AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: વર્તમાનમાં બેન સ્ટોક્સ છગ્ગા લગાવવામાં આગળ, ભારત સામે પણ રમ્યો ઝડપી રમત

ચેન્નાઇના મેદાન પર ભારત અને ઇંગ્લેંડ વચ્ચે ચાર મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમાઇ રહી છે. કોરોના કાળને બાદ ભારતમાં પ્રથમ વાર ભારતીય ટીમ (Team India) ક્રિકેટ રમી રહી છે. પ્રથમ બેટીંગ કરતા ઇંગ્લેંડ એ પોતાના કેપ્ટન જો રુટ (Jo Root) ની બેવડી સદી સાથેની બેટીંગને લઇને મજબૂત સ્થિતીમાં છે.

IND vs ENG: વર્તમાનમાં બેન સ્ટોક્સ છગ્ગા લગાવવામાં આગળ, ભારત સામે પણ રમ્યો ઝડપી રમત
સાત જ વર્ષના કેરિયરમાં 75 છગ્ગા લગાવી ચુક્યો છે.
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 06, 2021 | 3:43 PM
Share

ચેન્નાઇના મેદાન પર ભારત અને ઇંગ્લેંડ વચ્ચે ચાર મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમાઇ રહી છે. કોરોના કાળને બાદ ભારતમાં પ્રથમ વાર ભારતીય ટીમ (Team India) ક્રિકેટ રમી રહી છે. પ્રથમ બેટીંગ કરતા ઇંગ્લેંડ એ પોતાના કેપ્ટન જો રુટ (Jo Root) ની બેવડી સદી સાથેની બેટીંગને લઇને મજબૂત સ્થિતીમાં છે.

જો રુટ ને બેન સ્ટોક્સે (Ben Stokes) સાથ આપવા દરમ્યાન ટી20 ની મઝા આપતો જોવા મળ્યો હતો. સ્ટોક્સ ચોથા નંબર પર બેટીંગ માટે ઉતર્યો હતો. તેણે મોટા શોટ્સ રમતો જોવા મળ્યો હતો. ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચેની ચેન્નાઇ ટેસ્ટ (Chennai Test) માં અશ્વિનની ઓવરમાં છગ્ગા લગાવતા બેન સ્ટોક્સએ પોતાના નામે રેકોર્ડ કરી લીધો હતો.

ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ ની બેટીંગનો અંદાજ આમ પણ સામન્ય રીતે આક્રમક રહેતો હોય છે. તેણે પોતાના ટેસ્ટ કેરિયરમાં અત્યાર  સુધીમાં 67 મેચ રમી છે. જેમાં 37.85 ની સરેરાશ છી 4428 રન બનાવ્યા છે. 75 છગ્ગા અને 542 ચોગ્ગા પણ લગાવી ચુક્યો છે. તેણે આ દરમ્યાન 10 શતક અને 22 અર્ધશતક ફટકાર્યા છે. સ્ટોક્સના નામે એક બેવડી સદી પણ નોંધાયેલી છે.ભારત સામે પ્રથમ ટેસ્ટમાં બેટીંગ કરવા માટે ઉતરેલા બેન સ્ટોકસ સારા ફોર્મમાં જોવા મળી રહ્યો હતો. 95 મી ઓવર લઇને આવેલા અશ્વિનની ઓવરમાં ચોથા બોલમાં બેન સ્ટોકસે લોન્ગ ઓફ પર શાનદાર છગ્ગો લગાવ્યો હતો. આ સાથએ જ ટેસ્ટ ફોર્મેટમાં તેના નામે 75 છગ્ગા પુરા થયા હતા. ઇંગ્લેંડ તરફ થી ટેસ્ટ ફોર્મેટમાં સૌથી વધારે છગ્ગા લગાવવાનો રેકોર્ડ દિેગ્ગજ કેવિન પિટરસનના નામે છે, જેણે તેના 10 વર્ષના ટેસ્ટ કેરિયરમાં 81 છગ્ગા લગાવ્યા હતા.

તો બીજા સ્થાન પર પૂર્વ કેપ્ટન એન્ડ્રયુ ફ્લિંટોફ જેના નામે 78 છગ્ગા છે, તો સ્ટોક્સ પણ ફકત સાત જ વર્ષના કેરિયરમાં 75 છગ્ગા લગાવી ચુક્યો છે. સ્ટોક્સએ વર્ષ 2013માં ડેબ્યુ કર્યુ હતુ. ત્યારે થી લઇને અત્યાર સુધીમાં કોઇ બેટ્સમેન તેનાથી વધારે છગ્ગા લગાવી શક્યુ નથી. તેના પછી. બીજા સ્થાન પર મિસ્બાહ ઉલ હક છે જેણે 51 છગ્ગા લગાવ્યા છે. ભારત માટે બેન સ્ટોક્સની વિકેટ ખૂબ જ મહત્વની બની રહી છે. તે એ ખેલાડીઓમાં સામેલ છે, જે 11 માં નંબર ના બેટ્સમેન સાથે ભાગીદારી કરીને મેચને જીતાડી શકે છે.

સ્ટોક્સે 82 રનની પારી રમી હતી અને તે શાહબાઝ નદીમના બોલ પર પુજારાના હાથે કેચ આઉટ થયો હતો. તે 10 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારીને આઉટ થયો હતો.

Follow Us
દ્વારકા: ખંભાળિયાના વોર્ડ નંબર 2 માં પાણીની સમસ્યા બની વિકરાળ
દ્વારકા: ખંભાળિયાના વોર્ડ નંબર 2 માં પાણીની સમસ્યા બની વિકરાળ
સુરતમાં લક્ઝરી બસો પર RTOનો સપાટો, 55 ચલણ, 5 બસ ડિટેન
સુરતમાં લક્ઝરી બસો પર RTOનો સપાટો, 55 ચલણ, 5 બસ ડિટેન
ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમમાં માત્ર 51% પાણી- જુઓ Video
ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમમાં માત્ર 51% પાણી- જુઓ Video
અમદાવાદમાં બેફામ ડમ્પરો બન્યા 'યમદૂત', 5 વર્ષમાં લીધા 270 લોકોના જીવ
અમદાવાદમાં બેફામ ડમ્પરો બન્યા 'યમદૂત', 5 વર્ષમાં લીધા 270 લોકોના જીવ
ટ્રેન પર કરોળિયાની જેમ ચોંટેલા મુસાફરોનો વીડિયો આવ્યો સામે
ટ્રેન પર કરોળિયાની જેમ ચોંટેલા મુસાફરોનો વીડિયો આવ્યો સામે
મહેસાણા: વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અંડરપાસ પાણીમાં ગરકાવ
મહેસાણા: વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અંડરપાસ પાણીમાં ગરકાવ
અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video
અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
g clip-path="url(#clip0_868_265)">