંગની ધમકી આપી, હવે ICC કરશે પ્રતિબંધ

ક્રિકેટ (Cricket)નો પોતાનો કાયદો છે. અને આ કાયદાનું રક્ષક ICCછે. જ્યારે કોઈપણ ખેલાડી આ રમતના નિયમોની બહાર જાય છે, તો તે ICC દ્વારા સજાને પાત્ર છે.

ભારતીય ઉદ્યોગપતિએ ક્રિકેટરને કોકેઈન આપી ફસાવીને બ્લેકમેલ કર્યો, ફિક્સિંગની ધમકી આપી, હવે ICC કરશે પ્રતિબંધ
Brendan Taylor (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2022 | 5:16 PM

Brendan Taylor : જ્યારે કોઈપણ ખેલાડી આ રમતના નિયમોની બહાર જાય છે, તો તે ICC દ્વારા સજાને પાત્ર છે. અને જો ફિક્સિંગ કરવામાં આવે છે, તો પરિસ્થિતિ તેના પ્રતિબંધ સુધી પહોંચે છે. આવા જ એક મામલામાં ઝિમ્બાબ્વે(Zimbabwe)ના પૂર્વ ક્રિકેટર (Brendan Taylor) પર પ્રતિબંધની તલવાર લટકતી જોવા મળી રહી છે. જો કે, જે મામલો ટેલરને અટવાયેલો જણાય છે તે બે-ત્રણ વર્ષ જૂનો છે. અને તેના તાર કોઈ ભારતીય ઉદ્યોગપતિ (Indian businessman)સાથે જોડાતા હોય તેવું લાગે છે. આ ફિક્સિંગની ઘટના વર્ષ 2019માં ટેલર સાથે બની હતી, જેનો તેણે હવે ખુલાસો કર્યો છે.

(Brendan Taylor) ઓક્ટોબર 2019માં સોશિયલ મીડિયા (Social media)દ્વારા પોતાની સાથેની ઘટનાનો ખુલાસો કર્યો હતો. તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે હું છેલ્લા 2 વર્ષથી તણાવમાં છું. જે પણ થયું તે બિલકુલ યોગ્ય નહોતું અને તેના કારણે મારા પર માનસિક રીતે પણ ઘણી અસર થઈ હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

બ્રેન્ડનને ફસાવવા માટે ભારતીય ઉદ્યોગપતિની યુક્તિ

(Brendan Taylor)ને તેના ટ્વીટમાં લખ્યું છે કે તે ઘટના તેની સાથે બની હતી જ્યારે ઓક્ટોબર 2019માં એક ભારતીય ઉદ્યોગપતિએ ઝિમ્બાબ્વેમાં T20 ઇવેન્ટનું આયોજન કરવા અને તેની સ્પોન્સરશિપ અંગે ચર્ચા કરવા માટે ભારત બોલાવ્યો હતો. તેણે કહ્યું કે તેણે મને ભારત આવવા માટે પૈસા પણ આપ્યા હતા. (Brendan Taylor)ને આગળ લખ્યું કે હું એક ક્ષણ માટે આશ્ચર્યચકિત થઈ ગયો. પરંતુ તે સમયે પરિસ્થિતિ એવી હતી કે હું ભારત આવવા માટે રાજી થઈ ગયો.

કોકેઈન આપીને બ્લેકમેલ

(Brendan Taylor) લખ્યું કે બિઝનેસમેને મારા માટે હોટલમાં ડિનરની વ્યવસ્થા કરી. અમે સાથે પીધું અને પછી મને ખુલ્લેઆમ કોકેઈન ઓફર કરવામાં આવી. તેઓ બધા કોકેઈન લેતા હતા અને હું પણ લલચાઈ ગયો. પછી બીજા દિવસે સવારે તે મારા રૂમમાં આવ્યો અને તેણે રાત્રે બનાવેલો વીડિયો બતાવ્યો. તેણે મને તે વિડિયો બતાવ્યો અને કહ્યું કે જો હું તેના માટે મેચ ફિક્સ નહીં કરું તો તે મારો કોકેઈન લેતો વીડિયો વાયરલ કરી દેશે.

ટેલરે ગયા વર્ષે ક્રિકેટ છોડી દીધું

(Brendan Taylor)ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તેણે ઝિમ્બાબ્વે માટે રમાયેલી 34 ટેસ્ટમાં 6 સદી સાથે 2320 રન બનાવ્યા છે અને 45 T20માં 119ની આસપાસના સ્ટ્રાઈક રેટથી 900થી વધુ રન બનાવ્યા છે.

આ પણ વાંચોઃ

Team India આગામી 5 મહિનામાં 4 ટીમો સાથે મુકાબલો કરશે, દક્ષિણ આફ્રિકાથી બદલો લેવાની પણ તક મળશે, જુઓ શેડ્યૂલ

આ પણ વાંચોઃ

IPL 2022 મેગા ઓક્શનમાં રજીસ્ટ્રેશન કરાવનાર એક હજાર ખેલાડીઓ પર બોલી નહી લાગે, તેનું કારણ બીસીસીઆઈના નિયમ છે

g clip-path="url(#clip0_868_265)">