IND vs SA, 1st Test, Day 1, Score Highlights: ભારતના નામે રહ્યો પ્રથમ દિવસ, મજબૂત સ્થિતીમાં ટીમ ઇન્ડિયા સ્કોર 272/3

IND vs SA, 1st Test, Day 1, Score in gujarati Highlights: ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકામાં આજ સુધી એકપણ ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી.

IND vs SA, 1st Test, Day 1, Score Highlights: ભારતના નામે રહ્યો પ્રથમ દિવસ, મજબૂત સ્થિતીમાં ટીમ ઇન્ડિયા સ્કોર 272/3
IND vs SA, 1st Test, Day 1

| Edited By: Avnish Goswami

Dec 26, 2021 | 8:54 PM

IND vs SA : સેન્ચુરિયનમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચનો આજે પ્રથમ દિવસ છે. ભારતીય ટીમ અત્યાર સુધી દક્ષિણ આફ્રિકામાં એકપણ ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી. દક્ષિણ આફ્રિકા હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મજબૂત ટીમ નથી કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં તે પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ રહી છે. તેને જોતા કોહલી અને તેની ટીમ માટે આ શ્રેષ્ઠ તક માનવામાં આવી રહી છે.

કોહલી અને દ્રવિડ આ ટેસ્ટ સિરીઝ જીતીને ઈતિહાસ રચવા ઈચ્છશે, કારણ કે અત્યાર સુધીના ઈતિહાસમાં ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકામાં કોઈ ટેસ્ટ સિરીઝ જીતી શકી નથી. આફ્રિકાની ધરતી પર બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 7 ટેસ્ટ શ્રેણી રમાઈ છે, જેમાં યજમાન ટીમે 6માં જીત મેળવી છે. જ્યારે એક શ્રેણી ડ્રો રહી છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 26 Dec 2021 08:54 PM (IST)

  રાહુલનો વધુ એક રેકોર્ડ

  રાહુલ હાલમાં 122 રન બનાવીને અણનમ છે. દક્ષિણ આફ્રિકામાં કોઈપણ ભારતીય ઓપનરનો આ સર્વોચ્ચ સ્કોર છે. આ મામલામાં તેણે વસીમ જાફરને પાછળ છોડી દીધો છે. જાફરે 116 રન બનાવ્યા હતા.

 • 26 Dec 2021 08:35 PM (IST)

  કિસ્મતે બચ્યો રાહુલ

  રાહુલનું નસીબ આજે તેની સાથે દેખાઈ રહ્યું છે. રાહુલ 84મી ઓવરના બીજા બોલ પર આઉટ થતા બચી ગયો હતો. રબાડા દ્વારા ફેંકવામાં આવેલો આ બોલ વધુ ઉછાળો લેતો હતો અને બેટની બહારની ધાર સાથે ગલીમાં ગયો હતો. પરંતુ સારું થયું કે બોલ ફિલ્ડરથી દૂર રહ્યો. ત્યાં ઉભેલા ફિલ્ડરે ડાઇવ કરીને બોલને પકડવાનો પ્રયાસ કર્યો પરંતુ તે કેચ પકડી શક્યો નહીં અને બોલ બાઉન્ડ્રીની પાર ગયો.

 • 26 Dec 2021 08:20 PM (IST)

  આફ્રિકાએ નવો બોલ મેળવ્ચો

  દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરે બીજો નવો બોલ લીધો છે. માર્કો યાનસને આ બોલથી શરૂઆત કરી હતી જેના પર રહાણેએ તેનો સાતમો ફોર ફટકાર્યો હતો. આ સાથે જ ભારતે તેના 250 રન પૂરા કરી લીધા છે. રહાણેનો આ સાતમો ફોર છે.

 • 26 Dec 2021 08:01 PM (IST)

  કેએલ રાહુલનુ શાનદાર શતક

  કેએલ રાહુલે કેશવ મહારાજના બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાનુ શતક પુર્ણ કર્યુ હતુ. તેણે શાનદાર શતક બોક્સિંગ ડે ટેસ્ટ દરમ્યાન નોંધાવ્યુ છે.

