IND vs ENG: ભારતનો ઈંગ્લેન્ડ સામે 318 રનનો લક્ષ્યાંક, કૃણાલ પંડ્યાએ ધમાકેદાર ફિફટી ફટકારી

પુણે (Pune)ના એમસીએ સ્ટેડિયમ (MCA Stadiaum)માં ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે વન ડે શ્રેણી રમાઈ રહી છે. આજે પ્રથમ વન ડે શ્રેણીમાં ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગન (Eoin Morgan)એ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી.

IND vs ENG: ભારતનો ઈંગ્લેન્ડ સામે 318 રનનો લક્ષ્યાંક, કૃણાલ પંડ્યાએ ધમાકેદાર ફિફટી ફટકારી
Shikhar Dhawan-Rohit Sharma
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 23, 2021 | 5:56 PM

પુણે (Pune)ના એમસીએ સ્ટેડિયમ (MCA Stadiaum)માં ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે વન ડે શ્રેણી રમાઈ રહી છે. આજે પ્રથમ વન ડે શ્રેણીમાં ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગન (Eoin Morgan)એ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ ભારતે પ્રથમ બેટીંગ કરીને ધીમી પરંતુ મક્કમ શરુઆત કરી હતી. રોહિત શર્મા (Rohit Sharma) અને શિખર ધવને (Shikhar Dhawan) ભારતીય બેટીંગની શરુઆત કરી હતી. શિખર ધવન શતક ચૂક્યો હતો, જ્યારે કૃણાલ પંડ્યા (Krunal Pandya)એ ડેબ્યુ મેચમાં જ અર્ધશતક ફટકાર્યુ હતુ. કેએલ રાહુલે (KL Rahul) પણ અર્ધશતકીય રમત રમી હતી. ભારતે 50 ઓવરની રમત રમીને 5 વિકેટે 317 રન કર્યા હતા.

ભારતીય બેટીંગ ભારતે બેટીંગ માટે મેદાને ઉતરતા જ મક્કમતા પૂર્વક ઈંગ્લેન્ડ સામે સ્કોર બોર્ડને આગળ વધ્યુ હતુ. શિખર ધવન બે રન માટે શતક ચૂક્યો હતો. તેણે એક શાનદાર રમત દર્શાવી હતી. પ્રથમ વિકેટ માટે ટીમ ઈન્ડીયાના ઓપનરો રોહિત શર્મા અને શિખર ધવને 64 રનની ભાગીદારી 15 ઓવર દરમ્યાન કરી હતી. ભારતે ઓપનર રોહિત શર્માના સ્વરુપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. રોહિત શર્મા 42 બોલમાં 28 રન કરીને બેન સ્ટોક્સના બોલ પર બટલરના હાથે કેચ આઉટ થયો હતો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ત્યારબાદ ત્રીજા ક્રમે વિરાટ કોહલી મેદાને આવતા ધવન અને કોહલીએ સ્કોર બોર્ડને ફરતુ રાખ્યુ હતુ, બંનેએ 105 રનની ભાગીદારી રમત રમીને ઈંગ્લેન્ડના બોલરોને સંઘર્ષની સ્થિતીમાં મુકી દીધા હતા. કોહલીએ 56 રન રમીને માર્ક વુડના બોલ પર વિકેટ ગુમાવી હતી. શ્રેયસ ઐયર 6 રન કરીને આઉટ થયો હતો. એક સમયે સ્કોરબોર્ડ ઝડપથી ફરતુ હતુ, પરંતુ કોહલી, ઐયાર અને શિખર ધવનની વિકેટો પડતા ધીમુ પડ્યુ હતુ. શિખર ધવન 98 રન બનાવીને બેન સ્ટોક્સના બોલ પર કેપ્ટન ઈયોન મોર્ગનના હાથે કેચ આઉટ ઝડપાયો હતો.

ડેબ્યુ મેચમાં જ કૃણાલ પંડ્યાએ પોતાના સમાવેશને પુરવાર કરતી રમત રમી હતી. કૃણાલે આવીને ધીમા પડેલા સ્કોરને ઝડપથી આગળ વધારી 26 બોલમાં 50 રન ફટકાર્યા હતા. T20માં ફ્લોપ રહેલા કેએલ રાહુલે પણ 4 છગ્ગા સાથે શાનદાર બેટીંગ કરીને અર્ધશતક ફટકાર્યુ હતુ. કૃણાલ પંડ્યા 58 અને રાહુલ 62 રન સાથે અણનમ રહ્યા હતા.

ઈંગ્લેન્ડની બોલીંગ શરુઆતમાં ઈંગ્લેન્ડની ટીમને વિકેટ મેળવવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો. બોલરોએ આ માટે સતત પ્રયાસ બાદ પ્રથમ વિકેટ 16 ઓવરની શરુઆતમાં મેળવી શકાઈ હતી. જો કે ત્યારબાદ પણ બીજી વિકેટને મેળવવા માટે આટલી જ લાંબી રાહ જોવી પડી હતી. બેન સ્ટોક્સ ઈંગ્લેન્ડ તરફથી સફળ બોલર રહ્યો હતો. તેણે 8 ઓવર કરીને 3 મહત્વની વિકેટ ઝડપી હતી. શિખર ધવન અને રોહિત શર્માને પણ તેણે પેવેલિયન મોકલ્યા હતા. માર્ક વુડે 2 વિકેટ ઝડપી હતી. બેન સ્ટોક્સ અને સેમ કુરને કરકસર ભરી બોલીંગ કરી હતી.

આ પણ વાંચો: ICC Rankings: 17 વર્ષની ભારતીય શેફાલી વર્મા T20 ક્રિકેટમાં વિશ્વની નંબર વન બેટ્સમેન બની

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">