Ind vs Eng: આજે શ્રેણી જીતવા જંગ ! આબરુ માટે આક્રમક બનેલા ઇંગ્લેંડ પર ટીમ ઇન્ડીયાએ ભારે પડવુ પડશે

ટીમ ઇંગ્લેંડ (Team England) નો ભારત પ્રવાસ હવે અંતિમ પડાવ પર છે. પુણેમાં વન ડે શ્રેણી (ODI Series) ની આજે અંતિમ અને નિર્ણાયક વન ડે મેચ રમાનારી છે. શુક્રવારે ઇંગ્લેંડના બેટસમેનોએ ધુંઆધાર બેટીંગ વડે મેચને એક તરફી બનાવી દીધી હતી.

Ind vs Eng: આજે શ્રેણી જીતવા જંગ ! આબરુ માટે આક્રમક બનેલા ઇંગ્લેંડ પર ટીમ ઇન્ડીયાએ ભારે પડવુ પડશે
પુણેમાં વન ડે શ્રેણીની આજે અંતિમ અને નિર્ણાયક વન ડે મેચ રમાનારી છે.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 28, 2021 | 10:41 AM

ટીમ ઇંગ્લેંડ (Team England) નો ભારત પ્રવાસ હવે અંતિમ પડાવ પર છે. પુણેમાં વન ડે શ્રેણી (ODI Series) ની આજે અંતિમ અને નિર્ણાયક વન ડે મેચ રમાનારી છે. શુક્રવારે ઇંગ્લેંડના બેટસમેનોએ ધુંઆધાર બેટીંગ વડે મેચને એક તરફી બનાવી દીધી હતી. આમ ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ની શ્રેણી 1-1 થી બરાબર થઇ ચુકી હતી. આવાાં સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ શ્રેણી વિજેતા નક્કી કરશે. ભારતીય ટીમની પાસે મોકો છે, તે આ સિરીઝને જીતીને ઇંગ્લેંડ સામે ત્રણેય ફોર્મેટમાં દબદબો બનાવી રાખવાનો, જેના માટે કેટલાક બદલાવની જરુરિયાત છે. ચાહે તે રણનિતી હોય કે પછી ખેલાડી, વિરાટ કોહલી (Virat Kohli) અને કે રવિ શાસ્ત્રી (Ravi Shastry) માટે જે કામ આસાન નહી હોય.

ઇંગ્લેંડ એ બંને મેચમાં તેમના ઓપનરોએ ધમાકા ભરી ઓપનીંગ કરીને દબાણ ઉભુ કર્યુ હતુ. પ્રથમ મેચમાં ભારતે જોકે જબરદસ્ત વાપસી મેચમાં કરી હતી. તેના બાદ પણ ઇંગ્લેંડ એ પોતાના અંદાજમાં કોઇ જ બદલાવ નહોતો કર્યો અને જેને લઇને તેને બીજી મેચમાં પરીણામ હાંસલ થયુ હતુ. આવામાં બેટીંગ ના અંદાજની રણનિતી સૌથી મહત્વની છે, અને આ જ અત્યાર સુધી બંને ટીમો વચ્ચે ફરક રહ્યો છે. આ તફાવતને લઇને જ ઇંગ્લેંડને પાછળના ત્રણ વર્ષ થી વિશ્વની શ્રેષ્ઠ વન ડે ટીમ અને વિશ્વ ચેમ્પિયન બનાવ્યુ છે.

