ટીમ ઈન્ડિયાના આ ખેલાડીની બગડી તબિયત, BCCI એ આપી અપડેટ

ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના એક ખેલાડીની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ છે, જેના કારણે આ ખેલાડી સીરિઝની છેલ્લી મેચમાં ટીમ સાથે મેદાનમાં આવ્યો ન હતો.

ટીમ ઈન્ડિયાના આ ખેલાડીની બગડી તબિયત, BCCI એ આપી અપડેટ
Indian Team
Follow Us:
| Updated on: Oct 12, 2024 | 7:06 PM

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3 મેચની T20 શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના એક ખેલાડીની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ છે, જેના કારણે આ ખેલાડી સીરિઝની છેલ્લી મેચમાં ટીમ સાથે મેદાનમાં આવ્યો ન હતો.

ટીમ ઈન્ડિયાના આ ખેલાડીની તબિયત લથડી

છેલ્લી T20 મેચ દરમિયાન એક મોટું અપડેટ સામે આવ્યું છે. યુવા ફાસ્ટ બોલર હર્ષિત રાણાની તબિયત લથડી છે. વાઈરલ ઈન્ફેક્શનના કારણે તે સિરીઝની છેલ્લી મેચ માટે ટીમ સાથે મેદાનમાં પણ પહોંચી શક્યો ન હતો. હર્ષિત રાણાને છેલ્લી કેટલીક સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવ્યો છે, પરંતુ તેને હજુ સુધી ડેબ્યૂ કરવાની તક મળી નથી. માનવામાં આવી રહ્યું હતું કે તે આ મેચમાં રમતા જોવા મળી શકે છે, પરંતુ તે ફરી એકવાર ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરવાથી ચૂકી ગયો છે.

કોણ છે મલ્હાર ઠાકર સાથે લગ્ન કરવા જઈ રહેલી અભિનેત્રી પૂજા જોશી
સવારે ખાલી પેટ પાણીમાં આ વસ્તુઓ ભેળવીને પીવાથી ઝડપથી ઉતરશે વજન
Vitamin D : શું તમે તડકે નથી જઈ શકતા? તો ખાઓ આ ચીજ, તેમાંથી મળશે વિટામીન D
જીવ બચાવવા કામનું ! નેશનલ હાઈવે પર ગાડીનું ટાયર ફાટવા પાછળ આ કારણ જવાબદાર
Video : વારંવાર ચક્કર આવતા હોય તો આ 5 પાન ચાવી લો, મળશે રાહત
કાચના વાસણમાં છોડ ઉગાડતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો

હર્ષિત રાણા અનકેપ્ડ ખેલાડી રહેશે

હર્ષિત રાણાએ હજુ સુધી ટીમ ઈન્ડિયા માટે કોઈ મેચ રમી નથી અને જ્યાં સુધી આઈપીએલની હરાજી પહેલા રીટેન્શન લિસ્ટ જાહેર ન થાય ત્યાં સુધી તેનું ડેબ્યૂ પણ અસંભવિત છે. આવી સ્થિતિમાં હર્ષિત રાણા IPLની આગામી સિઝનમાં પણ અનકેપ્ડ ખેલાડી તરીકે રમશે. IPL રિટેન્શન નિયમો અનુસાર, તમામ ટીમો કુલ 6 ખેલાડીઓને રિટેન કરી શકે છે, જેમાં એક અનકેપ્ડ ખેલાડીનો પણ સમાવેશ કરવો પડશે. અનકેપ્ડ પ્લેયરને રિટેન કરવા માટે ટીમે 4 કરોડ રૂપિયા ખર્ચવા પડશે. આવી સ્થિતિમાં કોલકાતાની ટીમ તેને આગામી સિઝન માટે અનકેપ્ડ ખેલાડી તરીકે જાળવી શકે છે.

g clip-path="url(#clip0_868_265)">