 • 26 Dec 2021 07:56 PM (IST)

  રહાણેની ચોગ્ગા વાળી ! 5 મો ચોગ્ગો

  રહાણેએ પોતાની શાનદાર બેટિંગનું પ્રદર્શન કરતા વધુ એક બાઉન્ડ્રી ફટકારી છે. આ વખતે તેણે મુલ્ડર પર બેકફૂટ પંચ કર્યો અને ચોગ્ગો ફટકાર્યો. રહાણેએ ચોગ્ગાથી 21 રન સુધી 20 રન બનાવ્યા છે. રહાણે બોલને સારી રીતે વાંચી રહ્યો છે અને તેને બેટની વચ્ચે પણ લઈ રહ્યો છે.

 • 26 Dec 2021 07:35 PM (IST)

  રહાણેનો વધુ એક ચોગ્ગો

  અજિંક્ય રહાણેએ એનગિડીના બોલ પર શાનદાર શોટ રમ્યો અને ચાર રન લીધા. રહાણેએ ઓફ-સ્ટમ્પની બહાર બોલને ફટકાર્યો અને બોલને બેટની મધ્યમાં લઈ ગયો અને શાનદાર કવર ડ્રાઈવ સાથે ચાર રન બનાવ્યા. આ તેની બીજી બાઉન્ડ્રી છે.

 • 26 Dec 2021 07:27 PM (IST)

  ભારતના 200 રન પૂરા

  કોહલી બાદ મેદાનમાં આવેલા અજિંક્ય રહાણેએ ચોગ્ગા સાથે ખાતું ખોલાવ્યું હતું. આ સાથે જ ભારતના 200 રન પૂરા થઈ ગયા છે. રહાણે માટે આ કરો યા મરો મેચ છે. તે લાંબા સમયથી રન માટે લડી રહ્યો છે.

 • 26 Dec 2021 07:26 PM (IST)

  વિરાટ કોહલી આઉટ

  ભારતને ત્રીજો ઝટકો લાગ્યો છે. કેપ્ટન વિરાટ કોહલી બહાર છે. કોહલી 35ના અંગત સ્કોર પર લુંગી એનગિડીએ આઉટ થયો હતો. કોહલી ઓફ-સ્ટમ્પની બહાર પડેલા બોલને રમવા ગયો અને બોલ તેના બેટની કિનારી લઈને સ્લિપમાં ઉભેલા મુલ્ડરના હાથમાં ગયો.

 • 26 Dec 2021 07:19 PM (IST)

  માર્કો યાનસનની વાપસી

  પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલો દક્ષિણ આફ્રિકાનો ડાબોડી ફાસ્ટ બોલર માર્કો યાનસન બોલિંગમાં પાછો ફર્યો છે. જો કે તે હજુ સુધી વધારે પ્રભાવિત થયો નથી.

 • 26 Dec 2021 07:10 PM (IST)

  સિક્સ ! રાહુલે પહેલા ચોગ્ગો અને બીજા બોલે છગ્ગો

  કેશવ મહારાજની ઓવરમાં ચોથા બોલ પર કેએલ રાહુલે ચોગ્ગો ફટકાર્યા બાદ તુરત જ પાંચમાં બોલે શાનદાર છગ્ગો લગાવ્યો હતો. રાહુલે લોંગ ઓન પર આ છગ્ગો લગાવીને પોતાના સ્કોર 90 પર પહોંચાડ્યો છે.

 • 26 Dec 2021 07:09 PM (IST)

  રાહુલને લગાવી બાઉન્ડરી

  કેએલ રાહુલે દિવસની 66 મી ઓવર લઇને આવેલા કેશવ મહારાજના ચોથા બોલ પર ગેપમાં શાનદાર ચોગ્ગો લગાવ્યો હતો. રાહુલે મીડ વિકેટ અને મીડ ઓનની વચ્ચે થી બોલને બાઉન્ડરી પર પહોંચાડ્યો હતો.

