IND vs ENG: ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી, ભારતીય ટીમ પહેલા બેટીંગ કરશે

ઓવલ (Oval Test) માં ભારતીય ટીમ અત્યાર સુધીમાં માત્ર એક જ ટેસ્ટ મેચ જીતી શક્યુ છે. છેલ્લા 50 વર્ષથી અહી ભારતીય ટીમ ટેસ્ટ મેચ જીતી શકી નથી.

IND vs ENG: ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી, ભારતીય ટીમ પહેલા બેટીંગ કરશે
Virat Kohli-Joe Root
Follow Us:
| Updated on: Sep 02, 2021 | 3:50 PM

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે આજે લંડનના ઓવલ (Oval Test) માં ચોથી ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. બંને ટીમો વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટ શ્રેણી હાલમાં બરાબરી પર છે. પ્રથમ ટેસ્ટ મેચ નોટીંગહામમાં રમાઇ હતી. જે ડ્રો પર છુટી હતી. જ્યારે બીજી ટેસ્ટ મેચ લોર્ડઝ ના મેદાનમાં રમાઇ હતી. જેમાં ભારતીય ટીમે શાનદાર જીત મેળવી હતી. ત્યાર બાદ લીડઝમાં ભારતીય ટીમે મેચને કંગાળ રમતને લઇ ગુમાવી હતી. હવે ભારતીય ટીમ ઓવલમાં તેના ઇતિહાસને બદલતી રમત રમીને સિરીઝમાં લીડ મેળવવા માટે પ્રયાસ કરશે.

ઇંગ્લેન્ડના કેપ્ટન જો રુટ ટોસ જીતવામાં સફળ રહ્યો હતો.  તેણે ટોસ જીતીને વિરાટ કોહલીને પ્રથમ બેટીંગ માટે નિમત્રણ આપ્યુ હતુ. કેપ્ટન રુટે પ્રથમ બોલીંગ કરવાની રણનિતી અપનાવી ને વિકેટનો ફાયદો ઉઠાવવાનો દાવ રમ્યો છે. જોકે વિરાટ કોહલીએ પણ ટોસ બાદ કહ્યુ હતુ કે, તે પણ ટોસ જીતવામાં સફળ રહ્યો હોત તો તે પ્રથમ બોલીંગ પસંદ કરતા. મતલબ કોહલીની ટીમ હવે ટોસ હારીને અનિચ્છાએ પહેલા બેટીંગ કરવા માટે મેદાને ઉતરશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ભારતીય ટીમ માં બે ફેરફાર કરાવમાં આવ્યા છે. જેમાં ઇશાંત શર્માને ટીમને બહાર રખાયો છે. જ્યારે અશ્વિનને અનેક ચર્ચાઓ વચ્ચે બહાર રાખવામાં આવ્યો છે અને તેના સ્થાને પરિવર્તન છતા પણ ઉમેશ યાદવને તક અપાઇ છે. શાર્દૂલ ઠાકુરને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ છે.

અશ્વિનને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી, પરંતુ ઝડપી બોલર ઉમેશ યાદવ પરત ફર્યો છે. ઉમેશની 8 મહિનામાં આ પ્રથમ ટેસ્ટ મેચ રમી રહ્યો છે. અગાઉ ડિસેમ્બર 2020 માં, તેણે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે બોક્સિંગ ડે ટેસ્ટ રમી હતી, ત્યારબાદ તે ઈજાગ્રસ્ત થયો હતો અને ઈંગ્લેન્ડ સામેની હોમ સિરીઝમાં રમી શક્યો ન હતો.

ઓવલ ટેસ્ટ પ્લેઇંગ ઇલેવન

ભારતીય ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.

ઇંગ્લેન્ડ ટીમ: જો રુટ (કેપ્ટન), રોરી બર્ન્સ, હસીબ હમીદ, ડેવિડ મલાન, ઓલી પોપ, જોની બેયરસ્ટો (વિકેટકીપર), મોઇન અલી, ક્રિસ વોક્સ, ઓલી રોબિન્સન, ક્રેગ ઓવરટન અને જેમ્સ એન્ડરસન.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">