IND vs SL, 2nd Test, Day 3, Highlights : ભારત બીજી ટેસ્ટ 238 રને જીત્યું અને સીરિઝ 2-0 થી ક્લીન સ્વીપ કરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 5:53 PM

IND vs SL, 2nd Test, Day 3 Highlights : ભારતે બીજી ટેસ્ટ મેચમાં શ્રીલંકાને 238 રનથી હરાવ્યું. મેચની બીજી ઇનિંગમાં અશ્વિને 4 વિકેટ તો બુમરાહે 3 અને અક્ષરે 2 અને જાડેજાએ 1 વિકેટ ઝડપી હતી.

IND vs SL, 2nd Test, Day 3, Highlights : ભારત બીજી ટેસ્ટ 238 રને જીત્યું અને સીરિઝ 2-0 થી ક્લીન સ્વીપ કરી
IND vs SL, 2nd Test, Day 3 Live Score

ભારતે 303 રન પર પોતાનો બીજો સ્કોર જાહેર કર્યો અને શ્રીલંકાને 447 રનનો લક્ષ્યાંક આપ્યો. ભારતે તેના પ્રથમ દાવમાં 252 રન બનાવ્યા હતા અને શ્રીલંકાને પ્રથમ દાવમાં 109 રનમાં આઉટ કરી દીધી હતી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 14 Mar 2022 05:50 PM (IST)

    IND vs SL, 2nd Test, Day 3, Live Score: ભારતને બીજી ટેસ્ટ 238 રને જીતી લીધી અને શ્રેણી 2-0થી ક્લીન સ્વિપ કરી

    અશ્વિને 60 મી ઓવરમાં ત્રીજા બોલ પર વિશ્વા ફેરનાન્ડોને આઉટ કરીને ભારતને બીજી ટેસ્ટ મેચ 238 રનથી જીતી લીધી હતી. અશ્વિનના બોલને ફેરનાન્ડોએ મીડ ઓફમાં શોટ ફટકાર્યો હતો. જ્યા શમીએ બોલને કેચ પકડી લેતા ભારતને મોટી સફળતા મળી હતી. આ જીત સાથે ભારતે શ્રીલંકા પર 2-0થી ક્લીન સ્વિપ કર્યું હતું.

  • 14 Mar 2022 05:45 PM (IST)

    IND vs SL, 2nd Test, Day 3, Live Score: ભારતને મળી નવમી સફળતા

    જસપ્રીત બુમરાહે સુરંગા લકમલને આઉટ કરીને ભારતને નવમી સફળતા અપાવી હતી. બુમરાહે 59મી ઓવરમાં બીજા બોલ પર સુરંગા લકમલને ક્લિન બોલ્ડ કરીને મોટી સફળતા મેળવી હતી. લકમલે માત્ર 1 રન બનાવ્યો હતો.

  • 14 Mar 2022 05:42 PM (IST)

    IND vs SL, 2nd Test, Day 3, Live Score: અશ્વિને ઝડપી વિકેટ

    58મી ઓવરમાં ત્રીજી બોલ પર અશ્વિને અમ્બુલડેનિયાને આઉટ કર્યો હતો. અશ્વિનનો બોલ તેના પેડ પર લાગ્યો અને અશ્વિને આઉટની અપીલ કરી પણ અમ્પાયરે તેને આઉટ આપ્યો નહીં. ટીમ ઇન્ડિયાએ રિવ્યુ લીધો જે સફળ રહ્યો અને ભારતને આઠમી વિકેટ મળી. એમ્બુલડેનિયાએ 2 રન કર્યા હતા.

  • 14 Mar 2022 05:36 PM (IST)

    IND vs SL, 2nd Test, Day 3, Live Score: ભારતને મળી મોટી સફળતા

    જસપ્રીત બુમરાહે દિમુથ કરૂમારત્નેને બોલ્ડ કર્યો હતો. 57મી ઓવરમાં પાંચમી બોલ પર બુમરાહએ કરૂણારત્નેને આઉટ કર્યો હતો. રાઉન્ડ ધ વિકેટથી બોલિંગ કરી રહેલ બુમરાહની અંદર આવતા બોલ પર કરૂણારત્ને સંપુર્ણ રીતે ચુકી ગયો અને બોલ સ્ટમ્પમાં લાગ્યો.