 • 26 Dec 2021 07:07 PM (IST)

  એક ઓવરમાં રબાડાના બે નો બોલ

  આ મેચમાં રબાડા પાસેથી જે પ્રકારના પ્રદર્શનની અપેક્ષા હતી તે હજુ સુધી જોવા મળ્યું નથી. તેનાથી વિપરીત, રબાડા નો બોલથી પરેશાન છે. 65મી ઓવર ફેંકવા આવેલા આ બોલરે આ ઓવરમાં બે નો બોલ ફેંક્યા. આ ઓવરનો પહેલો અને છેલ્લો બોલ રબાડાએ ફેંક્યો હતો. રબાડાએ અત્યાર સુધીમાં પાંચ નો બોલ ફેંક્યા છે, તેના સિવાય દક્ષિણ આફ્રિકાના અન્ય કોઈ બોલરે આ મેચમાં એક પણ નો બોલ ફેંક્યો નથી.

 • 26 Dec 2021 06:53 PM (IST)

  રબાડા પર કોહલીનો શાનદાર શોટ

  મહારાજ પછી, કોહલીએ આગલી ઓવરમાં દક્ષિણ આફ્રિકાના શ્રેષ્ઠ બોલર કાગિસો રબાડા પર ચોગ્ગો ફટકાર્યો. કોહલીએ ઓફ-સ્ટમ્પની બહાર એક શાનદાર ડ્રાઈવ ફટકારી અને પોઈન્ટની દિશામાં ચાર રન લીધા. આ શોટની ટાઈમિંગ એટલી શાનદાર હતી કે ડીપ પોઈન્ટનો ફિલ્ડર પણ તેને રોકી શક્યો ન હતો.

 • 26 Dec 2021 06:52 PM (IST)

  કોહલીની બાઉન્ડરી

  60મી ઓવર નાંખી રહેલા કેશવ મહારાજના ચોથા બોલ પર કોહલીએ લેગ સાઇડ પર શાનદાર ફોર ફટકારી હતી. શોટ રમ્યા બાદ કોહલીએ રાહુલને બે રન લેવા કહ્યું પરંતુ બોલ બાઉન્ડ્રી લાઇનની ઉપર ગયો અને ભારતના ખાતામાં ચાર રનનો વધારો થયો.

 • 26 Dec 2021 06:26 PM (IST)

  ટી બ્રેક સુધી ભારતનો સ્કોર 157/2

  ટી બ્રેક સુધી ભારતે બે વિકેટના નુકસાને 157 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 54 બોલમાં 19 અને કેએલ રાહુલ 166 બોલમાં 68 રન બનાવીને રમી રહ્યા છે. બીજા સેશનમાં ભારતે બે બોલમાં સતત બે વિકેટ ગુમાવી દીધી હતી.

 • 26 Dec 2021 06:26 PM (IST)

  રાહુલ સામે LBWની મજબૂત અપીલ

  મુલ્ડર 55 મી ઓવર લાવ્યો હતો અને તે ઓવર મેઇડન હતી. ઓવરના ચોથા બોલ પર બોલ રાહુલના બેટની કિનારે વાગ્યો હતો પરંતુ બીજી સ્લિપમાં પહોંચતા પહેલા જ નીચે અડક્યો હતો. આ પછી, આગામી બોલ પર રાહુલ સામે જોરદાર અપીલ કરવામાં આવી હતી, જોકે અમ્પાયરે આઉટ આપ્યો ન હતો. દક્ષિણ આફ્રિકાએ રિવ્યુ પણ કર્યો ન હતો.

 • 26 Dec 2021 06:02 PM (IST)

  કેશવ મહારાજની મેઇડન ઓવર

  વિઆને 51મી ઓવર લીધી અને આ ઓવરમાં બે રન આપ્યા. બીજી તરફ કેશવ મહારાજની દિવસની પાંચમી ઓવર મેઇડન હતી. ટીમ ઈન્ડિયા માટે મોટો સ્કોર બનાવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેના માટે કોહલી અને રાહુલ પાસેથી મોટી ઈનિંગ્સની અપેક્ષા છે.

 • 26 Dec 2021 06:01 PM (IST)

  રાહુલની સંભાળીને બેટીંગ

  48મી ઓવર લાવનાર કેશવ મહારાજે આ ઓવરમાં પાંચ રન આપ્યા હતા, કેએલ રાહુલે ઓવરના ત્રીજા બોલ પર કવર પોઈન્ટ પર ચોગ્ગો ફટકાર્યો હતો. આ પછી વિઆને આગલી ઓવરમાં માત્ર એક રન આપ્યો હતો.