પાવર પ્લેમાં બેટીંગના તેવર બદલવાની જરુર બંને મેચોમાં 300 થી વધારે રન બનાવવાના છતા પણ ટીમ ઇન્ડીયા (Team India) એ પોતાની બેટીંગ રણનિતીમાં બદલાવની જરુર છે. ઓપનિંગમાં રોહિત શર્મા (Rohit Sharma) અને શિખર ધવન (Shikhar Dhawan) ની અનુભવી જોડી ભારત માટે અનેક વાર જીતના પાયા નાંખી ચુકી છે. પરંતુ ઇંગ્લેંડ જેવી ટીમ સામે આ સિરીઝમાં બંને ખૂબ જ ધીમી રમત રમતા નજરે આવ્યા છે. જેની અસર મધ્યમક્રમની ઓવરોમાં જોવા મળી રહી છે. ટીમ એ આખરી 10-15 ઓવરોમાં જ રનની ગતી વધારી છે. ભારતીય ટીમ પાવર પ્લેનો ઉપયોગ તેના નામ પ્રમાણે કરી નથી કર્યો. જે કેટલાક સમય થી મોટી સમસ્યા રહી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ટીમ ઇન્ડીયા ના માટે તેને બદલવુ એ ખૂબ જરુરી છે. અચાનક થી એક મેચમાં તેને પુરી રીતે બદલવુ સંભવ નથી, સાથે જ ઇંગ્લેંડ જેવો અંદાજ પણ અપનાવવો આસાન નથી. જોકે આ નિર્ણાયક મેચમાં ભારતીય ટોપ ઓર્ડર પાછળની બે મેચોની તુલનામાં વદારે આક્રમક તેવર દર્શાવવાની સ્થિતીમાં બદલાવનો પ્રયાસ કરશે, કારણ કે હાલમાં ઇંગ્લેંડના હુમલાવર શૈલી સામે એ જરુરી છે.

સ્પિનરોની સ્થિતી ખૂબ ખરાબ બંને ટીમોના બોલીંગ વિભાગ હાલમાં કમજોર લાગી રહ્યા છે. ભારતીય ટીમ ના ઝડપી બોલરો નુ પ્રદર્શન હરિફની તુલનાએ સારુ રહ્યુ છે. જોકે સ્પિનરોએ નિરાશ કર્યા છે. પાછળની મેચમાં કૃણાલ પંડ્યા અને કુલદિપ યાદવ એ વધારે રન લુટાવ્યા હતા. મુખ્ય સ્પિનરના સ્વરુપમાં કુલદિપની વાપસી સારી રહી નથી. બીજી મેચમાં કુલદીપ યાદવને આઠ છગ્ગા લાગ્યા હતા. જે કોઇ પણ ભારતીય નો ખરાબ રેકોર્ડ છે. તેણે બીજી મેચમાં 84 અને પ્રથમ મેચમાં 64 રન આપ્યા હતા. તો કૃણાલ પંડ્યાની પણ બીજી મેચ ખૂબ જ ખરાબ રહી હતી. ફક્ત 6 ઓવરમાં જ 12 ની સરેરાશ થી 72 રન આપ્યા હતા. કૃણાલ પંડ્યાએ બેટીંગ ના રુપે એક સારો વિકલ્પ નિચલા ક્રમે છે. જોકે સ્પિનરના રુપે તે હજુ મહત્વના રોલમાં આવી શકે એમ નથી. આવામાં ટીમને એક સારા સ્પિનરની જરુરીયાત છે. જે પુરી 10 ઓવર સુધી બેટ્સમેનોને બાંધી રાખે.

ફરી થી ઉતારવામાં આવે ‘કુલ-ચા’ જોડી પરિવર્તનના રુપે ટીમ ની સામે વોશિંગ્ટન સુંદર અને યુઝવેન્દ્ર ચહલ છે. જેમને ઉતારવામાં આવી શકે છે. પરંતુ કુલદિપને એક મોકો આપવો જોઇએ, જેથી તે પોતાની ખોયેલી લય અને આત્મવિશ્વાસને હાંસલ કરવાની દિશામાં પ્રયાસ કરી શકે. સાથે જ ચહલને બોલાવીને આ જોડીને ફરી થી એક વાર અજમાવવામાં આવી શકે.

ફક્ત ખેલાડી પરિવર્તન કરી શકે છે ઇંગ્લેંડ ઇંગ્લેંડની વાત કરવામાં આવે તો ઇંગ્લેંડ ની ટીમે રણનિતીના હિસાબ થી ખાસ કંઇ જ બદલાવ કરવાની જરુરિયાત નથી. ફક્ત ખેલાડીઓમાં બદલાવ કરવાની જરુર છે. ઇયોન મોર્ગન અંતિમ મેચ નથી રમનાર, જ્યારે સેમ બિલિંગ્સ પર નિર્ણય પણ મેચના અગાઉ જ કરવામાં આવી શકે છે. ઇંગ્લીશ ટીમ બોલીંગમાં બદલાવ જરુર ઇચ્છશે. અત્યાર સુધીમાં T20 થી લઇને વન ડે સુધી મોંઘો સાબિત થયેલો ટોમ કરન ના જગ્યાએ માર્ક વુડને પરત ઉતારવામાં આવી શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">