  • 14 Mar 2022 05:08 PM (IST)

    IND vs SL, 2nd Test, Day 3, Live Score: કરૂણારત્નેનો કેચ છુટ્યો

    51મી ઓવરના પહેલા બોલ પર રોહિત શર્માએ કરૂણારત્નેનો મુશ્કેલ કેચ છોડી દીધો હતો. આ સમયે બોલર રવિન્દ્ર જાડેજા હતો.

  • 14 Mar 2022 05:06 PM (IST)

    IND vs SL, 2nd Test, Day 3, Live Score: અક્ષર પટેલે ભારતને છઠ્ઠી સફળતા અપાવી

    50મી ઓવરના અંતિમ બોલ પર અક્ષર પટેલે ચરિથા અસાલંકાને પેવેલિયન ભેગો કર્યો. તેની સાથે જ શ્રીલંકાએ છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી હતી. અક્ષરની બોલ ટર્ન લઇને અંદરની બાજુ આવી અને અસાલંકાના બેટને અડીને લેગ સ્લિપમાં રહેલ રોહિત શર્માએ બોલ પકડી લીધો અને શ્રીલંકાને મોટો ઝટકો લાગ્યો.

  • 14 Mar 2022 04:13 PM (IST)

    IND vs SL, 2nd Test, Day 3, Live Score: કરૂણારત્ને ભાગ્યશાળી રહ્યો

    37 મી ઓવરમાં પાંચમાં બોલ પર શમીએ ઓફ સ્ટમ્પ પર બોલિંગ કરી. બોલ કરૂણારત્નેના બેટના કિનારાને અડીને વિકેટ પાછળ વિકેટકીપર અને પહેલી સ્લિપની વચ્ચેથી બોલ નીકળી હયો અને ચાર રન મળ્યા.

  • 14 Mar 2022 03:29 PM (IST)

    IND vs SL, 2nd Test, Day 3, Live Score: અશ્વિને ઝડપી વિકેટ

    રવિચંદ્રન અશ્વિને ધનંજય ડી સિલ્વાને આઉટ કર્યો હતો. 28મી ઓવરમાં પાંચમા બોલ પર અશ્વિનન બોલ પર ધનંજયે શોર્ટ લેગ પર શોટ ફટકાર્યો. જ્યા હનુમા વિહારીએ કેચ પકડી લીધો હતો. તેની સાથે જ અશ્વિને ટેસ્ટમાં વિકેટ લેવામાં ડેલ સ્ટેનને પાછળ છોડી દીધો હતો. અશ્વિનની હવે ટેસ્ટમાં 440 વિકેટ થઇ ગઇ છે.

  • 14 Mar 2022 02:51 PM (IST)

    IND vs SL, 2nd Test, Day 3, Live Score: ભારતને મળી મોટી સફળતા

    શ્રીલંકાના સ્ટાર બેટ્સમેન કુશળ મેન્ડીસ આઉટ થઇ જતાં શ્રીલંકાને મોટો ઝટકો લાગ્યો છે. અશ્વિને કુશલ મેન્ડીસને આઉટ કરીને ભારતને મોટી સફળતા અપાવી. મેન્ડીસે 60 બોલમાં 8 ચોગ્ગા સાથે 54 રન બનાવ્યા હતા.

  • 14 Mar 2022 02:35 PM (IST)

    કેપ્ટન રોહિતની પ્રથમ ટેસ્ટ શ્રેણી જીત

    રોહિત ટેસ્ટ કેપ્ટન તરીકે પોતાની પ્રથમ ટેસ્ટ સિરીઝ રમી રહ્યો છે. તેણે મોહાલીમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં તેની કપ્તાનીમાં ટીમને જીત અપાવી હતી અને હવે તે આ મેચ જીતીને સિરીઝ જીતીને ટેસ્ટ કેપ્ટનશિપની શાનદાર શરૂઆત કરવા ઈચ્છશે.

  • 14 Mar 2022 02:34 PM (IST)

    ટીમ ઈન્ડિયા તૈયાર છે

    ટીમ ઈન્ડિયા ત્રીજા દિવસની રમત માટે તૈયાર છે. તેની બોલિંગ જે રીતે રહી છે, તે જોતાં આશા છે કે ત્રીજા દિવસે જ ભારત આ મેચ જીતી લેશે અને શ્રેણી પણ જીતી લેશે.

Published On - Mar 14,2022 2:32 PM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">