 • 26 Dec 2021 05:46 PM (IST)

  IND vs SA 1st Test LIVE Score: વિરાટ કોહલી અને કેએલ રાહુલે ઇનિંગની કમાન સંભાળી

  ભારતે ઓછા અંતરે બે મહત્વની વિકેટ ગુમાવી હતી, જોકે હવે વિરાટ કોહલી અને કેએલ રાહુલે ઇનિંગની કમાન સંભાળી લીધી છે. બંને વચ્ચે 45 બોલમાં 22 રનની ભાગીદારી થઈ છે.

 • 26 Dec 2021 05:25 PM (IST)

  IND vs SA 1st Test LIVE Score: કે.એલ રાહુલે ફિફ્ટી ફટકારી

  વાઇસ કેપ્ટન કેએલ રાહુલે નવ ચોગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી હતી. રાહુલે Ngidi બોલ પર ચોગ્ગો ફટકારીને 127 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. 43 ઓવર પછી ભારતનો સ્કોર બે વિકેટે 122 રન છે. રાહુલ 51 અને કેપ્ટન વિરાટ કોહલી એક રન બનાવીને ક્રિઝ પર છે.

 • 26 Dec 2021 05:09 PM (IST)

  IND vs SA 1st Test LIVE Score:ભારતને બીજો ઝટકો, પુજારા આઉટ

  ભારતની પ્રથમ વિકેટ 41મી ઓવરના ત્રીજા બોલ પર પડી હતી. મયંક અગ્રવાલ 60 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો છે. અગ્રવાલને લુંગી એનગીડીએ એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. અગ્રવાલને ઓન-ફીલ્ડ અમ્પાયરે નોટ આઉટ આપ્યો હતો, પરંતુ દક્ષિણ આફ્રિકાએ રિવ્યુ લઈને નિર્ણય પાછો ખેંચ્યો હતો.પુજારા 0 રન બનાવીને આઉટ થયો

 • 26 Dec 2021 05:06 PM (IST)

  IND vs SA 1st Test LIVE Score:ભારતને પ્રથમ ઝટકો, મયંક અગ્રવાલ આઉટ

 • 26 Dec 2021 05:02 PM (IST)

  IND vs SA 1st Test LIVE Score:મયંક અગ્રવાલે શાનદાર ચોગ્ગો ફટકાર્યો

  મયંક અગ્રવાલ 60 રન બનાવી ક્રિઝ પર છે

 • 26 Dec 2021 04:58 PM (IST)

  IND vs SA 1st Test LIVE Score: કેએલ રાહુલે ચોગ્ગો ફટકાર્યો

  કેએલ રાહુલ 119 બોલમાં 47 રન બનાવીને ક્રિઝ પર છે

 • 26 Dec 2021 04:47 PM (IST)

  IND vs SA 1st Test LIVE Score:37 ઓવર બાદ ભારતનો સ્કોર 105 પર પહોચ્યો

  37 ઓવરના અંતે ભારતે કોઈપણ નુકસાન વિના 105 રન બનાવી લીધા છે. મયંક અગ્રવાલ 56 અને કેએલ રાહુલ 39 રને ક્રીઝ પર છે.

 • 26 Dec 2021 04:41 PM (IST)

  IND vs SA 1st Test LIVE Score: મયંક-રાહુલની સદીની ભાગીદારી

  35 ઓવરના અંતે ભારતે કોઈપણ નુકસાન વિના 101 રન બનાવી લીધા છે. મયંક અગ્રવાલ 56 અને કેએલ રાહુલ 35 રને ક્રીઝ પર છે. અગ્રવાલે અત્યાર સુધીમાં આઠ અને કેએલ રાહુલે પાંચ ચોગ્ગા ફટકાર્યા છે.

