AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતે ઓસ્ટ્રેલિયા સામે 174 રન 9 વિકેટ ગુમાવી નોંધાવ્યા, રિંકૂ સિંહની તોફાની બેટિંગ

India vs Australia, T20 Series 4th Match 1st Inning Report Today: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી 5 મેચની સિરીઝ ચાલી રહી છે. ભારતીય ટીમ 3-1 થી અજેય રહેવા માટે પુરો દમ લગાવશે. રાયપુરમાં શહીદ વીર નારાયણસિંહ સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી.

ભારતે ઓસ્ટ્રેલિયા સામે 174 રન 9 વિકેટ ગુમાવી નોંધાવ્યા, રિંકૂ સિંહની તોફાની બેટિંગ
| Updated on: Dec 02, 2023 | 10:02 AM
Share

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની T20 સિરીઝ રમાઈ રહી છે. સિરીઝમાં ભારતીય ટીમ 2-1 થી આગળ છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ સિરીઝને બરાબર કરવા માટે દમ લગાવશે. જ્યારે ભારતીય ટીમ સિરીઝમાં 3-1 થી અજેય થવા માટે પ્રયાસ કરશે. ભારતીય ટીમે ટોસ હારીને મેદાનમાં ઉતરતા શરુઆતથી જ આક્રમક રમત દર્શાવી હતી. ભારતીય ઓપનરોએ સારી શરુઆત અપાવી હતી. ભારતે 9 વિકેટ ગુમાવીને 174 રન નોંધાવ્યા હતા.

ભારતીય ટીમ સિરીઝમાં શરુઆતથી જ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ભારતીય બેટર્સે જબરદસ્ત બેટિંગ સિરીઝમાં કરી છે. જેને લઈ ભારતીય ટીમ વિશાળ લક્ષ્ય અગાઉની ત્રણેય મેચમાં ખડક્યા હતા. જેને લઈ ભારતીય ટીમે શરુઆતની બંને મેચમાં શાનદાર જીત નોંધાવી હતી.

ઓપનરની સારી શરુઆત

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ફરી એકવાર પ્રથમ બોલિંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. આમ ભારતીય ટીમ ટોસ હારીને બેટિંગ કરવા માટે મેદાને ઉતરતા સારી શરુઆત કરી હતી. ઓપનર્સ યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડે શરુઆત આક્રમક કરી હતી. જયસ્વાલે તોફાની રમત રમવાનો પ્રયાસ કર્યો હતો. તેણે 28 બોલમાં 37 રન નોંધાવ્યા હતા. જેમાં તેણે 6 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. ગાયકવાડે પણ 28 બોલનો સામનો કરીને 32 રન નોંધાવ્યા હતા. તેણે 1 છગ્ગો અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા.

અય્યક અને સૂર્યા આજે ખાસ પ્રદર્શન કર્યા વિના જ પરત ફર્યા હતા. અય્યરે 7 બોલમાં 8 રન નોંધાવ્યા હતા. જ્યારે સૂર્યાએ 2 બોલમાં 1 રન નોંધાવ્યો હતો. સૂર્યા વેડેના હાથમાં કેચ ઝડપાયો હતો.

રિંકૂની તોફાની બેટિંગ

સૂર્યા અને અય્યર બાદ રિંકૂ સિંહ અને જિતેશ શર્માએ બાજી સંભાળી હતી. બંનેએ તોફાની બેટિંગ શરુ કરી હતી. બંનેએ ચોગ્ગા અને છગ્ગા મેદાનમાં ઉતરતા જ વરસાવ્યા હતા. આમ એક સમયે ધીમુ પડેલ સ્કોર બોર્ડ દોડવા લાગતા ભારતીય ક્રિકેટ રસિકોને રાહત થઈ હતી. જિતેશ શર્માએ 19 બોલનો સામનો કરીને 3 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકારીને 35 રન નોંધાવ્યા હતા. અક્ષર પટેલ ગોલ્ડન ડક વિકેટ ગુમાવી પરત ફર્યો હતો. વિશાળ શોટ ફટકારવાના ચક્કરમાં તે પરત શૂન્ય પર પરત ફર્યો હતો.

તોફાની બેટર રિંકૂ સિંહે મેદાનમાં ઉતરતા વેંત જ મેદાનમાં ચારેય તરફ મોટા શોટ ફટકારવાનું શર્યુ હતુ. તેની રમતને લઈ જ લડાયક સ્કોર સર્જાઈ શક્યો હતો. રિંકૂએ 29 બોલનો સામનો કરીને સૌથી વધારે 46 રન નોંધાવ્યા હતા. રિંકૂએ 2 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">