IND vs ENG: ઈંગ્લેન્ડે ત્રીજી T20માં 8 વિકેટે ભારત સામે જીત મેળવી, બટલરના અણનમ 83 રન

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં T20 શ્રેણીની આજે ત્રીજી મેચ રમાઈ હતી.

IND vs ENG: ઈંગ્લેન્ડે ત્રીજી T20માં 8 વિકેટે ભારત સામે જીત મેળવી, બટલરના અણનમ 83 રન
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 16, 2021 | 10:48 PM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં T20 શ્રેણીની આજે ત્રીજી મેચ રમાઈ હતી. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. ઈંગ્લેન્ડે રન ચેઝ કરવાનો ખેલેલો દાવ તેમના માટે ભારત સામે સફળ નિવડ્યો હતો. ભારતે પ્રથમ બેટીંગ કરતા 6 વિકેટ ગુમાવીને 156 રનનો સ્કોર કર્યો હતો. ઈંગ્લેન્ડનો માર્ક વુડ (Mark Wood )બોલીંગ આક્રમણ કરીને ભારતીય બેટ્સમેનો પર ભારે રહ્યો હતો. ભારતીય કેપ્ટન કોહલી (Virat Kohli) 77 રન કરીને અણનમ રહ્યો હતો. ભારતીય ફિલ્ડીંગમાં આજે બેટીંગની માફક જ નબળાઈઓ જોવા મળી રહી હતી. કોહલી અને ચહલે એક એક કેચ પણ છોડ્યા હતા. ઈંગ્લેન્ડના જોસ બટલરે (Jos Buttler) નોટ આઉટ 83 રન કર્યા હતા. ઈંગ્લેન્ડે 8 વિકેટથી મેચને જીતીને શ્રેણીમાં 2-1થી આગળ થઈ ચુક્યુ છે.

ઈંગ્લેન્ડની બેટીંગ ઈનીંગ ભારતીય ટીમના 156 રનના સ્કોરનો પીછો કરવા માટે મેદાનમાં ઉતરેલ ઈંગ્લેન્ડની ટીમે શરુઆત ધીમી કરી હતી. ટીમે જેસન રોયના સ્વરુપમાં 23 રનના સ્કોર પર જ પ્રથમ વિકેટ ગુમાવી હતી. જેસન રોયે 9 રન કર્યા હતા. ડેવિડ મલાનના રુપમાં બીજી વિકેટ 81 રનના સ્કોર પર ગુમાવી હતી. જેણે 17 બોલમાં 18 રન કર્યા હતા. વોશિંગ્ટન સુંદરના બોલ પર તે સ્ટંપ આઉટ થયો હતો. જોકે ઈંગ્લેન્ડ માટે જોસ બટલરે 52 બોલમાં 83 રનની ધુંઆધાર રમત રમી હતી. ઈનીંગ દરમ્યાન બટલરે 4 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. જોની બેયરસ્ટોએ 28 બોલમાં 40 રન કરી મેચમાં અંત સુધી ક્રિઝ પર રહ્યો હતો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ભારતની બોલીંગ યુઝવેન્દ્ર ચહલે પ્રથમ સફળતા અપાવી હતી અને બીજી સફળતા વોશિંગ્ટન સુંદરે મેળવી હતી. પરંતુ આજે ભારતીય બોલરો સમયાંતરે હરીફ બેટ્સમેનોની વિકેટ ઝડપી શક્યા નહોતા. યુઝવેન્દ્ર ચહલે 4 ઓવરમાં 41 રન આપ્યા હતા, તેણે એક વિકેટ મેળવી હતી. સુંદરે 4 ઓવરમાં 26 રન આપ્યા હતા. સુંદરે એક વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યાએ 3 ઓવર કરીને 22 રન આપ્યા હતા. જ્યારે શાર્દુલ ઠાકુરે 3.2 ઓવર કરીને 36 રન આપ્યા હતા. ભૂવનેશ્વર કુમારે 4 ઓવર કરીને 27 રન આપ્યા હતા. પરંતુ તેને વિકેટ મેળવવામાં સફળતા મળી શકી નહોતી.

ભારત બેટીંગ ઇનીંગ

ભારતીય ટીમે ત્રીજી ઓવરમાં જ 7 રનના સ્કોર પર જ ઓપનર કેએલ રાહુલની વિકેટ ગુમાવી હતી. કેએલ રાહુલ ફરી એકવાર ફ્લોપ રહ્યો હતો, તે સતત બીજીવાર શૂન્યમાં વિકેટ ગુમાવી બેઠો હતો. માર્ક વુડે તેને ક્લીન બોલ્ડ કરી પેવેલીયન પરત મોકલ્યો હતો. ત્યારબાદ રોહિત શર્મા પણ ઝડપથી વિકેટ ગુમાવી બેઠો હતો. તેણે પાંચમી ઓવરમાં માર્ક વુડના બોલ પર જોફ્રા આર્ચરને કેચ આપી બેસતા વિકેટ ગુમાવી હતી. રોહિત શર્માએ 15 રન કર્યા હતા. આમ 20 રન સ્કોર પર જ ભારતે 2 વિકેટ ગુમાવી દીધી હતી.

ઈશાન કિશન પણ 4 રન કરીને આઉટ થતાં એક સમયે ભારતે 24 રનના સ્કોર પર જ 3 મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. આમ ભારતીય બેટીંગ લાઈન દબાણની સ્થિતીમાં આવી ચુકી હતી. વિરાટ કોહલીએ ચોથા ક્રમે મેદાનમાં આવીને સ્થિતીને સંભાળી હતી. કોહલીએ શરુઆતમાં રક્ષણાત્મક રમત દાખવ્યા બાદ, આક્રમક બેટીંગ કરી હતી. કોહલીએ 46 બોલમાં 77 રન ફટકાર્યા હતા. તેણે 4 છગ્ગા અને 8 ચોગ્ગા લગાવ્યા હતા. ઋષભ પંતે પણ 25 રન કરીને તેને સાથ આપવા માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ તે રન આઉટ થયો હતો. હાર્દિક પંડ્યાએ નોટઆઉટ 17 રન કર્યા હતા.

ઈંગ્લેન્ડની બોલીંગ

માર્ક વુડે આજે ઈંગ્લેન્ડ તરફથી જબરદસ્ત દેખાવ કર્યો હતો. તેણે બંને ભારતીય ઓપનરોને ઝડપથી પેવેલિયન પરત મોકલ્યા હતા. તેણે 4 ઓવર દરમ્યાન 31 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. કેએલ રાહુલને વુડે શૂન્ય પર જ ક્લીન બોલ્ડ કરી દીધો હતો. જ્યારે રોહિત શર્મા અને શ્રેયસ ઐયરને પણ કેચ આઉટ કરાવી વિકેટ ઝડપી હતી. ક્રિસ જોર્ડને 4 ઓવરમાં એક ઓવર મેઈડન કરી હતી, તેને 35 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આદિલ રાશિદે પણ કસીને બોલીંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 26 રન આપ્યા હતા. જોકે તેને વિકેટ હાથ લાગી શકી નહોતી. જોફ્રા આર્ચર પણ 4 ઓવર માં 32 રન આપ્યા હા, જોકે તેને પણ વિકેટ મેળવવામાં સફળતા મળી શકી નહોતી.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">