 • 26 Dec 2021 04:25 PM (IST)

  IND vs SA 1st Test LIVE Score:મયંક અગ્રવાલે ફિફ્ટી ફટકારી

  ઓપનર મયંક અગ્રવાલે  ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીનું ફોર્મ જાળવી રાખ્યું છે. આ ઓપનરે 89 બોલમાં આઠ ચોગ્ગાની મદદથી પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. મયંક અગ્રવાલની ટેસ્ટ કારકિર્દીની આ છઠ્ઠી ફિફ્ટી છે.

 • 26 Dec 2021 04:18 PM (IST)

  IND vs SA 1st Test LIVE Score: મયંકની અડધી સદી પૂરી, ટીમ ઈન્ડિયા 100 રનની નજીક છે

  ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ સેન્ચુરિયનમાં રમાય રહી છે. આજે મેચનો પ્રથમ દિવસ છે

 • 26 Dec 2021 04:17 PM (IST)

  IND vs SA 1st Test LIVE Score: બીજું સેશન થોડીવારમાં શરૂ થશે

 • 26 Dec 2021 03:36 PM (IST)

  IND vs SA 1st Test LIVE Score: પ્રથમ સેશનમાં ભારતનો સ્કોર 83 રન

  ટીમ ઈન્ડિયાએ પ્રથમ ટેસ્ટમાં શાનદાર શરૂઆત કરી છે. પ્રથમ દિવસે લંચ સુધી ટીમે 28 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 83 રન બનાવી લીધા છે. મયંક અગ્રવાલ 46 અને કેએલ રાહુલ 29 રને રમી રહ્યા છે.

 • 26 Dec 2021 03:34 PM (IST)

  IND vs SA 1st Test LIVE Score: ભારતના નામે વધુ એક રેકોર્ડ

  આ વર્ષે આ સાતમી વખત છે જ્યારે ભારતની ઓપનિંગ જોડી એશિયાની બહાર 20 ઓવરથી વધુ ટકી રહી છે. આ વર્ષ પહેલા છેલ્લા 10 વર્ષમાં એકવાર પણ આવું બન્યું નથી.

 • 26 Dec 2021 03:27 PM (IST)

  IND vs SA 1st Test LIVE Score:ભારતનો સ્કોર 82

 • 26 Dec 2021 03:22 PM (IST)

  IND vs SA 1st Test LIVE Score: કે એલ રાહુલે 26મી ઓવરના બીજા બોલ પર શાનદાર ચોગ્ગો ફટકાર્યો

  26મી ઓવર સુધીમાં ભારતનો સ્કોર એક પણ વિકેટ ગુમાવ્યા વગર 78 છે,હવે ભારતની નજર સ્કોરબોર્ડને ઝડપથી આગળ વધારવા પર છે

 • 26 Dec 2021 03:17 PM (IST)

  IND vs SA 1st Test LIVE Score:ટીમ ઈન્ડિયાએ પ્રથમ ટેસ્ટમાં સારી શરૂઆત કરી

  ટીમ ઈન્ડિયાએ પ્રથમ ટેસ્ટમાં સારી શરૂઆત કરી છે. 23 ઓવર બાદ ટીમે કોઈપણ નુકશાન વિના 69 રન બનાવી લીધા છે. મયંક અગ્રવાલ 43 અને કેએલ રાહુલ 22 રને રમી રહ્યા છે.

 • 26 Dec 2021 03:10 PM (IST)

  IND vs SA 1st Test LIVE Score:મયંક અગ્રવાલે ચોગ્ગો ફટકાર્યો

  મયંક અગ્રવાલે 23મી ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો ,23મી ઓવર સુધીમાં ભારતનો સ્કોર 69 રન છે

 • 26 Dec 2021 03:07 PM (IST)

  IND vs SA 1st Test LIVE Score: 22 ઓવર બાદ ભારતનો સ્કોર 65 રન છે

  રાહુલે 66 બોલમાં 22 રન અને મયંકે 66 બોલમાં 39 રન બનાવ્યા છે

 • 26 Dec 2021 03:03 PM (IST)

  IND vs SA 1st Test LIVE Score:મયંક-રાહુલની 50 રનની ભાગીદારી

 • 26 Dec 2021 02:56 PM (IST)

