Ind vs Aus: વનડે સીરિઝની શરૂઆત પહેલા ભારતને ઝટકો, સ્ટાર બેટ્સમેન આઉટ થઈ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે જ્યાં મંગળવારે ત્રણ મેચની સીરિની પ્રથમ મેચ રમવાની છે.
Ind vs Aus: ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરૂઆત પહેલા જ ટીમ ઈન્ડિયા (Team India)ને મોટો આંચકો લાગ્યો છે. ટીમની વિસ્ફોટક બેટ્સમેન હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) મંગળવારે રમાનારી પ્રથમ વનડેમાંથી બહાર થઈ ગઈ છે. ટીમના કોચ રમેશ પવારે આ વાતની પુષ્ટિ કરી અને જણાવ્યું કે, હરમનપ્રીત (Harmanpreet Kaur)ને અંગૂઠામાં ઈજા થઈ છે. આ કારણોસર, તે પ્રથમ વનડે નહીં રમે.
ભારતે ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ત્રણ વનડે અને ટી -20 સીરિઝ (T-20 series) રમવાની છે. વનડે સીરિઝ પહેલા 19 સપ્ટેમ્બરથી શરૂ થવાની હતી પરંતુ ત્યારબાદ સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. આ સીરિઝ હવે 21 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. ભારત આ પ્રવાસમાં ઐતિહાસિક ટેસ્ટ મેચ (Test match) પણ રમશે. આ મેચ ઐતિહાસિક હશે કારણ કે, તે ડે-નાઇટ ટેસ્ટ મેચ હશે. ભારતીય મહિલા ટીમની આ પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચ (Day-night test match) હશે. આ મેચ 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી રમાશે.
ભારતીય ટીમે (Team India) આ પ્રવાસમાં 3 વનડે, એક ટેસ્ટ મેચ અને 3 T20 મેચ રમવાની છે. આગામી વર્ષના વનડે વર્લ્ડ કપ (World Cup) ની તૈયારીની દ્રષ્ટિએ ભારતીય ટીમ માટે આ પ્રવાસ મહત્વનો છે. મિતાલી રાજ (Mithali Raj) ની આગેવાની હેઠળની ભારતીય મહિલા ક્રિકેટ ટીમે (India Women Cricket Team) ઓસ્ટ્રેલિયા સામે પોતાનો મોરચો ખોલ્યો છે. ભારતીય ટીમ (Team India) વનડે, ટેસ્ટ અને T20 શ્રેણી માટે ઓસ્ટ્રેલિયામાં છે અને અહીં તેની શરૂઆત સારી રહી નથી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની વનડે સીરિઝ (ODI series) 21 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. તે પહેલા, શનિવાર 18 સપ્ટેમ્બરના રોજ, બંને ટીમો વચ્ચે બ્રિસ્બેનમાં એક પ્રેક્ટિસ મેચ રમાઈ હતી.
ટોપ ઓર્ડર નિષ્ફળ ગયો, નીચલા ક્રમે બેટની શક્તિ બતાવી
જવાબમાં ભારતની શરૂઆત પણ સારી નહોતી. યુવા ઓપનર શેફાલી વર્મા (27) અને રિચા ઘોષ (11) ટૂંક સમયમાં પેવેલિયન પરત ફર્યા. વરિષ્ઠ બેટ્સમેન સ્મૃતિ મંધાના (Batsman Smriti Mandhana) (14) અને કેપ્ટન મિતાલી રાજ (01) એ પણ તરત જ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. બંનેને એલિસ પેરીએ આઉટ કર્યા હતા. 19 વર્ષની સ્ટેલા કેમ્પબેલ, જે પેરી સાથે બોલિંગની જવાબદારી સંભાળી રહી હતી, તેણે પ્રથમ 15 ઓવરમાં ભારતને 4 ઝટકા આપ્યા હતા.
આ પણ વાંચો : IPL 2021: KKR માટે જીત ખૂબ મહત્વની, તો RCB નો મજબૂત પડકાર રહેશે