Ind vs Eng: ઇંગ્લીશ ઓપનરોનો ફ્લોપ શો, શૂન્ય પર પેવેલિયન પરત ફરવાનુ એ કામ કર્યુ જે પહેલા નહોતુ કર્યુ

લોર્ડ્સ (Lords Test) મેદાન પર રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડ સામે 272 રનનો પડકાર ઉભો કર્યો છે. પરંતુ યજમાનોની ઓપનિંગ જોડી તેને સારી શરૂઆત આપી શકી નહોતી.

Ind vs Eng: ઇંગ્લીશ ઓપનરોનો ફ્લોપ શો, શૂન્ય પર પેવેલિયન પરત ફરવાનુ એ કામ કર્યુ જે પહેલા નહોતુ કર્યુ
Rory-Burns-and-Dom-Sibley
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 9:47 PM

Ind vs Eng: લોર્ડ્સના મેદાન પર ભારત (Indian Cricket Team) સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં, ઈંગ્લેન્ડ (England Cricket Team) ની ઓપનિંગ જોડીએ એવું કામ કર્યું છે. જે તેમની જમીન પર હજુ સુધી થયું ન હતું. સોમવારે મેચના પાંચમા અને છેલ્લા દિવસે ભારતે ઇંગ્લેન્ડ સામે 272 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આ લક્ષ્ય હાંસલ કરવા માટે ટીમ પાસે બે સેશન છે.

આવી સ્થિતિમાં ટીમને આશા હતી કે, તેની ઓપનિંગ જોડી તેને જરૂરી શરૂઆત આપશે, જેથી તે હારથી બચી શકે. એવી અપેક્ષા હતી કે, રોરી બર્ન્સ (Rory Burns) અને ડોમ સિબ્લી (Dom Sibley) મજબૂત પાયો નાખી શકે. તે બંને પોતાનું ખાતું પણ ખોલી શક્યા નથી. આ સાથે બંનેએ એવું કંઈક કર્યું છે, જે યજમાન ટીમ વતી તેમની ધરતી પર પ્રથમ વખત થયું છે.

ઇંગ્લેન્ડના બંને ઓપનર ખાતું ખોલાવી શક્યા ન હતા. આમ ઇંગ્લેન્ડમાં પ્રથમ વખત થયુ છે. જ્યારે ઘરમાં રમતી વખતે, તેમના બંને ઓપનર ટેસ્ટ મેચની એક ઇનિંગમાં શૂન્ય પર આઉટ થઇ પેવેલિયન પરત ફર્યા હોય. ઇનિંગના ત્રીજા બોલ પર જસપ્રીત બુમરાહે બર્ન્સને મોહમ્મદ સિરાજે કેચ કરાવ્યો હતો. આ પછી મોહમ્મદ શામીએ ડોમ સિબ્લીને વિકેટકીપર ઋષભ પંતના હાથે કેચ કરાવ્યો હતો. ઇંગ્લેન્ડમાં પ્રથમ વખત તેના બંને બેટ્સમેનો ટેસ્ટ ઇનિંગમાં ખાતું જ ખોલાવી શક્યા ન હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ઓવરઓલ આંકડાઓની વાત કરીએ તો, આ છઠ્ઠી વખત છે. જ્યારે ઇંગ્લેન્ડના ઓપનર ટેસ્ટ મેચની એક ઇનિંગમાં શૂન્ય પર આઉટ થયા હોય. છેલ્લે 2005-06 માં ઈંગ્લેન્ડ ના પાકિસ્તાન પ્રવાસ દરમ્યાન આમ થયું હતું. ત્યારે ફૈસલાબાદ ટેસ્ટમાં ઇંગ્લેન્ડના માર્કસ ટ્રેસ્કોથિક અને એન્ડ્રયુ સ્ટ્રોસ ટીમના ઓપનર હતા. જે બંને એક ઇનિંગમાં રન કર્યા વિના જ આઉટ થયા હતા.

જસપ્રિત બુમરાહ અને શામીએ વધારી મુશ્કેલી

ભારતે પાંચમા દિવસની શરૂઆત કરી હતી. તેણે પોતાની રમત છ વિકેટના નુકસાન પર 181 રન થી આગળ વધારી હતી. ભારતનો અંતિમ સ્પેશિયાલીસ્ટ બેટ્સમેન ઋષભ પંત ઝડપથી આઉટ થયો હતો. ત્યાર બાદ ઈશાંત શર્મા પણ આઉટ થયો હતો. અહીંથી, ઈંગ્લેન્ડને લાગવા લાગ્યુ હતુ કે, તે ભારત પર હાવી રહી શકશે. તે જલ્દી થી જ ઓલઆઉટ કરી લેશે. પરંતુ એમ થયુ નહોતુ.

જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીએ ઇંગ્લેન્ડના બોલરોનો સામનો આશ્વર્ય રીતે કર્યો હતો. નવમી વિકેટ માટે 89 રનની ભાગીદારી કરીને. તેઓ ભારતને મજબૂત સ્કોર સુધી લઇ ગયા હતા. લંચ બ્રેકના થોડા સમય બાદ ભારતે આઠ વિકેટના નુકસાન પર 298 રનમાં પોતાની ઇનિંગ્સ ડિકલેર કરી દીધી હતી. ઇંગ્લેન્ડને 272 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જોકે ઇંગ્લીશ ટીમને જરૂરી શરૂઆત મળી નહોતી.

આ પણ વાંચોઃ IND vs ENG: ભારતે 298 રને દાવ ડીકલેર કર્યો, ઇંગ્લેન્ડ સામે 272 રનનો પડકાર રાખ્યો

આ પણ વાંચોઃ Afghanistan: તાલિબાનના કબ્જા બાદ ખૂબ રડવા લાગ્યો રાશિદ ખાન, કહ્યુ રાતોની ઉંઘ ઉડી ગઇ છે, અમને બચાવી લો

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">