  IND vs SA 1st Test LIVE Score: ભારતનો સ્કોર 56-0

  19 ઓવરમાં ભારતના ખાતામાં 4 રન જમા થતા ભારતનો સ્કોર 56-0 છે,રાહુલ 20 અને મયંક અગ્રવાલ 37 રન બનાવી ક્રિઝ પર છે

 • 26 Dec 2021 02:52 PM (IST)

  IND vs SA 1st Test LIVE Score:મયંક-રાહુલની 50 રનની ભાગીદારી

  ટીમ ઈન્ડિયાના મિશન દક્ષિણ આફ્રિકાએ શાનદાર શરૂઆત કરી છે. કેએલ રાહુલ અને મયંક અગ્રવાલની જોડીએ એકપણ વિકેટ ગુમાવ્યા વિના 50 રનનો આંકડો પાર કર્યો હતો. હવે ભારતની નજર ઝડપથી સ્કોરબોર્ડ ઉપર જવા પર રહેશે.

 • 26 Dec 2021 02:49 PM (IST)

  IND vs SA 1st Test LIVE Score: મયંક અગ્રવાલે ચોગ્ગો ફટકાર્યો

  મયંક અગ્રવાલે 18મી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો, ભારતે 50 રન પુરા કર્યા છે

 • 26 Dec 2021 02:43 PM (IST)

  IND vs SA 1st Test LIVE Score:16 ઓવર બાદ ભારતનો સ્કોર 44 પર પહોંચ્યો

  કે.એલ રાહુલ 16 મયંક અગ્રવાલ 27 રન બનાવીને ક્રિઝ પર છે

 • 26 Dec 2021 02:35 PM (IST)

  IND vs SA 1st Test LIVE Score: ટીમ ઈન્ડિયાએ પહેલા એક કલાકમાં એક પણ વિકેટ ગુમાવી નથી

  ટીમ ઈન્ડિયાએ પહેલા એક કલાકમાં કોઈ વિકેટ ગુમાવી ન હતી. 14 ઓવર બાદ ભારતીય ટીમે કોઈપણ નુકશાન વિના 42 રન બનાવી લીધા છે. મયંક અગ્રવાલ 26 અને કેએલ રાહુલ 16 રને રમી રહ્યા છે.

 • 26 Dec 2021 02:28 PM (IST)

  IND vs SA 1st Test LIVE Score:13મી ઓવર સુધીમાં ભારતનો સ્કોર 42 રન

  કે એલ રાહુલે 42 બોલમાં 16 રન બનાવ્યા છે અને મયંક અગ્રવાલે 39 બોલમાં 26 રન બનાવ્યા છે.13મી ઓવર સુધીમાં ભારતનો સ્કોર 42 રન

 • 26 Dec 2021 02:18 PM (IST)

  IND vs SA 1st Test LIVE Score: મયંક અગ્રવાલ, કેએલ રાહુલ સારા ફોર્મમાં

  ભારતની બેટિંગમાં 10 ઓવર રમાઈ ગઈ છે અને 32 રન બનાવ્યા છે. મયંક અગ્રવાલ, કેએલ રાહુલ સારા ફોર્મમાં છે. મયંક અગ્રવાલે પોતાની ઇનિંગમાં અત્યાર સુધી 4 ચોગ્ગા ફટકાર્યા છે.

 • 26 Dec 2021 02:15 PM (IST)

  IND vs SA 1st Test LIVE Score: મયંક અગ્રવાલે ચોગ્ગો ફટકાર્યો

 • 26 Dec 2021 02:11 PM (IST)

  IND vs SA 1st Test LIVE Score:બંને કેપ્ટન ટ્રોફી સાથે

 • 26 Dec 2021 02:02 PM (IST)

  IND vs SA 1st Test LIVE Score:આ ઓવરમાં કુલ છ રન આવ્યા

  લુન્ગી એન્ગિડી ચોથી ઓવર લાવ્યો. ઓવરના પહેલા બોલ પર રાહુલે ફોર ફટકારી હતી. આ ઓવરમાં કુલ છ રન આવ્યા હતા.પાંચ ઓવર પછી ભારતીય ટીમે કોઈપણ નુકસાન વિના 8 રન બનાવી લીધા છે. મયંક અગ્રવાલ 8 રન બનાવીને રમી રહ્યો છે જ્યારે કેએલ રાહુલ 18 બોલ બાદ પણ ખાતું ખોલી શક્યો નથી.

 • 26 Dec 2021 01:53 PM (IST)

  IND vs SA 1st Test LIVE Score:ભારતની બેટિંગ મેડન ઓવરથી શરૂ થઈ

  કાગિસો રબાડા પ્રથમ ઓવર લાવ્યો અને તે ઓવર મેઇડન હતી. બીજી ઓવર લુન્ગી એન્ગિડી, આ ઓવરમાં માત્ર બે રન આવ્યા.

 • 26 Dec 2021 01:44 PM (IST)

  IND vs SA 1st Test LIVE Score: ભારતની બેટિંગ શરૂ

  ભારતીય ટીમની બેટિંગ શરૂ થઈ ગઈ છે. મયંક અગ્રવાલ અને કેએલ રાહુલ ઓપનિંગ કરવા મેદાનમાં ઉતર્યા છે, જ્યારે દક્ષિણ આફ્રિકા માટે કાગિસો રબાડા બોલિંગની શરૂઆત કરી રહ્યા છે.

 • 26 Dec 2021 01:42 PM (IST)

  IND vs SA 1st Test LIVE Score: ટીમ ઈન્ડિયાનું મિશન દક્ષિણ આફ્રિકા શરૂ થયું

  ટીમ ઈન્ડિયાનું મિશન દક્ષિણ આફ્રિકા શરૂ થઈ ગયું છે. ભારત પ્રથમ બેટિંગ કરી રહ્યું છે અને મયંક અગ્રવાલ, કેએલ રાહુલ ઓપનિંગમાં આવ્યા છે. ઈજાના કારણે રોહિત શર્મા આ સિરીઝનો ભાગ બની શક્યો ન હતો અને તેણે ભારતમાં જ રહેવું પડ્યું હતું.

 • 26 Dec 2021 01:16 PM (IST)

  વિરાટ કોહલીએ ટોસ જીત્યો

  ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. કોહલીએ કહ્યું કે બોર્ડ પર પ્રથમ રન બનાવવો એ ટીમની તાકાત છે. તે જ સમયે, ડીન એલ્ગરે કહ્યું કે તેમની ટીમ દરેક પડકાર માટે તૈયાર છે.

 • 26 Dec 2021 01:06 PM (IST)

  ભારતની પ્લેઈંગ ઈલેવન

 • 26 Dec 2021 01:02 PM (IST)

  ભારત પાસે સિરીઝ જીતવાની તક છે

  દક્ષિણ આફ્રિકા હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની મજબૂત ટીમ નથી રહી કારણ કે તે છેલ્લા કેટલાક વર્ષોમાં પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ રહી છે.તેને જોતા કોહલી અને તેની ટીમ માટે આ એક મોટી તક માનવામાં આવી રહી છે.તે વધુ સારી દેખાય છે અને જો તે પોતાની જાતને મેદાન પર વધુ સારી રીતે સાબિત કરશે તો તે પ્રથમ વખત દક્ષિણ આફ્રિકામાં શ્રેણી જીતવામાં પણ સક્ષમ હશે.

 • 26 Dec 2021 01:01 PM (IST)

  ભારત ક્યારેય દક્ષિણ આફ્રિકામાં સિરીઝ જીત્યું નથી

  ભારતે 1992માં પ્રથમ વખત દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો પરંતુ તેઓ હજુ સુધી અહીં ટેસ્ટ શ્રેણી જીતી શક્યા નથી. આવી સ્થિતિમાં કોહલી આ સિદ્ધિ મેળવનાર પ્રથમ કેપ્ટન બનવામાં કોઈ કસર છોડવા માંગશે.

 • 26 Dec 2021 12:59 PM (IST)

  ભારત-દક્ષિણ આફ્રિકા સેન્ચુરિયન ટેસ્ટનો પ્રથમ દિવસ

  ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ સેન્ચુરિયનમાં રમાશે. આજે મેચનો પ્રથમ દિવસ છે

Published On - Dec 26,2021 12:57 PM

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati